Jan 10 2026
બેઠક ૨૭૬ રવિવાર, જાન્યુઆરી ૧૧, ૨૦૨૬
ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૬
રવિવાર, જાન્યુઆરી ૧૧, ૨૦૨૬ બપોરે ૩:૦૦ થી ૬:૦૦
Clyde and Nancy Jacks Conference Center
3232 Austin Parkway, Sugar Land, TX 77479
વિષય વસ્તુ:
૧. ઉગમણી કોરનો ઉજાશ – નવા વર્ષની આશાઓ અને ઉમંગો
૨. સભ્યોને લખવા સહાયક રીતે પ્રેરિત કરવા હાઇકુ સ્પર્ધા. આ સાથે મોકલેલ થોડાં ચિત્રોથી પ્રકૃતિ તત્ત્વો મનમાં આવે અને તે પર તમે હાઇકુ લખી મોકલી શકો. સાથે ચિત્રનો નંબર મોકલશો.
હાઇકુની સંક્ષિપ્ત સમજણઃ Please click the link below:
(દેવિકાબહેન ધ્રુવ વધુ ઉંડાણમાં બેઠકમાં સમજાવશે.)
કાવ્યવિશ્વમાં સૌથી નાનું સ્વરુપ છે હાઈકુ.
સ્વરૂપઃઆંતર અને બાહ્યઃ ત્રણ પંક્તિ – ૧૭ અક્ષર – ૫–૭–૫.
હાઈકુની પ્રથમ શરત એ છે કે એ પ્રકૃત્તિના તત્ત્વોથી શબ્દચિત્ર રચાય.
એ માત્ર ૫–૭–૫ અક્ષરોથી રચાયેલું “ફ્લેટ સ્ટેટ્મેન્ટ” (સીધું વિધાન) ન જ હોવું જોઈએ.
હાઈકુનું સ્વરૂપ બધાંથી અલગ પ્રકારનું છે. હાઈકુમાં કશું બોધાત્મક ન હોય.
ઉદાહરણઃ
પર્ણ વિનાની
ડાળીઓમાં સૂરજ
ટીંગાતો જાય
– સ્નેહરશ્મિ
પવન કરે
વાતો,બેવડ વળી
ડાળીઓ હસે..
– પન્ના નાયક
હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com વહેલી તકે કરવાનું ચૂકશો નહિ.
અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે https://gujaratisahityasarita.org/
પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો પણ ત્યાં મૂકી શકો છો.
જે સભ્યોએ ૨૦૨૬નું સભ્યપદ હજી સુધી renew ન કર્યું હોય તેઓ તેમની સુવિધા માટે ઘેર બેઠાં Zelle દ્વારા પણ $૨૫નું અનુદાન મોકલી શકે છે. બધી બેંકમાંથી તે વિના મુલ્ય થઇ શકે છે. અત્યાર સુધી ઘણા સભ્યોએ આ રીતને અપનાવી renew ચુક્યાં છે.
GSS highly recommends paying by zelle. This makes record keeping easy on both sides.
તે માટે નીચે જણાવેલ વિગતોની જરુર છે.
Zelle tag – gujju1234
Email – gujss2024@gmail.com
Please select receiver as “Business”
Include in notes “2026 Membership” or “Donation”.
જો તમને એ ન ફાવે તો આગામી બેઠકમાં check અથવા Cash (exact change) થી પણ તમે કરી શકો છો.
આશા છે કે આપ વર્ષ ૨૦૨૬નું સભ્યપદ વહેલી તકે તાજું કરી લેશો.
અગત્યની નોંધઃ
આ બેઠક ની વ્યવસ્થામાં સ્વયંસેવકોની જરુર છે. તો સભ્યોને વિનંતિ છે કે તેઓ ૨: 3૦ સુધીમાં ત્યાં હાજર રહે. પર્યાવરણને ધ્યાનમાં રાખી water bottle સાથે રાખજો.
આભાર.
નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906
૧
૨
૩
૪
૫
૬





