Jun 26 2019

ગુજરાતી સાહિત્યસરિતા,હ્યુસ્ટન-૧૯૮મી બેઠકનો અહેવાલ-શૈલા મુન્શા

Published by at 2:26 pm under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન- અહેવાલ-શૈલા મુન્શા

તા. ૨૩મી જૂન રવિવારે સાહિત્ય સરિતાની ૧૯૮મી બેઠકનુ આયોજન સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ વખતની બેઠક અનોખી હતી. વિવિધતામાં એકતાની જેમ, આ વખતની બેઠકમાં ભાષાના વૈવિધ્ય સાથે વક્તાઓને સાહિત્ય પણ ગીત, સંગીત, ગઝલ, નિબંધ જેવા વિવિધ રૂપે રજૂ કરવાની છૂટ આપવામાં આવી હતી.


ઉનાળાની અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખી છાશ અને હળવા નાસ્તાથી સભ્યોને આવકારી સમયસર બેઠકની શરૂઆત કરવામાં આવી.
પ્રમુખશ્રી અલીભાઈએ दया कर, दान भक्तिका, हमें परमात्मा देनाનવા પ્રકારની સમુહ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી.

             


દર મહિને કશુંક નવું કરવું એ મંત્રને, એ વિચારને સરિતાના સભ્યોએ ખુબ ઉત્સાહથી વધાવી લીધો છે અને સમયસર આવી કાર્યક્રમને સમયસર શરૂ કરવામાં અને હમેશ મદદ માટે તત્પર રહેતા સભ્યોને આવકારી, નવા મહેમાનોનુ સ્વાગત કરી પ્રમુખશ્રીએ સરસ્વતી વંદના કરતી સુંદર શાયરી રજૂ કરી.
शारदा और सरस्वतीका आचरण करते हैं,
साहित्यकी मंगल सीमा में हम प्रवेश करते हैं,
दो अपना आशीर्वाद ईन साहित्य प्रेमी ओ को,
आज की सभा का हम श्री गणेश करतें हैं!


ત્યારબાદ આજની બેઠકના સૂત્રધાર શ્રીમતી ભાવનાબહેનને સભાનુ સુકાન સંભાળવા આમંત્ર્યા. ભાવનાબહેને આ બેઠક માટે સૂત્રધાર બનવા તૈયાર થયા પછી એમની તૈયારી અને સભાનુ સંચાલન ઘડિયાળને ટકોરે કરી સમયસર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા સાથે વક્તાને આમંત્રણ આપતા એમની વિશેષતાનો ઉલ્લેખ એમની આગવી શૈલી અને સંગીતમય રીતે કરી સભાની રોનક વધારી દીધી.
ડો. રમેશભાઈ વ્યવસાયે ડોક્ટર હોવા છતાં વાંચનના શોખીન અને રતિલાલ બોરીસાગરના હાસ્યલેખમાંથી પુરૂષો માટે જ વપરાતા શબ્દોનો રસથાળ આજે પીરસશે કહી ભાવનાબેને ડો. રમેશભાઈનુ સ્વાગત કર્યું.
અમુક અક્ષરો અને શબ્દો ફક્ત પુરૂષો માટેજ હોય છે અને એનુ સ્ત્રીલિંગ નથી હોતું (ઢ, ઢગો,વાંઢો, ઘાંઘો) એના દાખલા આપી રમેશભાઈએ શ્રોતાઓને હાસ્યરસમાં ડૂબાડ્યાં અને આ અન્યાય સામે પુરૂષો ક્યારે જાગશે?” એ રતિલાલ બોરીસાગરના સવાલનો ઉલ્લેખ કરી સહુને વિચાર કરતાં કરી દીધાં.

હમણા જ અમેરિકામાં ફાધર્સ ડે ઉજવાયો અને પિતાને સંબોધતી રચના પિતૃદેવાય નમઃજનાર્દનભાઈએ રજૂ કરી.નિખીલભાઈ મહેતાએ ભાષાના વૈવિધ્યને માન આપી, બે અંગ્રેજી કાવ્યો “The Last Time and The Crazed One” સુંદર રીતે રજૂ કર્યાં .

