Nov
20
2016

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૮મી બેઠકનુ આયોજન સુગરલેન્ડના કોમ્યુનીટી સેન્ટરમા તા ૧૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ યોજવામા આવ્યું હતું.
આ બેઠકના મુખ્ય મહેમાન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડો. બળવંતભાઈ જાની હતા.
સાહિત્ય સરિતાના પ્રમુખ ઈન્દુબેન શાહે મહેમાનને આવકાર્યા અને સમુહ પ્રાર્થનાથી બેઠકનો શુભારંભ કર્યો.
મુખ્ય મહેમાનની મહેચ્છા મુજબ સભાના પ્રથમ દોરમા હ્યુસ્ટનના કવિ,લેખકોએ પોતાની કૃતિની રજુઆત કરી.
મનસુખભાઈ વાઘેલાએ એમની કાર્નિવલ ક્રૂઝની સફર દરમ્યાન સ્ફૂરેલું કાવ્ય “જળમાં છબછબતી ઝીણી માછલીઓ” રજૂ કર્યું.
વિજયભાઈ શાહે મહાગ્રંથના ભગીરથ કાર્યના સંકલન માટે પ્રેરણા આપવા અને ડાયેસ્પોરા સર્જન માટે શ્રી બળવંતભાઈનો આભાર માનતા અત્યારની અમેરિકાના પ્રમુખની ચુંટણી વિશે એક હળવું કાવ્ય રજૂ કર્યું ” ચુંટણીના દિવસોમા એ બહુ ડરી”
મનોજભાઈ મહેતાએ પોતાની સ્વરચિત ગઝલ રજુ કરી.
“મળો નહિતો મળવા કહી જો,
વ્રજ સમો હાથ હવે ગ્રહી જો!”
સાહિત્ય સરિતાના વડીલ શ્રી ધીરૂભાઈ શાહે દિવાળી વિશે સરળ ભાષામા કાવ્ય દ્વારા પોતાના વિચાર વ્યક્ત કર્યા. “દિવાળીના દિવા એટલે માણસાઈના દિવા”.
પ્રવિણાબેન કડકિયાએ હળવી શૈલીમા દિવાળી અને ટ્રમ્પને જોડતું રમૂજી કાવ્ય રજૂ કર્યું.
“દિવાળીને દિવાળી તું કેવી નખરાળી”
શૈલાબેન મુન્શાએ નવા વર્ષને આવકારતું કાવ્ય રજુ કર્યું,
“આવ્યું આ નવલું વર્ષ સામે, કરૂં કામના બનુ પર મારા તારાથી,
હર દિન લાવે શાંતિ મુજ જીવનમાં ને, સ્પર્શ એ પારસમણિનો વ્યાપે સમસ્ત જગમાં”
દેવિકાબેન ધ્રુવે પોતાની વૈવિધ્ય ભરેલી ત્રણેક કૃતિ રજુ કરી.
૧-શિખરણી છંદમા લખાયેલું સોનેટ ” જૂની મારી પ્યારી શિશુવયની શેરી ફરી મળી”
૨ – સ્વરચિત ગઝલ “સમંદરને અંદર સમાવી દીધો છે,”
૩- Waltor de la mare નુ અંગ્રેજી કાવ્ય પોતાની અનેરી છટાથી રજૂ કર્યું અને એનો ગુજરાતી ભાવાનુવાદ પણ સંભળાવ્યો.
“when the last of gloaming’s gone,
when the world is drowned in night”
ઈન્દુબેન શાહે દિવાળીના તહેવાર વિશે કાવ્ય રજૂ કર્યું. ” દિવાળી આવી બનીને ઝગમગ દિવડાં”.
ફતેહઅલીભાઈએ વિષ્ણુ સક્સેનાની કવિતા “रेत पर नाम लिखने से क्या फायदा, एक आयी लहर कुछ टिकेगा नही” ભાવવાહી સ્વરે સંભળાવી.
હસમુખભાઈ દોશીએ “દુઃખ મુક્તિનો માર્ગ” પુસ્તકના અંગ્રેજી અનુવાદ ” The path of freedom from sorrow” વિશે વાત કરી.
હિંમતભાઈ શાહે “સફેદ સાડી સરી પડે” કાવ્ય રજુ કર્યું.
મુકુંદભાઈ ગાંધીએ ગુજરાતના વિકાસની વાત કરી.
સતીશભાઈ પરીખે કટાક્ષમય કાવ્ય રજુ કર્યું “સાહેબે સુપડાં સાફ કરી નાખ્યા”.
નુરૂદિનભાઈ દરેડિયાએ કવિ મુકેશ જોશીનુ કાવ્ય “ખોટું ન લાગે તો એક વાત કહું” રજૂ કર્યું.
સભાનો પ્રથમ દોર અહીં સમાપ્ત થયો.
ફતેહઅલીભાઈએ મુખ્ય મહેમાનનો પરિચય આપતા બળવંતભાઈની સિધ્ધિનો ઉલ્લેખ કર્યો. એમણે ગુજરાતીમા Ph.D તો કર્યું જ છે પણ સાથે Ph.Dના વિધ્યાર્થીઓને પણ ભણાવે છે. એમનું પોતાનું રીસર્ચ તો ધાર્મિક ગીતો, દુહા, સંત સાહિત્ય, ચારણી સાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય પર તો ચાલુ જ છે, સાથે સાથે ડાયેસ્પોરા સાહિત્ય સર્જનનુ ભગીરથ કાર્ય હાથમાં લીધુ છે. વિદેશમા વસતા લેખક, કવિઓના સાહિત્ય હસ્તાક્ષરોને વધુ માવજત મળે અને એ સાહિત્ય વધુ વાંચકો સુધી પહોંચે એ જ એમની મનોકામના છે.
શ્રી બળવંતભાઈએ પણ એજ વસ્તુ પર ભાર આપ્યો કે સાહિત્યને વધુ માવજત આપવા જો એમની સાથે એક વર્કશોપનું આયોજન કરવામાં આવે તો લેખકોને વધુ માર્ગદર્શન મળે. લેખકો સાથે વાર્તાલાપ, લખાણને મઠારવા એમણે કવિ ઉમાશંકર જોશીના નિબંધનો દાખલો આપ્યો “છેકો,ભૂંસો અને ફરી લખો.” જો દરેક લેખક આ રિયાઝ કરે તો ડાયેસ્પોરા સાહિત્યમા ઘણુ કામ થઈ શકે.
ગુજરાતી સાહિત્ય સરિતા માટે ગૌરવની વાત છે કે બળવંતભાઈએ આપણા લેખકોમાંથી વિજયભાઈ અને દેવિકાબેનના સર્જનને એમના ડાયેસ્પોરા સંકલનમા સ્થાન આપ્યું છે.
સભાના અંતે સતીશભાઈએ આભાર વિધી કરી અને આપણા વરિષ્ઠ ફોટોગ્રાફર જયંતભાઈએ બેઠકની યાદગીરી રુપે સમૂહ ફોટો લઈ સભાની સમાપ્તિ કરી.
સર્જન પ્રક્રિયા વધુ વિકસાવવાના પ્રયાસો કરવા એની સુંદર માહિતીસભર વાતો પછી આજની સભાના યજમાન શ્રી બરકતભાઈ ચારણિયા તરફથી છોલે, પુરી,પુલાવ અને શીરાનુ ભોજન લઈ સહુ છુટા પડ્યા.
અસ્તુ,
શૈલા મુન્શા તા.નવેમ્બર ૧૩ ૨૦૧૬
Leave a Reply