Jan 20 2008

વેબ જગતનું ગુજરાતી કી બોર્ડ શોધનારો સંશોધક વિશાલ મોણપરા.

 વિશાલ મોણપરાના ફોન પરિચય પછીતો ઘણા લાંબા સમયે મળવાનુ થયુ અને ત્યારથીજ તેમના વેબ જગતમાં ગુજરાતી કી બોર્ડ ની શોધ વિશે કંઇક લખવા અને તેમની કાવ્ય પ્રવૃત્તિને માણવા હું ઉત્સુક હતો. અને તે તક મળી બે વર્ષ પહેલા જ્યારે તેઓ હ્યુસ્ટ્ન જોબ લઈ સ્થીર થયા. નમ્ર અને મિત્તભાષી વિશાલે એમનુ કી બોર્ડ ઉપરાંત તેમની વેબ શક્તિઓ થી મને ઘણો પ્રભાવિત કર્યો. તેમની તે અદ્વિતીય શોધ વિશે કેટલિક વાતો અત્રે જણાવુ તો નાનપણથી જ તેમને ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ હતો.અને  તે શોખ વેબ સાઈટ ઉપર વિકસતો ચાલ્યો.. વાચક વર્ગ વધતો ચાલ્યો અને દાદ દેનારુ મિત્રવૃંદ વધતુ ચાલ્યુ. સમાચાર પત્રોમાં આવતી કવિતાઓ અને વાર્તાઓ વાંચવાના શોખને લીધે  શબ્દભંડોળ વધતુ  ચાલ્યુ અને અત્યારે એ શોખ ગઝલ લખવાના શોખ રૂપે પુર્ણપણે વિકસ્યો છે. લગભગ ત્રણેક વર્ષ પહેલા વિશાલે તેમની  વેબસાઇટની પ્રથમ આવૃત્તિ બનાવી કે જેમાં  દરેક ગઝલને તેઓ ટાઇપ કરીને તેને ચિત્રમાં રૂપાંતર કરીને વેબસાઇટ પર મુકતા હતા. ગઝલને ટાઇપ કરવા માટે તે નોન-યુનિકોડ ફોન્ટ વાપરતા હતા. આ સમયે માત્ર આંગળીના વેઢે ગણાય એટલી જ ગુજરાતી વેબસાઇટ હતી  અને તે જોવા માટેના ફોન્ટ પણ તમારા કમ્પ્યુટરમાં નાખવા પડતા હતા ત્યારબાદ તે વેબસાઇટની બીજી આવૃત્તિ મુકી પરંતુ તેમાં પણ ચિત્રરૂપે જ તેમની ગઝલો ને મુકતા હતા. પરંતુ હવે તેમનુ લખવાનું એટલું વધી ગયુ હતુ અને ગુજરાતી શબ્દોને ટાઇપ કરવા શોધવા પડતા હોવાથી ગઝલને ટાઇપ કરવા માટે ખુબ જ સમય આપવો પડતો હતો. આ સમયે તેમને વિચાર આવ્યો કે જો આના કરતા તો આપણે જેમ ગુજરાતીને અંગ્રેજીમાં લખીએ છીએ તેમ જ જો ગુજરાતીમાં ટાઇપ પણ કરી શકતા હોત તો ખુબ જ આસાની હોત. તેમણે  વિવિધ વેબસાઈટ પર આ પ્રકારના પ્રોગ્રામની શોધ કરવા માંડી પરંતુ સફળતા મળી નહી. 

