Aug 31 2021

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન, બેઠક ક્રમાંક ૨૨૩ અહેવાલ

આજની બેઠક નિયત સમયે સવારે ૧૦ વાગ્યે શરૂથઈ.
બેઠક ના મુખ્ય વક્તા હતા પદ્મશ્રી ડૉ. સિતાંશુ યશશ્ચન્દ્ર.
સિતાંશુ ભાઈ એટલે એક પ્રતિભાસંપન્ન શિક્ષક, તુલનાત્મક સાહિત્યના મર્મજ્ઞ, ચિંતક, સંશોધક. નાટ્યકાર, સૌંદર્ય મિમાંસક અને સૌથી ઉપર પોતાના આગવા અવાજમાં અને ઇડીયમ્સ માં કાવ્ય લખતા અને એટલી જ ઉત્તમ રીતે કાવ્ય પઠન કરતા કવિ, આ બધું આજે આપણે ભરપેટ માળ્યું. આપણને બધાને રસ તરબોળ કરી દીધા.
બેઠકની શરૂઆત શ્રી સરસ્વતી વંદના થી થઇ. શ્રી નીખિલભાઈ મહેતા એ શ્રી સિતાંશુભાઈ નો પરિચય આપ્યો. અને ત્યારબાદ બેઠકનો દોર આજના મુખ્ય અતિથિ ના હાથ માં સોંપ્યો.
આ યાદગાર મુલાકાત અને વાર્તાલાપ નું રેકોર્ડિંગ ની કડી અહીં આપી છે.
સિતાંશુ ભાઈનો “‘કવિતા નું કષ્ટ અને કવિતા નો આનંદ” વિશે અત્યંત રસપ્રદ વાર્તાલાપ પછી ગોષ્ટી નો કાર્યક્રમ થયો. શ્રોતાઓ પૈકીનાં સિતાંશુભાઈ ના શાળા અને કોલેજ સમય ના મિત્રો એ ઘણી જૂની યાદો તાજી કરી. તેમણે INT, પ્રવીણ જોષી, શફી ઇનામદાર વગેરે કલાકાર સાથે ના પ્રસંગો ની વાતો કરી.
સાહિત્ય સરિતા વતી ડો. રમેશભાઈ શાહે આભારવિધિ કરી.
આમ આ રસપ્રદ કાર્યક્રમ US Central Time મુજબ ૧૨.૪૫ વાગ્યે બપોરે પૂર્ણ થયો.

ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્યો શ્રી સિતાંશુ ભાઈ નો સાદર આભાર મને છે.

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.