Jun 02 2023
૨૪૪મી બેઠકઃ ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન નો અહેવાલ
ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનઃ
૨૪૪મી બેઠકનો અહેવાલઃ મીનાબહેન પારેખ
ગુજરાતી સાહિત્ય સરિતાની આ બેઠક પર્યટન સ્વરૂપે, દિનાંક ૨૦મીમે , ૨૦૨૩ના રોજ સુગરલેન્ડ ખાતે આવેલા Lost Creek Parkમાં યોજાઈ હતી. સમય હતો, સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી.
નસીબજોગે હવામાન ખુશનુમા હતું અને સભ્યોનો ઉત્સાહ અનેરો હતો . લગભગ ૮૦ જેટલા સભ્યોએ પિકનિકનો લાભ લીધો. એકબાજુ ગરમાગરમ ચા- નાસ્તો અને બીજી તરફ ઠંડા પાણીની વ્યવસ્થા હતી. અને હંમેશ મુજબ એક મેજ પર સભ્યપદને લગતી કાર્યવાહી શ્રી પ્રફુલભાઈ ગાંધી હસ્તક હતી અને સાઉન્ડ સિસ્ટમની ગોઠવણી શ્રી પ્રકાશભાઈ મજમુદાર હસ્તક હતી.
શરૂઆતના આનંદ-મિલન બાદ પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે ત્યાં ઉપસ્થિત સૌ સભ્યોનું સ્વાગત કર્યું અને શ્રીમતી મોનિકા બહેને સરસ્વતી વંદનાથી બેઠકનો પ્રારંભ કરાવ્યો. સાથે સૌ સભ્યો પણ જોડાયા અને , “યા કુંદેન્દુ તુષારહાર”ના મંગલ મંત્રોચ્ચારથી પેવિલિયન ગુંજી ઊઠ્યું. તે પછી ભારતીબહેને સૌને આ વર્ષની કાર્યવાહક સમિતિનો પરિચય કરાવ્યો. નવા સભ્યોએ પોતપોતાનો પરિચય આપ્યો.

તે ઉપરાંત જમણવારના પ્રાયોજક શ્રી યોગેશભાઈ અને કામિનીબહેન ગાંધીનો તથા હરહંમેશ ઉત્સુકતાથી સેવા આપનારા અન્ય સભ્યોનો ખાસ આભાર માન્યો. સર્વે સભ્યોને પર્યટનના નિમંત્રણનો સમયસર પ્રત્યુત્તર આપવા બદલ અભિનંદન આપ્યા. અને સૌને જણાવ્યુ કે આ પ્રમાણે જ સભ્યો અગાઉથી પોતાની પ્રસ્તુતિ માટે જાણ કરતા રહે તો સભાનું આયોજન સરળ રહે.
ત્યારબાદ કાર્યક્રમ શરુ થયો. વિષય હતો માતૃદિન ( ‘મધર્સ ડે ‘). સૌ પ્રથમ શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ તેઓના સ્વરચિત કવિતા સંગ્રહમાંથી મા વિષે એક કવિતા રજૂ કરી.

મા શબ્દ કેટલો મીઠો અને માનું કામ કેટલું મહાન.
દીકરો પૂછે છે, મા વેકેશન એટલે શું? જવાબ મળે છે, દીકરા મને શું ખબર, હું તો મા છું!!
સૌએ તાળીઓના ગડગડાટથી તેમની કૃતિને બિરદાવી.
તે પછી આપણા ખજાનચી શ્રી પ્રફુલભાઈએ પણ એક કવિતા વાંચી સંભળાવી . કવિતાના રચયિતા છે, શ્રી રશ્મિકાન્ત શાહ , જે હવે હ્યુસ્ટનમાં નથી રહેતા પણ સરિતાની પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લે છે, અને (શેરગુલ ) ઉપનામથી રચનાઓ કરે છે. તેમની કવિતા પણ સૌએ તાળીઓથી વધાવી.




ખુબ જ સુંદર અહેવાલ મીનાબેન. શુદ્ધ ગુજરાતી અને એકદમ આબેહૂબ વર્ણન. પીકનીકમાં ન આવ્યા હોય તેમને પણ વાંચીને અફસોસ થઇ જશે.
ખરેખર પીકનીક ખુબ જ સરસ રહી. બધા સભ્યોએ ખુબ જ આનંદથી ભાગ લીધો અને ફરી ક્યરે આવી પીકનીક કરીશું એની રાહ જોઈ રહ્યા છે.
મીનાબેન સુંદર અહેવાલ લખવા બદલ ખુબ ખુબ અભિનંદન અને આભાર!!
સાથે સાથે યોગેશભાઈ અને કામિનીબેનનો, બધા જ વોલેન્ટીયર ભાઈ બહેનોનો અને સભ્યોનો પણ ખુબ ખુબ આભાર!!
આ અહેવાલ લખ્યા પછી એને મઠારી આપવા બદલ અને ફોટા સાથે આપણા બ્લોગ પર મૂકી આપવા બદલ દેવિકાબેનનો પણ ખુબ ખુબ આભાર!! બધાના સાથ સહકારથી અમારું કામ ખુબ જ સરળતાથી થઇ શકે છે.
આભાર સહ
ભારતી મજમુદાર.
સંપુર્ણ માહિતી સાથીનો સુંદર અહેવાલ.અભિનંદન🙏🏻
VERY NICE REPORT. WE ENJOYED THE MEETING VERY MUCH. THANKS TO DONORS.
મીનાબહેન,
સુંદર અને માહિતી સભર અહેવાલ લખવા બદલ ખૂબ અભિનંદન. સાચે જ ત્યાં હાજર ન રહેવાનો અફસોસ રહેશે. ગુ.સા.સ. ના સભ્યો આમ જ સાહિત્ય સાથે મજા પણ કરતાં રહે એ જ શુભકામના.