Aug 01 2010

જુલાઇ ૨૦૧૦ બેઠક્નો અહેવાલ- શ્રી. નવીન બેન્કર

Published by at 2:12 pm under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા ઓફ હ્યુસ્ટનની મીટીંગ તારિખ ૧૭ જુલાઈ ૨૦૧૦ ને શનિવારના રોજ  ક્લીયરલેન્ડ સ્થિત શ્રી. હરીશ પાઠક અને શ્રીમતિ નલીનીબેન પાઠકના નિવાસસ્થાને યોજવામાં આવી હતી.શ્રી. સતિશ પરીખ અને શ્રી.કમલેશ લુલ્લાએ સભાનું સંચાલન સંભાળ્યું હતું.શ્રીમતિ રેખાબેન બારડે પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ, શ્રીમતિ પ્રવીણાબેન કડકીયા, વિશ્વદીપ બારડ, અશોક પટેલ,વિજય શાહ,ગીરીશભાઈ દેસાઈ, ધીરુભાઈ શાહ, શૈલાબેન મુન્શા,પ્રશાંત મુન્શા વગેરે કવિઓએ સ્વાતંત્ર્ય પર, તથા અન્ય વિષયો પર સુંદર કાવ્યો રજુ કર્યા હતા.ઇન્ડિયાના સુરેન્દ્રનગરથી પધારેલા એક સાહિત્યપ્રેમી શ્રી. અરવિંદભાઈ પરમારે અદમ ટંકારવી તથા આદીલ મન્સુરિની રચનાઓ સંભળાવી હતી.સરિતાની મીટીંગમાં પ્રથમ વખત જ પધારેલા બેટાઉનના એક સાહિત્યપ્રેમી બહેન વિલાસ પિપળીયા કે જે અત્રે ‘માસી’ તરીકે જ ઓળખાય છે તેમણે સ્વ.કવિ શ્રી. મેઘાણીનું પ્રખ્યાત ગીત ‘ લાગ્યો કસુંબીનો રંગ ‘ ખુબ સુંદર રીતે ગાઈ સંભળાવ્યું હતું.

કાર્યક્રમની અદભૂત આઈટમ તો હતી એક ૨૦ મીનીટની સ્કીટ. નાસાના બે સાયન્ટીસ્ટોએ અને શ્રી.નિખિલ મહેતાએ ભજવેલી આ સ્કીટે શ્રોતાગણને સારું એવું મનોરંજન પુરુ પાડ્યું હતું.દુનિયાની બે મહાન લોકશાહીની બે મહાન હસ્તીઓ-અબ્રાહમ લિંકન અને શ્રી.મહાત્મા ગાંધી-નો ઇન્ટરવ્યૂ  આકાશદીપ નામનો એક રેડીયો રીપોર્ટર સ્વર્ગના એક સાયબર કાફેમાં લે છે અને અમેરિકા તથા ભારતની હાલની પરિસ્થીતિ, નેતાગિરીની પ્રામાણિકતા, વૈષ્વીક મંદી, ભારતની વિવિધતામાં એકતા જેવા વિષયો પર ધારદાર પ્રશ્નો પુ્છે છે અને આ બે મહાન નેતાઓ તેના જે ચબરાકીભર્યા જવાબો આપે છે તે દ્વારા આ રેડીયો રુપકે સુંદર મનોરંજન પુરુ પાડ્યું હતું.શ્રી. કમલેશ લુલાએ અબ્રાહમ લિંકન તરીકે, શ્રી.નિખિલ મહેતાએ મહાત્મા ગાંધી તરીકે, અને શ્રી. સતિશ પરીખે રેડીયો રિપોર્ટર તરીકેની ભૂમિકાઓ સૂપેરે નીભાવી હતી.
 
હ્યુસ્ટનના જાણીતા કોમ્યુનિટી લીડર શ્રી. મુકુંદભાઈ ગાંધીએ આ સ્કિટ પ્રેઝન્ટેશન ઉપર પોતાના શાળાજીવનની કેટલીક યાદોને રજુ કરી હતી.
 
કાર્યક્રમને અંતે, શ્રી. સતિષ પરીખ દ્વારા સ્પોન્સર કરેલી સ્વાદિષ્ટ વાનગીઓનો રસાસ્વાદ માણીને સાહિત્યરસિકો વિખરાયા હતા.
 
અસ્તુ…

2 responses so far

2 Responses to “જુલાઇ ૨૦૧૦ બેઠક્નો અહેવાલ- શ્રી. નવીન બેન્કર”

  1. Devika Dhruvaon 04 Aug 2010 at 8:38 am

    Nice report Navinbhai.. Everytime,you really take interest and trouble to take photographs and write reports in excellent words without any delay.All our GSS members like to read your રસાળ શૈલી which proves you as a great journalist.To my opinion, you should be a reporter of GSS Bethak always and I’m sure all will agree with me..Thanks for your good work and devotion of Gujarati Sahitya Sarita ,Houston for many many years.

  2. hemapatelon 05 Aug 2010 at 10:21 am

    nice report. you are very good reporter.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.