સંસ્થાના જૂના સભ્ય પણ હાલમાં ઑસ્ટીન સ્થાયી થયેલ સરયૂબેન પરીખની ઓળખ કરાવતાં જણાવ્યું કે સરયૂબેન આધ્યાત્મિક, ભક્તિ, પ્રેમ જેવા વિવિધ વિષયોને પોતાના કાવ્યોમાં આવરી લે છે, અને ગુજરાતી અને અંગ્રેજીમાં એમની નવલકથા અને કાવ્યોના પુસ્તકો પ્રસિધ્ધ થયાં છે.
સરયૂબેને પોતાના થોડા કાવ્યો સંભળાવ્યાં. ખાસ કરીને એમની પૌત્રી પર લખેલું કાવ્ય ” Our flower girl” સહુએ તાળીઓથી વધાવી લીધું.


આ વખતની બેઠકમાં ઘણા મહેમાનો પણ હાજર હતા, અને એમની હાજરી અને રજૂઆતે સોનામાં સુગંધ ભેળવવા જેવું કામ કર્યું. શેખરભાઈ ફાટક હ્યુસ્ટનના જાણીતા ગીતકાર, સંગીતકાર, ગાયક, સાહિત્ય સરિતાના આમંત્રણને સ્વીકારી હાજર રહ્યા હતા અને એમના બુલંદ અવાજે શ્રી ઝવેરચંદ મેઘાણીનુ ખૂબ પ્રસિધ્ધ સ્વાતંત્ર્ય ગીત તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી શી વત્સલતા ભરીગાઈ સંભળાવ્યું. વાતાવરણમાં એક જોમ અને જુસ્સાની લહેર ફરી વળી.

     

             


ડો. ઈંદુબેન શાહે પોતાનુ કાવ્ય જિંદગીરજૂ કર્યું, જેના શબ્દો છે,
સમય સંજોગોને વશ જિંદગી, પત્તાની અજોડ રમત આ જિંદગી
હ્યુસ્ટનના હિંદી કવિ સમ્મેલનના જાણીતા કવિ શ્રી ઓમપ્રકાશ ગુપ્તા પણ મહેમાન રૂપે હાજર હતા અને એમણે એક સુંદર ગઝલ સંભળાવી.
शुक्रिया दोस्तो मुझे कब्रस्तान लाने के लिए, कंधा देने के लिए
શ્રી સતીશભાઈ પરીખ સાથે એમના મિત્ર કીર્તિભાઈ ગણાત્રા જે અમેરિકાની મુલાકાતે આવ્યા છે, એમણે પણ ખૂબ સરસ ગઝલ સંભળાવી.
કરવી હોય જો ફરિયાદ હસીને કરીએ,
નિજના સ્વાર્થ ખાતર એ અમારો ખ્યાલ રાખે છે,
હોય દ્વેષ દિલમાં, મુખ પર એ વહાલ રાખે છે.
એવા જ બીજા મહેમાન હાતિમભાઈ કનોરવાલા જે છેલ્લા પચાસ વર્ષથી કવિતા, ગઝલ લખે છે, એમણે પણે હિંદીમાં રજૂઆત કરી.
दिल की हालत वो जाने,
जो दर्द के मारे होते हैं!
मासुम निगाहों से क्या क्या,
खामोश ईशारे होते हैं


રાઈસ યુનિવર્સિટીના અધ્યાપક ડો. સરિતા મહેતા હ્યુસ્ટનનુ ખુબ જાણીતુ નામ છે. હિંદી કવયિત્રી હોવા સાથે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સરિતાબહેન ગુજરાતી સાહિત્ય સરિતાના પણ સભ્ય બન્યા છે અને ઈન્ડો અમેરિકન છાપામાં છેલ્લા બે ત્રણ મહિનાથી સરિતાનો અહેવાલ પણ છાપે છે. ભાષાની વિવિધતામાં ઉમેરો કરતાં એમણે પંજાબી અને અંગ્રેજીમાં પોતાનુ વક્તવ્ય આપ્યું. માનવ પહેલા બન્યો. પછી ભાષા બની અને પોતાની વાત કરતાં કહ્યું કે જો ધૈર્ય રાખવામાં આવે તો માનવી ધીરે ધીરે બીજી ભાષાને પણ સમજી શકે છે. અંતમાં એક શાયરી કહી એમણે પોતાનુ વક્તવ્ય પુરૂં કર્યું.
मुठ्ठीभर प्यार के बीज
दिलों की धरती पर बो दों,
और प्रेम के जल से सींचो.

