Dec 12 2007

કવિ ઇન્દ્ર શાહ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક માં

2007નાં વર્ષની છેલ્લી બેઠક આ વખતે શ્રી કિરણ અને નીરા શાહને ત્યાં પહેલા શનીવારને પહેલી ડીસેમ્બરે બપોરે 3.00 વાગે યોજાઇ સમયસર શરુ થયેલી બેઠકમાં મહેમાન કવિ ઇન્દ્ર શાહ અને મીના શાહ સાથે ઓસ્ટીનથી શકુંતલા દેસાઇ, ડો.નીલીમા અને નીખીલ મહેતા પધાર્યા હતા. દરેક બેઠકની જેમ આ બેથક્માં પણ સંખ્યા 40 જેટલી હતી.નીરાબહેને સૌનું સ્વાગત કર્યુ. દીપક્ભાઇ ભટ્ટે દરેક સભ્યોની ઓળખ ઇન્દ્રભાઇ સાથે કરાવી.

કવિ ઇન્દ્ર શાહ મૂળે વકીલ એટલે શબ્દોનાં ધનવાન અને ભાવોનાં ઉત્તમ ખેલાડી તેથી તેમને તેમના કાવ્યો વાંચવા ઇજન અપાય તે પહેલા તેમનો પરિચય આપવાનું કામ મારા માથે હતુ.વેબ જગતમાં મેં તેમના કાવ્ય ‘બેફીકરાઇ’ નો આસ્વાદ કરાવ્યો હતો ત્યારે તેમના મોતીનાં દાણા જેવા સ્વ્હસ્તાક્ષરે લખેલ “બે ફૂલ” થી હું પરિચિત હતો તેથી તેની નોંધ લઇ તેમના 1971 થી અહીંનાં લાંબાં અમેરિકન અનુભવોને ..તેમના ઓશો વાંચન ને અને જૈન તિર્થંકરો વિશેની તેમની માન્યતાઓને માન આપી તેમને તેમના કાવ્ય પઠન માટે આમંત્રણ અપાયુ.

અર્ધો કલાક્નાં તેમના પઠનમાં તેમણે તેમના કાવ્યસંગ્રહ ” ગોરખ ગોપાલમ”માંથી કેટલાંક કાવ્યો વાંચ્યા જેમા-‘ગધેડો’ ‘ચહેરો’ અને ‘ગોરખગોપાલમ’ સૌને ગમ્યા.અન્ય કવિ મિત્રો સર્વ શ્રી સુમન અજ્મેરી. રસિક મેઘાણી,ધીરુભાઇ શાહ,અશોક પટેલ,મુકુંદ ગાંધી,વિજય શાહ,કિરીટ મોદી,શૈલા મુંશા,પ્રવિણા કડકીયા,નીરા શાહ અને દેવિકાબેન ધ્રુવે પણ પોતાની કૃતિઓ રજુ કરી હતી. મહેમાન કવિયત્રી શકુંતલા દેસાઇએ પણ પોતાનુ અંગ્રેજી કાવ્ય સંભળાવ્યુ હતુ.

ગુજરાતી સાહિત્ય સરિતાની શીસ્તબધ્ધતા અને સમયની ચુસ્તતાને મહેમાનો એ વખાણી..અને સાહિત્યની જાણવણીનું કાર્ય અહીં સારી રીતે થાય છે તેવો આનંદનો સુર ઇન્દ્રભાઇનો અને અન્ય મહેમાનો નો હતો. દીપક્ભાઇ એ યજમાન મહેમાન અને સૌ સભ્યોનો આભાર માનીને બેઠક સંપન્ન કરી હતી.

કિરણ શાહ અને નીરા શાહનું આતિથ્ય માણી સૌ સાંજે 6 વાગે છુટા પડ્યા

2 responses so far

2 Responses to “કવિ ઇન્દ્ર શાહ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક માં”

  1. સુરેશ જાનીon 12 Dec 2007 at 8:39 am

    બહુ જ સરસ અહેવાલ. જાણીને આનંદ

  2. Neelaon 25 Jan 2008 at 3:49 am

    આપના અહેવાલો વાંચવાની મઝા આવે છે.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.