Feb 24 2010

સાહિત્ય સરિતાની બેઠક ફેબ્રુઆરી ૨૧,૨૦૧૦

Published by at 10:34 pm under બેઠકનો અહેવાલ

 

 તસ્વીર સૌજન્યઃ જયંત પટેલ

    આજની બેઠક પ્રફુલ્લાબેન પટેલને ત્યાં હતી. ખૂબજ ઉત્સાહ અને પ્રેમથી સહુને આવકાર્યા. સાહિત્ય સરિતામા થોડા વખતથી આવે છે. કિંતુ તેમનો સરળ, પ્રેમાળ સ્વભાવ હ્રદયને સ્પર્શી જાય છે. સભા નો દોર ખૂબ સરસ રીતે સંભાળવામા કિરિટભાઈની ખુલ્લા દિલે હું પ્રશંશા જરૂર કરીશ. તેમની શૈલી અને છટા અનેરા  હતા. સહુએ પ્રેમની પવિત્ર ગંગાની ખુલ્લા મને મોજ માણી.

      સભાની શરૂઆત પ્રવિણા કડકીયાએ તેમની મનગમતી પ્રાર્થના સાથે સહુની સંગમા કરી. પ્રફુલ્લાબહેને સહુનું ઉમળકાભેર સ્વાગત કર્યું. સભાનો દોર કિરિટભાઈના હાથમા સોંપી મિત્રોની રજુઆત આતુરતાપૂર્વક સાંભળવામા તલ્લીન થયા.

વિશ્વદીપભાઈઃ તેમના પ્રેમ વિષેના કાવ્યથી શરૂઆત કરી.-
“દીપ” છે બળીને ખાક થઈ જશે,
 દોસ્તો વચનનો છે એ પાકો
કરે છે કાયમ પ્રેમનો સોદો,
પછી ભલેને આકાશથી અંગાર વરસતા હોય.”

દેવિકા ધ્રુવઃ “જેની વાતો સદીઓથી ચાલી આવી છે પણ તેના શબ્દો મઢાઈ શક્યા નથી.”   “કશ્મકશ”  શિર્ષકવાળું ભાવ ભર્યું ક્રાન્તિકારી કાવ્યની રજુઆત કરી સહુને ખુશ કર્યા.

રસેશ દલાલઃ કાવ્ય નહી પણ સુંદર વાક્યોની રચના કરી નવો ચીલ ચાતર્યો.
કિરિટભાઈનું સંચાલન ખૂબ કુશળ પુરવાર થયું.

” દુશ્મનને જો મિત્ર બનાવવો હોય તો
પ્રેમ તેનું મુખ્ય હથિયાર છે. ” જયંત પાઠકઃ

એક એવી પ્રીત અમે કીધી કે
એકજ ઘુંટમા આખી પ્યાલી પીધી.”  બેફામઃ “

ગમેતે માર્ગ લંઉ મંઝિલ મને ચોપાસ લાગે છે.
તમે જો સાથ હો ત્યારે એવું તો પાસ લાગે છે.”પ્રહલાદ પારેખઃ

‘ એક છોકરી કોરી ગઈ અંતર માંહી દેરી.———–

આવા આવા તો અનેક ઉદાહરણો પુરા પાડી વાતાવરણ રંગીન બનાવવામાં સફળતાને વર્યા.

   પ્રવિણા કડકિયાઃ “પ્રેમ છે જીવનનો મર્મ

                               પ્રેમ છે જીવનનો ધર્મ”  કહી અંતરના ભાવ ઠાલવ્યા.

 

વિજયભાઈ શાહનું અમેરિકન પબ્લીશીન્ગ હાઉસ ઓથર હાઉસ દ્વારા  પ્રથમ ગુજરાતી પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ”  અમેરિકામા પ્રસિધ્ધ થયું તેનું સઘળા મિત્રોએ અવલોકન કર્યું અને વખાણ્યું . સાહિત્ય સરિતા તરફથી વિજયભાઈ શાહને હાર્દિક અભિનંદન.

શૈલા મુન્શાઃ પોતાની સુંદર રજુઆત કરી નાનીમા બન્યાની ખુશી પ્રગટ કરી. પ્રશાંત મુન્શા અને શૈલા મુન્શાને નાના તથા નાની બન્યાના અભિનંદન ! તેમને ત્યાં દિકરીને દીકરી અવતરી છે.

પ્રેમ કાંઈ ત્રાજવે તોળાતો નથી.’
નાનકડી પરી આવી જીવનમા
પ્રેમની પરિભાષા બદલાઈ ગઈ.’

