Mar 31 2023

ફેબ્રુઆરી ૨૦૨૩ઃ બેઠક ૨૪૨ નો અહેવાલ ઃ ભારતી મજમુદાર

Published by at 6:38 pm under Uncategorized

તારીખ: ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩
સ્થળઃ  સુગરલેન્ડ પાર્ક્સ એન્ડ રેક્રીએશન હોલ
સમય : બપોરના  ૨ઃ૦૦ થી ૪:૦૦

બરાબર  ૨ વાગ્યે સભ્યો હાજર થઈ ગયા હતા અને મિત્રોને  મળીને, ચા અને બિસ્કિટનો આનંદ લઈ  રહ્યા હતા.

બરાબર  ૨ઃ૩૦ વાગ્યે પ્રમુખશ્રી ભારતીબહેને સભાની શરૂઆત કરી. સૌ પ્રથમ સમુહ પ્રાર્થના  કરી.
ત્યારબાદ પ્રમુખશ્રી ભારતીબહેને મોટી સંખ્યામાં હાજરી આપવા બદલ સૌ સભ્યોનો આભાર માન્યો અને સૌનું ભાવભીનું સ્વાગત કર્યું . શનિવારની બપોર હોવા છતાં લગભગ ૭૦ જેટલા સભ્યો હાજર હતા.

ત્યાર પછી થોડી જરૂરી સૂચનાઓ આપી પ્રમુખશ્રીએ સભાનું સંચાલન કરવા શ્રી નિખીલભાઈને વિનંતી કરી. લગભગ પંદરેક સભ્યોએ પોતાની કૃતિ રજુ કરવા નામ લખાવ્યા હતા.

1. સૌ પ્રથમ જનાર્દનભાઈ શાસ્ત્રીએ રજુઆત કરી.
“વાણી, વિચાર અને વર્તનથી ખીલે જો કોઈનો ચહેરો”
‘જનુ’ એ જ વેલેન્ટાઈન દિવસ અમારો”
“નિર્દોષ બાળપણની મસ્તી ચાલ માણીયે બધા સાથે મળી”

2. ત્યારબાદ, શ્રીમતી ઇન્દુબેન શાહે વેલેન્ટાઈન દિવસ
વિષે જણાવ્યું અને ” પ્રેમ શું છે?”  એ વિષય પર કહ્યું.

3. તે પછી શ્રી ફતેહઅલીભાઈ ચતુરે પ્રજાસત્તાક દિન, ૨૬મી જાન્યુઆરી  અને સ્વાતંત્ર્યદિન ૧૫ મી ઑગસ્ટની તફાવત અને અગત્યતા વિષે સરસ રીતે સમજાવ્યું.

4. ત્યારબાદ, શ્રીમતી ભાવનાબહેન દેસાઈએ એક નાની વાર્તા  “પ્રેમની સગાઇ’ રજુ કરી .

5. તે પછી, શ્રી પ્રકાશભાઈ મજમુદારે ફેબ્રુઆરી માં જન્મેલા ગઝલકાર શ્રી અસીમ રાંદેરી વિષે સરસ માહિતી આપી અને  તેમની ગઝલ;
“લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને” ગાઈને બધાને મંત્રમુગ્ધ કર્યાં.

6. ત્યારબાદ, શ્રીમતી શૈલાબહેન મુન્શાએ  ૨૦૧૧ માં જાપાનમાં થયેલા ધરતીકંપ વિષે સ્વયઁ રચિત કાવ્ય ” વાચા અને  મૌન ” સંભળાવ્યું .

7. ત્યારબાદ, શ્રી નિખીલભાઈ મેહતાએ ફેબ્રુઆરીમાં જન્મેલા કવિ શ્રી નૂર મહમ્મદ ”દેખૈયા” વિષે સરસ માહિતી આપી, તેમજ તેમનું કાવ્ય, “ગગનવાસી ધરા પર, બે ઘડી શ્વાસ ભરી તો જો” સંભળાવ્યું.

8. હવે શ્રીમતી દેવિકાબહેન ધ્રુવે તેમની આગવી શૈલીમાં ‘વિષય વગરનો વિષય’  શૈલાબેનના ‘હાઈકુ’ અને ‘હજુ કોઈ મને ભણાવે છે’  પર થોડી રસપ્રદ વાતો કરી .

9. તે પછી, શ્રી મનસુખભાઇ વાઘેલાએ ગુજરાતના ‘ગાલિબ’ તરીકે ઓળખાતા ગઝલકાર અને કવિ શ્રી ‘મરીઝ’ વિષે વિસ્તારપૂર્વક માહિતી આપી.

10. તે પછી , શ્રીમતી નયનાબહેને વેલેન્ટાઈન દિવસ પર સરસ વાતો કરી.

11. અંતમાં શ્રી મનોજભાઈએ સ્વયઁ રચિત કાવ્ય રજૂ કર્યું.

તે પછી આજની બેઠકનાસ્પોંસર શ્રી દીપકભાઈ અને ગીતાબેહેન ભટ્ટ તરફથી નાસ્તો પીરસાયો અને સૌ નાસ્તાની મજા માણી છૂટા પડયા.

આભાર સહીત,
ભારતી મજમુદાર, પ્રમુખ
(346) 970-8671

2 responses so far

2 Responses to “ફેબ્રુઆરી ૨૦૨૩ઃ બેઠક ૨૪૨ નો અહેવાલ ઃ ભારતી મજમુદાર”

  1. જનાર્દનon 11 Apr 2023 at 8:40 pm

    માહિતી સભર સુંદર અહેવાલ બદલ આભાર અને અભિનંદન👌👌👌

  2. Kantilal Parmaron 05 May 2023 at 11:44 am

    Congratulations with Best wishes, for providing such a great site.
    I am in UK. from Zambia originally from Gujarat.
    Used to meet Sahitya academy in London and Leicester.
    Now 94 and travelling problem.
    Not a writer yet Proud for Gujarati.
    Best wishes.
    Kantilal Parmar
    Hitchin
    UK.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.