શૈલા મુન્શાએ પ્રખ્યાત હિંદી કવિ શ્રી હરિવંશરાય બચ્ચનની કવિતા વાંચી સંભળાવી.
किसीके पथ में पलकें बिछाए कौन बैठा हैं?
अंधेरी रात में दीपक जलाएं कौन बैठा हैं?


આ વખતની બેઠકની શોભા વધારવા અને આશીર્વાદ આપવા જૈન સંપ્રદાયના બે સમણીજી પધાર્યા હતાં. પુણ્ય પ્રજ્ઞાજી અને જીજ્ઞાસા પ્રજ્ઞાજી. સાહિત્ય સરિતાને અભિનંદન આપતા સમણીજી પુણ્ય પ્રજ્ઞાજીએ રાજા ભોજની વાત કરતાં કહ્યું કે એમના ભંડારમાં અખૂટ રત્નો ભર્યાં હોવા છતાં વિદ્વાનોનુ સન્માન જ એમના માટે રત્નોથી વધુ મુલ્યવાન હતું. વિવિધ સાહિત્ય સાંભળતા તેઓએ જણાવ્યું કે બધા રસોનો અનુભવ કરતાં જાણે શાંત રસનો અનુભવ થયો. અંતમાં એમના મીઠા અવાજે એમણે માતા પિતાને સમર્પિત એક ગીત રજૂ કર્યું. જુગ જુગ જીવો મારા જન્મદાતા રામ,પલ પલ પૂજું પ્યારા ચરણ તમારા”.

ડો. રમેશભાઈની સાથે આવેલ મહેમાન અરવિંદભાઈએ પણ કવિ ધનજી મહેરની ગઝલ પરમ હવા પરમ નિશાસંભળાવી, અને ભારતથી અહીં આવ્યા તો શું ગુમાવ્યું એના વિશે વાત કરી.


સંસ્થાના સલાહકાર દેવિકાબેન હાજર ન  હતા પણ એમનુ એક ગીત તાજેતરમાં બહાર પડેલી ભાવનાબેનની સીડીમાં  દીપ જલે જો ભીતર સાજન, રોજ દિવાળી આંગનબેઠકમાં દેવિકાબેનને યાદ કરતાં ભાવનાબેને થોડું ગાઈ સંભળાવ્યું.
અંતમાં પ્રમુખશ્રી અલીભાઈએ સુરેન્દ્ર શર્માની એક હિંદી કવિતા સંભળાવી.
एक कमरा था जीसमें मैं रहता था माबाप के साथ,
साथ में थी दो बहेना और एक मेरा भाई!


સહુ શ્રોતાઓએ આ કાર્યક્રમ મનભરીને માણ્યો. શૈલાબેન મુન્શાએ સહુનો આભાર માન્યો. ગાડીમાંથી બધી વસ્તુ રસોડા સુધી પહોંચાડવાથી માંડી નાસ્તો પીરસવાના કામમાં મદદ કરનાર સહુ ભાઈ બહેનો,  છેલ્લી ઘડીએ કોમ્યુનિટી સેન્ટરની ‘સાઉંડ સીસ્ટમ’ બગડતા,  તાત્કાલિક બીજી ‘સીસ્ટમ’ લઈ અવી ગોઠવી દેનાર શ્રી નિખિલ મહેતાનો, હોલ બુકીંગમાં તારીખની ફેરબદલી કરાવી આપવા બદલ શ્રી સતીશભાઈ પરીખનો આભાર માન્યો.  સંસ્થાના કાયમી ફોટોગ્રાફર  જયંતભાઈએ સહુનો સરસ ગ્રુપ ફોટો લીધો અને રમેશભાઈ, પ્રશાંત મુન્શાએ પણ ફોટા લેવામાં મદદ કરી.  નુરૂદિનભાઈએ હમેશની જેમ ‘ગુજરાત ગૌરવ’ સામાયિકની લહાણી કરી; તે સર્વેનો તથા  સહુ શ્રોતાઓને તેમના સાથ-સહકાર માટે, આવેલ મહેમાનોનો  અને સૂત્રધાર ભાવનાબેન પ્રતિ આભાર પ્રદર્શિત કરતાં શૈલાબેન મુન્શાએ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી.
અસ્તુ,

શૈલા મુન્શા

10 responses so far

10 Responses to “ગુજરાતી સાહિત્યસરિતા,હ્યુસ્ટન-૧૯૮મી બેઠકનો અહેવાલ-શૈલા મુન્શા”

  1. Indu Shahon 27 Jun 2019 at 8:03 am

    Shailaben,
    Very good detailed report.

