Nov 17 2020
બેઠક નં ૨૧૪ની જાહેરાત
નવેમ્બર ૨૨ ગુ.સા.સ. બેઠક
મિત્રો,
ગુ.સા.સ. બેઠક.
તા.૨૨/૧૧/૨૦૨૦
સમય – ૨.૦૦ થી ૪.૦૦
આ મહિનાની ૨૨ મી નવેમ્બરને રવિવારના દિવસે યોજવામાં આવેલ બેઠકમાં ચાર જુદા જુદા રસસભર ઉપક્રમ રાખ્યા છે.
૧. ગઝલકાર શ્રી અદમ ટંકારવીની ગઝલ/હઝલ સાંભળવાનો ઉપક્રમ
૨-સાહિત્ય સરિતાના સભ્યોની રજૂઆત.
૩-આયોજિત પ્રશ્નોત્તરી અને ફરમાઈશ.
૪- ગુજરાતી ભાષા માટે બાળકોને પ્રેરિત કરવાનું સુંદર કામ કરનાર મોણપરાની ટીમને આમંત્રણ.
આપને શ્રી અદમભાઈને ગઝલ વિષયક કંઈ પ્રશ્ન પૂછવો હોય કે આપની પસંદગી મુજબની તેમની કોઈ ગઝલ સાંભળવાની ફરમાઈશ કરવી હોય તો સૌને માટે મંચ open છે. આ અંગે વિનંતી કે ગુરુવાર સુધીમાં જાણ કરશો જેથી સમિતિને આયોજનમાં સુવિધા રહેશે.
તે સમયે તત્કાલ કોઈની પણ માંગણી સ્વીકારવાની મુશ્કેલ બનશે તેથી ગુરુવાર સુધીમાં જાણ જરૂર કરશો.
પ્રમુખ – શૈલાબહેન મુન્શા -smunshaw22@yahoo.co.in -832 731 4206
ઉપ પ્રમુખ- ચારુબહેન વ્યાસ – cnvys2@gmail.com 832 618 6520
હું હાજર રહીશ અને ‘પ્રશ્ન તથા ફરમાઈશી ગઝલ’માં ભાગ લઈશ.