Sep 26 2017
ગુજરાતી સાહિત્ય સરિત બેઠક ૧૭૮
ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૮મી બેઠકઃ અહેવાલ શૈલા મુનશા
ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૮મી બેઠક, સપ્ટેમ્બર ૧૭, ૨૦૧૭ રવિવારની બપોરે, સુગરલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમા યોજાઈ હતી.આ સાહિત્ય સભાનુ વિભાજન બે ભાગમાં કરવામાં આવ્યું હતું. પ્રથમ વિભાગનો દોર ગુ.સા.સ. ના પ્રમુખ શ્રી સતીશભાઈ પરીખે સંભાળ્યો હતો અને બીજાં વિભાગના સૂત્રધાર તરીકેની કામગીરી શ્રીમતિ શૈલાબેન મુનશાએ સંભાળી હતી.
સૌથી પ્રથમ શ્રી સતીશભાઈ પરીખે સહુને આવકારતા સભાની શરૂઆત કરી અને નયનાબેન શાહે પ્રાર્થનાથી શુભારંભ કર્યો. ત્યારબાદ બે એરિયાના વડિલ શ્રી હરિકૃષ્ણદાદાના દુઃખદ અવસાન નિમિત્તે અને હરિકેન હાર્વીની તબાહીમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા તે નિમિતે બે મિનિટનું મૌન પાળવામા આવ્યુ હતું.
શ્રી સતીશભાઈએ નાસાના અગ્રગણ્ય વૈજ્ઞાનિક અને તેમના અંગત મિત્ર/સહાધ્યાયી શ્રી શ્રી કમલેશભાઈ લુલ્લાનો પરિચય આપતા ટુંકમા નીચે મુજબ જણાવ્યુ હતુ,
ગુ.સા.સ.ના માનનીય, આદરણીય સભ્ય અને નાસાના સર્વોચ્ચ વૈજ્ઞાનિક શ્રી કમલેશભાઈ લુલ્લાને તેમની અવકાશ અને વિજ્ઞાન ક્ષેત્રેની અનેક ઝળહળતીસિધ્ધિઓ બદલ તાજેતરમાં મળેલ એક વિશિષ્ઠ એવોર્ડ,
( Glorious India Achievement Award) ને સન્માનિત કરવા, જે એમની યશ કલગીમા ઉમેરાયેલું એક વધુ મોરપીંછ છે અને ગુજરાતી સાહિત્ય સરિતા માટે અતિ ગૌરવની વાત છે.
( Glorious India Achievement Award) ને સન્માનિત કરવા, જે એમની યશ કલગીમા ઉમેરાયેલું એક વધુ મોરપીંછ છે અને ગુજરાતી સાહિત્ય સરિતા માટે અતિ ગૌરવની વાત છે.

શ્રી કમલેશભાઈ લુલ્લા છેલ્લા ત્રીસ વર્ષથી નાસાના એક અગ્રગણ્ય વૈજ્ઞાનિક તરીકે સેવા આપી
રહ્યા છે અને આ સમયગાળા દરમ્યાન ભારતમાં જ નહિ,બલ્કે દુનિયાના ઘણા બધા દેશોમાં સ્પેસ એક્ષ્પ્લોરેશનના કાર્યમાં સતત જોડાયેલા રહ્યા છે. શ્રી કમલેશભાઈના જીવન દર્શન પર ન્યુ જર્સીના ‘ગુર્જરિકા’ના પ્રખ્યાત તંત્રી/લેખક શ્રી વિજયભાઈ
ઠક્કર”માટીની મહેંક” નામનુ પુસ્તક બહાર પાડવાના છે.ડબલ પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરનાર શ્રી કમલેશભાઈએ એમની જીવનયાત્રા, એમની સિધ્ધિઓ,એમના પ્રસિધ્ધ થયેલા પેપરો અને અસંખ્ય મળેલા ‘એવોર્ડ્સ’ સ્લાઈડ શો દ્વારા રજુ કરી શ્રોતાઓને અહોભાવથી ગદ્ ગદિત કરી
દીધા હતા. આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ તેમનામાં રહેલી ઋજુતા, નમ્રતા અનેકોમળતા એમને મુઠી ઊંચેરા માનવી બનાવે છે.
તેઓ જીવનમાં ત્રણ મા ને મહત્વ આપે છે.
માતૃભુમિ ભારત, જન્મભુમિ વડોદરા અને કર્મભુમિ અમેરિકા.
આવી મહાન વિભુતી અમારી સાહિત્ય સરિતાના સભ્ય જ નહિ પણ એક સારા સર્જક પણ છે જેનુ ગુ.સા.સ.ના સૌ સભ્યોને ગૌરવ છે
અને તેમની યશગાથાના ગુલદસ્તામાં અનેક રંગો ઉમેરાતા રહે અને તેઓ વધુ ‘એવોર્ડસ’થી સદા સન્માનિત થતા રહે એવી શુભકામના
સાથે સભાનો પ્રથમ દોર પૂરો થયો...
સભાના બીજા દોરનુ સંચાલન શ્રીમતી શૈલા મુન્શાએ સંભાળ્યું. સાહિત્ય સરિતાના સર્જકોએ એક પછી એક પોતાની કૃતિ રજુ કરી.
તાજેતરમાં જ હરિકેનહાર્વીએ હ્યુસ્ટનને ભારે વરસાદ અને પુરમાં તબાહ કરી દીધું હતુ અને ગુ.સા.સ.ના મિત્રો સહિત અસંખ્ય લોકો એની ઝપટમાં આવી પોતાના ઘર ગુમાવી બેઠા હતા, એટલે મોટા ભાગના કવિ મિત્રોએ એ વિષય પર પોતાના વિચારો રજુ કર્યા હતા.
