Mar 29 2010

સાહિત્ય સરિતાની સુહાની પિકનિક -પ્રવિણા કડકિયા

Published by at 11:49 pm under બેઠકનો અહેવાલ

                માર્ચ ૨૮,૨૦૧૦.

           રેખા અને વિશ્વદિપ બરાડના સૌજન્યથી સાહિત્ય સરિતાના સ્ભ્યોએ માણી સુંદર મજાની પિકનિક.

       Barkaera Syprus Park    રમણિય સ્થળ. લગભગ ૧૧ વાગ્યાના સુમારે બધા તૈયાર થઈને મજા માણવા આવી પહોંચ્યા.મસ્ત  મજાની ચિપ્સ અને ઘરનો બનાવેલો સાલસા ખાવાની લિજ્જત માણી. બરાડસાહેબ તો રાંધવામા મશગુલ હતા.રેખાની જરા પણ મદદ વગર છોલે બનાવી રહ્યા હતા. મર્દાના છોલેની સુગંધ ચારે તરફ ફેલાઈ રહી હતી. જે રીતે બધો સામાન ત્યાં હાજર હતો એ પરથી લાગ્યું કે રેખાએ ઘરે ખૂબ જહેમત ઉઠાવી હતી. ચિપ્સ ખવાઈ ગઈ અને તાજામાજા થઈ બધા પ્રવિણાકડકિયાની ‘પેકેટ પાર્સલ’ રમવા માટે તૈયારીમા પડ્યા.

   મહિલા મંડળ  બાગમા લટાર મારવા નિકળ્યું. વાતાવરણમાં ખુશનુમા ઠંડી પ્રસરી રહી હતી.  ચમચો અને થાળી દ્વારા બધાને રમત રમવા નોતર્યા. તાપ ખૂબજ વહાલો લાગતોહતો. રમત રમવાની મઝા કાંઈ ઔર જ  હોય છે.  ખુશીની વાત તો એ છે કે જે પ્રમાણે ‘સજા’ લખી હતી તે યોગ્ય વ્યક્તિઓના હાથમા જ પેકેટ આવીને થમતું.  રમત લગભગ ૩૫ થી ૪૦ મિનિટ ચાલી હશે. દરેકના મોઢા ઉપર આનંદ વરતાઈ રહ્યો હતો.

       મઝા, મઝા મઝા ખાવાની, રમવાની અને સાહિત્ય કેમ ભૂલાય? મુ. સુમનભાઈ અજમેરીના સંચાલન નીચે ‘વસંતના વાયરા વિંઝાણા.”  સુમનભાઈની ખુદની કવિતાનો રસથાળ પિરસાયો. ડો. ઇન્દુબેન શાહ, અશોકભાઈ પટેલ, રસેશ દલાલ વિ. વસંતને વધાવી.

                 પ્રવિણા કડકિયાએ ‘રેખા વિશ્વદિપની અનેરી ટેકનિક આવો માણીએ સુહાની પિકનિક ‘કહીને આ સુંદર હોંશીલા યુગલનો આભાર માન્યો. ત્યાંતો ગરમાગરમ ભતુરા, સુંગંધીદાર છોલે, કચૂબર, પાપડ અને શીરા પર બધા ટૂટી પડ્યા. વસંત લહેરાઈ ઉઠી, દિલ અને મન બંને ડોલ્યા . નવા મહેમાનો પધાર્યા, સભ્ય બન્યા.પિકનિકની મજા લુંટવામા સહુ ગુલતાન થયા અને ખાઈપીને ખિસક્યા.

       આજના રંગમા ભંગ ન પાડતા નવા આંગતુકોની ઓળખાણ આવતા વખતે કરાવીશ. હ્યુસ્ટનનાજૂના જોગીઓ છે. સાહિત્ય સરિતામા જોડાઈ તેનો પ્રવાહ વેગીલો બનાવવા માટે તેમનો આભાર.૪૦થી ૫૦ માણસોએ આનંદ લુંટ્યો. જો તમે ન આવ્યા (સભ્યો) તો એ તમારી કમનસિબી——

અરે હા, રમતના વિજેતા હતા આપણા સહુના મનપસંદ ‘ગીતા ભટ્ટ ‘અભિનંદન’-અને હા એપ્રિલ ૨૪ના રોજ શૈલાબેન અને પ્રશાંત મુન્શાનાં નવા મકાનમાં થશે એપ્રિલ મહિનાની બેઠક. તારીખ સાચવવા વિનંતી

પ્રવિણા કડકિયા

One response so far

One Response to “સાહિત્ય સરિતાની સુહાની પિકનિક -પ્રવિણા કડકિયા”

  1. વિશ્વદીપ બારડon 08 Apr 2010 at 5:44 pm

    મજા માણી,આનંદ આવ્યો અને ઉમંગથી ઉજવી ઉજાણી,
    કવિ-કવિયત્રીઓ મળે, લખી કવિતા ઉજવી ઉજાણી,
    કોઈ એ મરચા,આદુ,ને વળી લસણ,ડુંગળીને ડગમગાવી,
    રેખા-વિશ્વદીપ નિમિત બને,સૌ સાથ મળી ઉજવી ઉજાણી.

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help