આ જ અરસામાં તેમને ગુજરાતી યુનિકોડ વિશેની માહિતી પ્રાપ્ત થઇ. ત્યાર બાદ ખુબ જ જહેમત બાદ એક એવો ગુજરાતી ટાઇપ કરવા માટેનો પ્રોગ્રામ બનાવવામાં સફળતા મળી કે જેમાં આપણે જે રીતે ગુજરાતી બોલીએ છીએ એ જ રીતે જો તેને અંગ્રેજીમાં લખવામાં આવે તો લખેલા અંગ્રેજી શબ્દોને તરત જ ગુજરાતી શબ્દોમાં ફેરવે છે જેમ કે તે જો “kaatara” એમ લખે તો આ પ્રોગ્રામ તરત જ લખેલા અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં “કાતર” માં ફેરવે છે.. વળી જોડીયા શબ્દો લખવા પણ એટલા જ સહેલા છે જેમ કે “shabda” લખવાથી “શબ્દ” લખાય છે. એક વાર ગુજરાતી ટાઇપનો પ્રોગ્રામ પુરો થયો કે તેને અન્ય ભારતીય ભાષાઓ માટે પણ એવો જ પ્રોગ્રામ બનાવવાની ઇચ્છા જાગી અને તેથી આવો જ પ્રોગ્રામ તેણે હિન્દી, બંગાળી, કન્નડ, મલયાલમ, પંજાબી, તેલુગુ અને તમિલ ભાષા માટે પણ લખ્યો છે. તેમના આ પ્રોગ્રામને તેમની વેબસાઇટ પર અન્ય વ્યક્તિઓ વાપરી શકે એ માટે મુક્યો છે કે જે અહીં (http://demo.vishalon.net/GujaratiTypePad.htm) ક્લિક કરવાથી મળી શકે છે. આ પ્રોગ્રામ ગુજરાતી યુનિકોડ વાપરતો હોવાને કારણે ગુજરાતી વાંચવા માટે કોઇ પણ ફોન્ટ નાખવા પડતા નથી અને તેથી જ ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં જાણે કે એક ક્રાંતિ જ આવી ગઇ.  આ પ્રોગ્રામથી ગુજરાતી લખવાની સરળતાને કારણે ગુજરાતીમાં કેટલીયે વેબસાઇટો શરૂ થઇ છે. અત્યારે ગુજરાતીની કોઇ પણ નામાંકિત વેબસાઇટ લો પછી તે ટહુકો, લયસ્તરો, રીડ ગુજરાતી કે ગુજરાતી સાહિત્ય સરિતા હોય દરેકમાં ગુજરાતી ટાઇપનો આ પ્રોગ્રામ વપરાય છે. 

ત્યાર બાદ શ્રી રસિક મેઘણી, કીરિટ ભક્ત,પ્રવિણા કડાકીયા સર્યુ પરીખ અને ગીરિશ દેસાઈ તથા મારા જેવા કેટલાય લેખકોએ જણાવ્યુ કે તેમની પાસે ગુજરાતીમાં ઘણુ જ લખાણ છે પરંતુ નોન-યુનિકોડ ફોન્ટમાં છે અને જો વિશાલ્ આ લખાણને યુનિકોડમાં ફેરવવા માટેનો પ્રોગ્રામ બનાવે તો તે ઘણો જ ઉપયોગી થઇ પડશે. તેમના સુચન મુજબ  વિશાલે કુલ છ પ્રચલિત નોન-યુનિકોડ ફોન્ટને(જેવાકે ગોપીકા,કૃષ્ણા,ગોવિંદા,હિતાર્થ, શેફાલી અને વકીલ) યુનિકોડ ફોન્ટમાં રુપાંતર કરવાનો પ્રોગ્રામ બનાવ્યો કે જે હાલ અહીં (http://www.gurjardesh.com/tabid/171/Default.aspx) ક્લિક કરવાથી મળી રહેશે. વિશાલને છેલ્લા બે વર્ષથી ગુજરાત કી બોર્ડને કારણે  આખા વિશ્વમાં તેને ઓળખનારાઓની સંખ્યા લાખોમાં છે. છેલ્લ બે વર્ષોમાં વધતી જતી ગુજરાતી વેબ સાઈટો અને તેના મુલાકાતીઓ તેમના પ્રતિભાવો, ગુજરાતી ઈ મેલ અને પ્રિંટીંગનાં ક્ષેત્રોમાં આ શોધ ઘણા વિદેશીઓને આશિર્વાદ સમાન થઈ ગઇ છે.સીનીયર સીટીજનોમાં પણ તેમની આ શોધને કારણે દાદા અને દિકરા કોમ્પ્યુટર ઉપર સાથે ગુજરાતી શીખે છે અને દિકરો દાદાને અંગ્રેજી કે કોમ્પ્યુટર ઉપર વાતો  કરતા શીખવે છે. આશા રાખુ કે વિશાલ અને તેના જેવા ટેકનો ક્રેટ યુવા પેઢી, ગુજરાતીભાષાનાં ખમીરને સાચવે અને સંવર્ધન્માં સહાય રુપ બને.વિજય ડી.શાહ
હ્યુસ્ટન ટેક્ષાસ 

For more details. Vishal Monpara

1000 Farrah Ln # 1236
Stafford, TX

– 77477
(C) 361-288-0001
http://www.vishalon.net
http://www.codaddict.com

vishal-monparaoutput.pdf

(Gujarat times has accepted this article

9 responses so far

9 Responses to “વેબ જગતનું ગુજરાતી કી બોર્ડ શોધનારો સંશોધક વિશાલ મોણપરા.”

 1. devikaon 22 Jan 2008 at 12:12 pm

  વિશાલ માટે વાપરેલ વિશેષણ બિલકુલ બરાબર છે….નમ્ર અને મિતભાષી….સાચે જ ખુબ ખુબ અભિનંદનને પાત્ર છે.

