Oct 27 2012

ઓક્ટોબર૨૦૧૨ બેઠક્નો અહેવાલ -ચીમન પટેલ ‘ચમન

Published by at 9:18 am under બેઠકનો અહેવાલ

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા

વિષયઃ આકાશ અને માનવ

યજમાનઃ સ્મીતાબેન અને જયંત પટેલ

હાજર સભ્યોની સંખ્યાઃ ૧૮ (નવરાત્રી, સમાજની નવી જમીનનું ભૂમિપૂજન વ.વ. કારણે ઘણા સભ્યો આવી શક્યા નો’તા)

નવોદિતઃ તનુજ મકાતી(યજમાનના મહેમાન)

કૃતિ રજૂ કરનારની સંખ્યાઃ ૧૧

સભા સુકાનઃ ચીમન પટેલ ‘ચમન ‘(યજમાનના આગ્રહથી)

સભાની શરુઆતઃ સામાન્યે પ્રાર્થનાથી શરુઆત કરાય છે. કોઇ એક વ્યકતિ આ કામ ઝીલી લે છે. આ વખતે, દરેકને પ્રાર્થનાની કોપી આપવામાં આવી, “અસત્યો માંહેથી..” પ્રાર્થના સહુના સહિયારા કંઠે ગવાઇ. કીબોર્ડ પર સુર આપ્યો ચીમન પટેલ “ચમન”ને અને એક “નાગિન મુવી”ની ધૂન વગાડી, સભાના વિષયપર સહું આવ્યા.

શૈલા મુનશાઃએમણે “માનવી” ઉપર ૧૦ લીટીની ગઝલ રજૂ કરી હતી એમાંથી એક શેર જોઇએ.

ઉભો સુકાની ઝાલીને સઢ, કિનારો નજર સામે,

ડુબી એ નાવ, ક્ષણમાં લાવે સુનામી  એ કુદરત.

ડો.ઇન્દુબેન શાહઃ એમણે “ આકાશ અને માનવ” પર લેખ રજુ કર્યો. એમાંથી થોડુંક વાંચીએ;

….જ્યાં નજર પહોંચે ત્યાં બધે આકાશ. આપણે મકાન બાંધીએ એટલે આકાશ ઘરમાં અને બહાર.. આપણે એને બાંધીએ છીએ.

પરન્તું આકાશ ક્યાંથી શરુ કે ક્યાં પૂરું………

પ્રકાશ મજમુદારઃ એમના કંઠે સાંભરી સૌએ ‘આદિલ મનસુરી’ની એક ગઝલ

ધીરૂભાઈ શાહઃ એમની આગવી શૈલીમાં ગંભીર ત્રણેક કૃતિઓ રજુ કરી.

ફત્તેહઅલી ચતુરઃ એમની લાક્ષણિક શૈલી અને મુદ્રા સાથે રજુ કરી કોઇની દિલને સ્પર્શતી કવિતા.

અશોકભાઇ પટેલઃ કોઈ કવિનો શેર કહ્યો અને કોઇ કવિના શેર પરથી બનાવેલ પોતાનો શેર રજૂ કર્યો.

રક્ષાબેન પટેલઃ  ગઇ સભામાં ચીમન પટેલે એક હાઇકું આપીને એને તાનકામાં પુરુ કરવા ‘હોમ વર્ક” આપ્યું હતું એ રજુ કરાયુઃ

ગગનચૂંબી

ઇમારતો જોઉ હું,

બુરખામાંથી-

અંર્તમુખ થઇને,

જોઉતો પ્રભું પ્રેમ.

ચીમન પટેલનો તાનકા હતોઃ

ગગનચૂંબી

ઇમારતો જોઉ હું,

બુરખામાંથી-

રૂપાળી તો હું નથી,

આ બંધન શા માટે?

પ્રશાન્તભાઇ મુનશાઃપ્રેસીડન્ટ વિશ્વદીપભાઇનો સંદેશો એમણે વાંચી સંભળાવ્યો સૌને. રમુજી ટૂચકાઓ ઉમેરી હાસ્ય પણ પીરસ્યું.

મનસુખભાઇ વાઘેલાઃ ‘મૃગાંક શાહ્ની એક ગઝલ વાંચી સંભળાવી.

એમાંથી આ બે શેરઃ

મરઘી ભલેને કાળી હોય, એના ઇંડાં તો ધોળા જ હોય,

મંદિરમાં તો કેટલાય જાય, સાચા ભકતો તો થોડા જ હોય.

બુદ્ધિશાળી તો માંડ એક બે, મૂર્ખાઓના તો ટોળા જ હોય,

સમયસર આવનારા ભાગ્યે, મોટા ભાગના મોડા જ હોય.

વિજયભાઇ શાહઃ અગાઉથી માગેલી ૫ મિનિટમાં એમણૅ “એમેઝોન” પરની “ઇ” બુક્ની સુરેશભાઇ બક્ષીના સ્વપ્નની વાત છેડી અને આ અંગે સાથે લાવેલ પુસ્તકો જોઇને આ કાર્યમાં જોમ લાવવા પસાર કર્યા. આ કાર્યમાં એઓં હવે થાકી ગયા છે નો સુર સાંભળવા મળ્યો!

સુરેશભાઇ બક્ષીઃફોટાઓ સાથે કાવ્યો આપવાની ટહેલ કરતાં દાખલારૂપ ઉદારણો વાંચી સંભળાવ્યા.  એમણે રજૂ કરેલ શેર છેઃ

આ જીવન જીવતાં જીવાઇ ગયું,

સહતાં સહતાં એ સહેવાઇ ગયું,

અમારી લાચારીની શું વાત કરવી-

હસતાં હસતાં પણ હરદમ રોવાઇ ગયું!

ચીમન પટેલ “ચમન”; બે વક્તાઓની વચ્ચે હાસ્યના ટૂચકાઓ આપવાની સાથે “દિવાળી” કાવ્ય અને કોઈના ગંભીર કાવ્યની સામે પોતાનું રમુજી કાવ્ય વાંચી સંભળાવ્યું .વચમાં વચમાં  “પન્ના નાયક”ના થોડાક હાઇકુ, દાખલારૂપ બની રહે માટે વાંચી સંભળાવ્યા.

નોધઃ વિશ્વદીપભાઇની ગેરહાજરી દરમ્યાન ‘કોરડીનેટરનું” સુકાન  સંભાળશે; શૈલાબેન મુનશા અને ડો.ઇન્દુબેન શાહ.

બંનેને ધન્યવાદ બધા વતી.

ફોટા વિધિ અને અલ્પાહાર કરી સહું વિખરાયા.

હેવાલઃ ચીમન પટેલ “ચમન”

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.