ધીરૂભાઈ શાહઃ

પ્રેમ ત્યાં શાંતિ,
પ્રેમ બજારમાં મળતો નથી, પ્રેમ સહજ અને સ્વાભાવિક છે.
‘ હવા , પાણી અને ખોરાકની જેમ પ્રેમ જીવનની જરૂરિયાત છે. ‘

ધીર -ગંભીરતાથી તેમની થયેલી રજુઆત હ્રદયસ્પર્શી નિવડી.

અશોક પટેલઃ

‘ મનોહર પ્રેમની સીડી જરા છે સાંકડી જોજો
તમે જો ના ચડ્યા હો તો જરા જઈને ચડી જોજો
જરા ચતુરાઈથી ચડતા પડ્યા જે પ્રેમથી પોતે
તમે જો ના પડ્યા હો તો જરા જઈને પડી જોજો’

‘લગ્ન એ પ્રેમનો અંજામ છે મુકામ નથી.’

‘તું ફૂલ બન હું સુગંધ બનું.  ‘

સુરેશ બક્ષીઃ

‘ તમે ના હો તો કેવુ સારુ લાગે છે,

ઘર આખું મારું લગે છે.’

સુંદર ગીત દ્વારા સહુને ડોલાવ્યા આપણા સુરેશભાઈએ.

પ્રેમમા પ્રેમી કહે છે

” આપણે જાણતા નથી એક બીજાનું નામ
ત્યાં આપણી વાત કરે છે આખું ગામ’

કટલાય સુંદર ઉદાહરણો કિરિટભાઈ પિરસતા ગયા.

સહુ પ્રેમના રંગે રંગાયા. દરેક જણે પોતાના ભાવ અભિવ્યક્ત કર્યા.

દિપક ભટ્ટઃ  “રાણકદેવી અને રાખેંગાર, કૃષ્ણ દ્વારા અર્જુન અને સુભદ્રા હરણ” જેવા દષ્ટાંતો સહુએ એક ચિત્તે સાંભળ્યા.

ડો. ઈન્દુબહેન શાહે તો પ્રેમને નિરખવાનો દૃષ્ટિકોણ જ બદલ્યો.

વિનોદભાઈ પટેલે ‘પ્રેમ’ ઉપર સુંદર ચિત્ર રજુ કર્યુ હતું. ઋતુ પ્રમાણે ના રંગો દ્વારા સુંદર અભિવ્યક્તિ કરી હતી.

     નવા સભ્યોને પ્રેમથી આવકારીએ.’

૧. રસિકભાઈ અને નીલાબહેન શાહ ૨.અશોકભાઈ અને મૈથલી શાહ, ૩.જવાહર અને શીલબહેન ગાંધી.

    જૂના સભ્યો નવા વર્ષના સભ્ય પદનું લવાજમ ભરે તેવી વિનંતિ. જેમણે ભર્યા તેમનો આભાર. સહુની હાજરી દ્વારા સભા સોહી ઉઠી અને પ્રફુલ્લાબહેન તથા તેમ્ની પુત્રવધુ અનિતાની પરોણાગતિ માણી રહી. અશોક્ભાઈએ આભાર વિધિ કરી બેઠક દરખાસ્ત કરી. સહુ નાસ્તાપાણીને ન્યાય આપવામાં મશગુલ થયા.  બસ તો હું વિરમું છું. (૧૦૨ બેઠક)

અહેવાલઃ  પ્રવિણા કડકીયા,

4 responses so far

4 Responses to “સાહિત્ય સરિતાની બેઠક ફેબ્રુઆરી ૨૧,૨૦૧૦”

  1. "માનવ"on 25 Feb 2010 at 5:54 am

    ખુબ જ સરસ છે. આપની ૧૦૨ બેઠક…

    ક્યારેક તો એવું થાય છે. કે કદાચ હું પણ હાજર હોત….

    “માનવ”

  2. saryuon 25 Feb 2010 at 10:49 am

    સાહિત્ય મિત્રો,
    બેઠકનો અહેવાલ વાંચી ખુશી થઈ.
    સરયૂ પરીખ
    http://www.saryu.wordpress.com

  3. Shaila munshawon 26 Feb 2010 at 3:29 pm

    ખુબ સુંદર અહેવાલ.

  4. vishwadeepon 28 Feb 2010 at 10:08 pm

    Pravinaben,
    Very good report..meeting was great. Thank you Prafullaben for hosting this GSS meeting. enjoyed your delicious food.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.