 2. nilamhdoshion 28 Jan 2008 at 9:12 am

  congrats, vishalbhai… and vijaybhai too.

  nice work. must be appriciated.

 3. Neelaon 12 Feb 2008 at 10:25 am

  વિશાલભાઈનો ખૂબ ખૂબ આભાર.

 4. pravina Avinash Kadakiaon 19 Feb 2008 at 12:21 am

  ‘વિશાલ’ નું સુંદર વિશાળ કાર્ય
  ગુજરાતી ભાષામાં અજોડ કાર્ય

  ખૂબ ખૂબ અભિનંદન

 5. Rajendra Trivedi, M.D.on 07 Apr 2008 at 2:15 am

  વિશાલભાઈનો ખૂબ ખૂબ આભાર.

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 6. Girish Desaion 07 Apr 2008 at 12:43 pm

  શ્રી. વિશાલ ભાઈ,
  જેમ શ્રી, નર્મદાશંકરે એક્લે હાથે ગુજરાતી કક્કાવારી શબ્દકોશની રચના કરી માતૃભાષાની સેવા કરી તેમજ તમે ” યુનીકોડ ફોન્ટની” રચના કરી માતૃભાષની જે સેવા કરી છે અને હજી પણ તેમાં રહેલી ક્ષતિઑ દૂર કરવાનો પ્રયાસ જારી રાખ્યો છે તે બદલ આખો ગુજરાતી સમાજ તમારો આભરી છે.તે માટે તમને ખૂબ ખૂબ અભિનંદ.
  તમારા ગુજરાતી ભાષા અને કોપ્યુટર ઉપરના પ્રભુત્વને કારણે તમને એક વિનંતી કરવાનું સાહસ કરું છું. અંગ્રેજીની જેમ ” યુનીકોડ ફોન્ટમાં “પોસ્ટ સ્ક્રીપ્ટ, સબ સ્ક્રીપ્ટ ,ફૂટ નોટ,અંડર લાઈન “વગેરેની સવલત કરી શકો તો લખવામાં ઘણી સુવિધા થાય.

  ગિરીશના યથા ઘટીત

 7. માવજીભાઈon 12 Sep 2008 at 5:29 pm

  શ્રી વિજયભાઈ,

  શ્રી વિશાલભાઈએ સામાન્ય માણસો માટે કોમ્પ્યુટર પર ગુજરાતી ભાષાનો ઉપયોગ આસાન બનાવતું ગુજરાતી ટાઈપ પેડ બનાવી ખરેખર અદ્‍ભૂત કામ કર્યું છે. હવે તો તેમનું ટાઈપ પેડ વિકસીને અનેક ભાષાઓ માટેનું ‘પ્રમુખ’ વર્ડ પ્રોસેસર બની ગયું છે. તેમનું જાવા ભાષા પરનું પ્રભુત્વ જબ્બર છે.

  હજુ તેઓ આવી વધુ ને વધુ ભેટ આપી ગુજરાતી વેબ સાઈટોના નિર્માણને અને ગુજરાતી વેબ સાહિત્યના વિકાસને વધુ વેગ આપે તેવી મારી શુભેચ્છા છે.

  -માવજીભાઈના પ્રણામ
  (http://www.mavjibhai.com)

 8. “માનવ”on 25 Feb 2010 at 11:11 pm

  વિશાલભાઇ એ તો આ શોધથી ગુજરાતી સાહીત્યને વેબ જગતમાં “કણ માથી મણ” જેટલુ બનાવવામાં ખુબ જ મદદ કરી છે..

  એક જમાનો હતો કે કવિતાતો સ્કેન કરી ને Jpg સ્વરુપે અપલોડ કરાતી હતી અને આજે એક જમાનો છે કે
  મારા જેવો ટેણીયો પણ પોતાની વેબસાઇટ બવાવી નાખે છે…

  Spacially Thnx to Mr. Vishal Monpara

  “માનવ”

 9. Dr P A mevadaon 18 May 2010 at 11:58 am

  Vishalbhai has really done a great service to Gujarati language. We are all proud of him.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.