May 08 2017
ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક# ૧૭૪ અહેવાલ

![]() ![]() ![]() ગુજરાતી સાહિત્ય સરીતા ની ૧૭૪ મી બેઠક નો રીપોર્ટ – એક શામ – શોભિત દેસાઈકે નામ- અહેવાલ- નવીન બેન્કર![]() હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં……. કવિ-ગઝલકાર શ્રી શોભિત દેસાઈ……
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૪મી બેઠક, પાંચમી મે, ૨૦૧૭ ને શુક્રવારની સલૂણી સાંજે, સુગરલેન્ડ ના માટલેજ રોડ પર આવેલા રીક્રીએશન સેન્ટરના હોલમાં લગભગ ૧૨૫ જેટલા સાહિત્યપ્રેમીઓની હાજરીમાં, કવિ શ્રી, શોભિત દેસાઇની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ કાર્યક્રમની કેટલીક વિશેષતાઓ હતી..બધું જ સુંદર રીતે આયોજિત, માત્ર RSVP કરેલા સભ્યો અને કેટલાક મહાનુભાવો તથા અનુદાતાઓની જ હાજરી.. પ્રથમ કલાકમાં સ્વાદિષ્ટ ભોજન..પુરા બે કલાક શોભિત દેસાઈનું વક્તવ્ય…માત્ર ચાર જ લોકલ સર્જકોની કૃતિઓનું ત્રણ-ચાર મીનીટનું પઠન.તો…મહેફિલની દુનિયાના દોસ્તો, આવો આ વિશિષ્ટ કાર્યક્રમનો નવરંગી નશો માણીએ.
સૌ પ્રથમ આવનાર સભ્યોને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ કરાવીને, પ્રમુખ શ્રી.સતિશ પરીખે સ્વાગતના બે શબ્દો કહ્યા. રેખાબેન બારડે “મંદિર તારું વિશ્વ રૂપાળું” પ્રાર્થના કરી. ખ્યાતનામ વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લાએ તથા ડો.ઈન્દુબેન શાહે પુષ્પગુચ્છથી કવિશ્રી. શોભિત દેસાઇનું સ્વાગત કર્યું. કાર્યક્રમના સૂત્રધાર કવયિત્રી દેવિકાબેન ધ્રુવે સમગ્ર કાર્યક્રમનો દોર પોતાના હાથમાં લઈ લેતાં, શોભિત દેસાઇનો પરિચય આપતાં કહ્યું કે પયંગબરીના ફૂલ જેવા શેરો ઊછાળતા શ્રી. શોભિતભાઈ મુશાયરાના મહારથી અને જલસાના જ્યોતિર્ધર છે. ૪૨ વર્ષથી સાહિત્યસર્જન કરનાર, ૩૭૦૦થી વધુ જાહેર કાર્યક્રમો આપેલ આ કવિ હવા પર લખી શકવાની આત્મશ્રધ્ધા ધરાવે છે.. તેમના કાવ્યસંગ્રહો, ગઝલસંગ્રહો, નાટકો પારિતોષિકો, સન્માન એવોર્ડ વગેરેની પણ માહિતી કાવ્યાત્મક રીતે આપી હતી.
ગુજરાતી સાહિત્ય સરીતા ના પ્રમુખ શ્રી. સતિશ પરીખે, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સર્જકો, તેમના સર્જન અને પંદર વર્ષની બેઠકોની ઝલક દર્શાવી તથા એ દર્શાવતું એક પુસ્તક પણ શોભિતભાઈને ભેટ આપ્યું. દેવિકાબેને, તાજેતરમાં પ્રગટ થયેલ પોતાનું ”કલમને કરતાલે’ પુસ્તક ભેટ આપ્યું..Hide original messageબે કકડે, પૂરા અઢી કલાક વક્તવ્ય આપનાર શોભિત દેસાઈએ શુક્રવારની એ સાંજ સોનેરી, નમણી, લખલૂટ અને રમણીય બનાવી દીધી હતી. કાર્યક્રમના પ્રથમ દૌરમાં તેમણે આપણા ગઝલકારો શ્રી. મરીઝ, મનહર મોદી, ઘાયલ સાહેબ, કૈલાસ પંડીત, નિદા ફજલી, વગેરેના દિલચશ્પ કિસ્સા અને રચનાઓ કહી સંભળાવી.
“એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,કહેવું હોય ઘણું અને કશું યાદ ન આવે.” ( મરીઝ)કૈલાસ પંડીતની નજમ ‘સિગ્નલોના શ્વાસથી જીવતું નગર’ પર શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા.“કરૂ છું આ ક્ષણે તો બાજી રમવાના વિચારો હું,જીતું તો મેળવું તમને, જો હારૂં તો તમારો હું.” મસ્તીભરી અદાથી રજૂ કર્યું.
|

બધી જ વિગતોને સરસ રીતે સમાવતો સુંદર આંખે દેખ્યો અહેવાલ.