  2. Bhavana Desaion 27 Jun 2019 at 8:16 am

    બધા વક્તા સરસ બોલ્યા. શૈૈલાબહેન, અહેવાલ સરસ લખ્યો.

  3. devikadhruvaon 27 Jun 2019 at 8:29 am

    સુંદર વિગતપૂર્ણ અહેવાલ..વાંચીને એમ લાગ્યું કે હું ત્યાં જ તો હતી!!!

    કેટલાંક નવા વક્તાઓને મળવાનું,સાંભળવાનું મન હતું તે આ અહેવાલથી અને મળેલાં કેટલાંક વીડીયોની ઝલકથી સંતોષાયું.

    દેવિકા રાહુલ ધ્રુવ.

  4. શૈલા મુન્‍શાon 27 Jun 2019 at 9:21 am

    ઈન્દુબહેન, ભાવનાબહેન, દેવિકાબહેન,
    પ્રતિભાવ બદલ આભાર.

  5. Smita Shailesh Parikhon 30 Jun 2019 at 12:44 pm

    ગુજરાતી સાહિત્યસરિતા ના સભ્યો ને મારાઅભિનંદન
    આપણી માતૃભાષાની અનેકતામાંઅનેકવિધ અને વિવિધલક્ષી કાર્ય
    ને પ્રાધાન્યઆપી તેનું મહત્વ સમજાવ્યું ધન્યને પાત્ર છે.
    તેમજ સમિતિના સભ્યોને માન આપી વિવિધ ક્ષેત્રોના મહેમાનો
    પોતાના વ્યસ્ત સમય કાઢી શ્રોતાજનોને કાવ્ય, ગઝલ
    વિવિધ વક્તવ્યોનેઆનંદથી તાળીઓથી વધાવી સન્માન કર્યું.
    શ્રીમતી શૈલાબેન મુન્શા , સુત્રધાર ભાવનાબેન તેમજ
    અન્ય સર્વે ને કાર્યો માં મદદરુપ બનનારને ધન્ય!
    દિનપ્રતિદિન ગુજરાતી ભાષા ની ગરીમા વધે. તેવી શુભેચ્છા!

  6. Navin BANKERon 01 Jul 2019 at 8:17 am

    ખુબ સરસ અહેવાલ.
    નવીન બેંકર

  7. શૈલા મુન્શાon 01 Jul 2019 at 11:51 am

    પ્રતિભાવ બદલ ખૂબ આભાર સ્મિતાબહેન.

  8. vimala Gohilon 01 Jul 2019 at 1:28 pm

    શૈલાબેન,
    ભાષાની વિવિધતા સાથે માણેલ બેઠકનો માહિતીસભર અહેવાલ .તો રસભર્યો અહેવલ વાંચતા
    દરેક વક્તા અને એમની કૃતિઓની યાદ તાજી થઈ. સરસ અહેવાલ બદલ આભાર.

  9. chamanon 02 Jul 2019 at 9:16 pm

    શૈલાબેને બદામો બરોબર ખાધી છે! માઈક અને વક્તાઓની વિવિધ ઊંચા-નીચા અવાજ હોવા છતાં વિસ્તાર પૂર્વક આ અહેવાલ લખાયો છે એનું મને આશ્ચર્ય થયું છે એટલે મેં શરુંમાં બદામોની વાત છેડી છે!

    અભિનંદન સાથે શુભેચ્છા આગામી અહેવાલો માટે.

  10. devikadhruvaon 03 Jul 2019 at 1:18 pm

    ચીમનભાઈ,
    ટેક્નીકલ Difficulty તો ક્યાં નથી હોતી? શૈલાબહેને ફોકસ જ્યાં જરૂરી હતું ત્યાં બરાબર કર્યું તો તેમને સંભળાયું પણ બરાબર અને અહેવાલ લખી શકાયો પણ સરસ. અભિનંદન..

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.