Apr 09 2020

ગુજરાતી સાહિત્ય સરિતાના મોભની ચિર વિદાય….

Published by at 10:57 am under સમાચાર

ગુજરાતી સાહિત્ય સરિતાના મોભ સમા શ્રી ધીરુભાઈ શાહની ૯૯ વર્ષની ઉંમરે  ચિર વિદાય.

ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે. ૐ શાંતિ…ૐ શાંતિ..

News: Sad News:

Messege from Dinesh Dhirubhai Shah:

News: Sad News:

Shri Dhirubhai Shah, the most respected senior of Gujarati Sahitya Sarita,Houston peacefully departed yesterday at his residence..

ૐ શાંતિ…ૐ શાંતિ..

વંદન કરી,ચરણે તમારા, ભાવથી નમીએ અમે.

શબ્દો તણા ફૂલો ધરી, સાથે મળી ઝુકીએ અમે.

મીંચી ભલે હો આંખ આજે ને થયાં વિલીન પણ,

ગુણો થકી રહેશો નજર સામે, સદા સ્મરીએ અમે.

સુગંધ જે, ફેલાવી છે, લેખન થકી ચારે દિશે,

એ મહેંકને શિરે ધરી, આ અંજલિ દઈએ અમે.

વંદન કરી,બે હાથ જોડી, પ્રેમથી સૌ પ્રાર્થીએ

તમ આતમાની શાંતિ અર્થે અંજલિ દઈએ અમે.

 

ૐ શાંતિ…ૐ શાંતિ..

 

 અસ્તુ.

3 responses so far

3 Responses to “ગુજરાતી સાહિત્ય સરિતાના મોભની ચિર વિદાય….”

  1. shailamunshawon 09 Apr 2020 at 2:15 pm

    એક પીઢ, જ્ઞાની, સાલસ, મૃદુ હાસ્ય જેના ચહેરા પર સદા રમતુ એવા સાહિત્ય સરિતાના મોભી શ્રી ધીરુભાઈની ચિર વિદાય એ સાહિત્ય સરિતા માટે પણ આઘાતજનક સમાચાર છે. પત્નિના અવસાનની એકલતાને સાહિત્ય પ્રવૃતિથી ઉજાગર કરી એમણે ઘણાને જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે.
    પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને કુટુંબીજનોને આ દુઃખ સહેવાની શક્તિ.
    ૐ શાંતિ શાંતિ શાંતિ!!

  2. devikadhruvaon 10 Apr 2020 at 12:28 pm

    નામ પ્રમાણે ગુણ ધરાવતા પૂજ્ય ધીરુભાઈ એક સફળ સાચા માનવી હતા. શાહ પરિવારના વિશાળ વટવૃક્ષ સમા હતા તો ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના દીવાદાંડી સમાન માર્ગદર્શક હતા. તેમની સરળતા, સાદગી અને નમ્રતા એક સફળ જીંદગીની ચાવી તો હતી જ પરંતુ અન્યને માટે પ્રેરણાદાયી પણ હતા. ૮૦ને ઓવારે થયેલી એકલતાને એમણે કલમને સહારે હટાવીને દીપાવી હતી. સાહિત્યની દરેક બેઠકોમાં એમની જ્યોત વર્ષોથી પ્રસરાવતા રહેતા.ધીરુભાઈના પુસ્તકોમાં તેમના ચિંતનનો અર્ક છે જે જીવન જીવવાની અને જીતવાની જડીબુટ્ટી સમાન છે. આજે તેમની ૯૯માં વર્ષે થઈ રહેલી વિદાયને, સાહિત્ય-સરિતાનો આ પરિવાર સાથે મળીને નમન કરે છે અને કોરોનાના આ કપરા કાળમાં પરોક્ષ રીતે પાસે બેસીને પરિવાર-જનોને શક્તિ અને શાંતિની પ્રાર્થના કરે છે.
    દેવિકા ધ્રુવ

  3. Indu Shahon 10 Apr 2020 at 9:32 pm

    અમારા સહુના વડીલ,પૂજ્ય ધીરુભાઇ,

    આપે ૭૫ વર્ષની ઉમરે ઍકલવાયા જીવનનો સાથી કલમને બનાવી, ગુજરાતી સાહિત્યને ઘણી કાવ્ય પુષ્તિકાઓ આપી તથા ઉગતા લેખકોને માટે પ્રેરણાદાયી લેખના પુષ્તક આપ્યા જેમાં આપના અનુભવો, ચિંતન અને શિખામણ આજની પેઢીને જીવન જીવવા માટે ઉપયોગી છે.આપ વડીલ હંમેશા અમારા સહુના હ્રદયમાં રહેશો.
    ૐ શાંતિ શાંતિ શાંતિઃ
    ઇન્દુ રમેશ શાહ

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.