તાજેતરમાં જ હરિકેનહાર્વીએ હ્યુસ્ટનને ભારે વરસાદ અને પુરમાં તબાહ કરી દીધું હતુ અને ગુ.સા.સ.ના મિત્રો સહિત અસંખ્ય લોકો એની ઝપટમાં આવી પોતાના ઘર ગુમાવી બેઠા હતા, એટલે મોટા ભાગના કવિ મિત્રોએ એ વિષય પર પોતાના વિચારો રજુ કર્યા હતા.
સહુ પ્રથમ શ્રી ફતેહ અલીભાઈએ“હાર્વી તારી અસર જોરદાર છે,બધા તોફાનનો તું સરદાર છે” એ
મુક્તક રજુ કર્યું અને અશોક ચક્રધરની એક કૃતિ પોતાના ભાવવાહી સ્વરે રજુ કરી.
શ્રી ચીમનભાઈ પટેલે “કેમ કરી એને મારે સમજાવવું” એ ઉર્મિકાવ્ય રજુ કર્યું.
ડો.ઈન્દુબેન શાહે હાઇકુ “હાર્વીનો હાઉ
સહુને રહેશે યાદ
આના સિવાય ” બાસ્કેટમાં આરામથી સુતેલ બાળક પાણીમાં તણાતું જોઈને લખેલ…રજુ કર્યું અને તાનકા સંભળાવ્યું.
આના સિવાય ” બાસ્કેટમાં આરામથી સુતેલ બાળક પાણીમાં તણાતું જોઈને લખેલ…રજુ કર્યું અને તાનકા સંભળાવ્યું.
શ્રીમતી ભાવનાબેન દેસાઈએ કેલિફોર્નિઆ બે એરિયાના વડિલ શ્રી હરિકૃષ્ણદાદા જે એમના અંગત સંબંધી હતા એમના જીવન વિશે વાત કરી.
દાદા બાળક સાથે બાળક અને મોટા સાથે મોટા બની વાત કરતા અને લોકોને વિના મૂલ્યે કાયદાકિય સલાહ આપતા હતાં.
દાદા બાળક સાથે બાળક અને મોટા સાથે મોટા બની વાત કરતા અને લોકોને વિના મૂલ્યે કાયદાકિય સલાહ આપતા હતાં.
હમણા જ થોડા સમય પહેલા નવ્વાણુ વર્ષની વયે એમનુ અવસાન થયું.
ભાવનાબેન પણ હાર્વીનો કારમો અનુભવ કરી ચુક્યા છે, એમના ઘરમાં પાણી ભરાતાં જે લોકોએતેમને ત્યાંથી બહાર કાઢવામા મદદ કરી એ માનવતા વિશે પોતાના સ્વાનુભવની વાત કરી.
સરિતાના વડિલ શ્રી ધીરૂભાઈ શાહે “તું કર્મ કરે જા, કર્મ તારો ધર્મ છે” વિશે વાત કરી.
શ્રી વિનોદભાઈ પટેલ વ્યવસાય સાથે પોતાનો ચિત્રકળા પ્રત્યેનો શોખ પણ વિકસાવી રહ્યા છે અને હાર્વી ને પુરાણકાળ સાથે જોડી મહાભારતના યુધ્ધમાં સૂર્ય અને વાદળોની રમતમાં કેવી રીતે કર્ણનો વધ થયો એના વિશે માહિતી આપી.
શ્રી નુરુદિનભાઈ દરેડિયાએ જુદા જુદા કવિ ગઝલકારની પંક્તિઓ સંભળાવી.
શ્રીમતી દેવિકાબેન ધ્રુવે તાજેતરની હોનારત હાર્વી પર રચેલું એમનુ કાવ્ય સંભળાવ્યું.
“પ્રખ્યાત છે ‘ટોર્નેડો‘ ની ‘ટેક્સાસ‘ સંગ દોસ્તી
પણ “હાર્વી‘ ની હ્યુસ્ટનમાં કઈં આવી હોય કુસ્તી?”
સાથે સાથે એમણે શ્રીમતી શૈલાબેન મુન્શાનુ તાજેતરમાં ગુર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક “નોખા-અનોખા“ (નીલમબેન દોશીના સહયોગથી)
વિશે પણ માહિતિ આપી. આ પુસ્તકનો મુંબઈ સમાચાર જેવા પ્રતિષ્ઠિત સમાચાર પત્રમાં રિવ્યુ પણ પ્રસિધ્ધ થયો છે.
શ્રીમતિ શૈલા મુન્શાએ પોતાની કૃતિ સંભળાવી.
“લાગણીના તાંતણા જ્યાં જોડાય છે,
સંબંધોમાં ત્યાંજ તો સુવાસ ઉમેરાય છે”.
અંતમા શ્રી કમલેશભાઈ લુલ્લાએ પોતાની બેપંક્તિ સંભળાવી.
“વો મદિરાકો ચાય સમજકર પીતે હૈં,
મૈ ચાય કો હી મદિરા સમજતા હું” અને તાજેતરના પુર વિશે વાત કરતાં કહ્યુ,
“When the flood comes, fish eats the ants,
When the flood goes, ants eat fish”!!!
શ્રી નિતિનભાઈ વ્યાસે શ્રી વિજયભાઈ શાહે તૈયાર કરેલ હરિકૃષ્ણ મજમુદારના જીવન –ઝરમરનો સ્લાઈડ શો પ્રસ્તૂત કર્યો..સતીશભાઈએ સહુનો આભાર માનતા સભાની સમાપ્તિ કરી.
અંતે સામૂહિક તસ્વીર લેવાયા બાદ સૌ છુટા પડ્યા.
