May 08 2017

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક# ૧૭૪ અહેવાલ

Published by at 1:15 pm under બેઠકનો અહેવાલ

Expand all
Print all
In new window

ગુજરાતી સાહિત્ય સરીતા ની ૧૭૪ મી બેઠક નો રીપોર્ટ – એક શામ – શોભિત દેસાઈકે નામ- અહેવાલ- નવીન બેન્કર

                               

                                 હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં……. કવિ-ગઝલકાર શ્રી શોભિત દેસાઈ……

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૪મી બેઠકપાંચમી મે૨૦૧૭ ને શુક્રવારની સલૂણી સાંજેસુગરલેન્ડ ના માટલેજ રોડ પર આવેલા રીક્રીએશન સેન્ટરના હોલમાં લગભગ ૧૨૫ જેટલા સાહિત્યપ્રેમીઓની હાજરીમાંકવિ શ્રીશોભિત દેસાઇની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

આ કાર્યક્રમની કેટલીક વિશેષતાઓ હતી..બધું જ સુંદર રીતે આયોજિત, માત્ર RSVP કરેલા સભ્યો અને કેટલાક મહાનુભાવો તથા અનુદાતાઓની જ હાજરી.. પ્રથમ કલાકમાં સ્વાદિષ્ટ ભોજન..પુરા બે કલાક શોભિત દેસાઈનું વક્તવ્યમાત્ર ચાર જ લોકલ સર્જકોની કૃતિઓનું ત્રણ-ચાર મીનીટનું પઠન.

તોમહેફિલની દુનિયાના દોસ્તોઆવો આ વિશિષ્ટ કાર્યક્રમનો નવરંગી નશો માણીએ.

સૌ પ્રથમ આવનાર સભ્યોને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ કરાવીને, પ્રમુખ શ્રી.સતિશ પરીખે સ્વાગતના બે શબ્દો  કહ્યા. રેખાબેન બારડે “મંદિર તારું વિશ્વ રૂપાળું” પ્રાર્થના કરી. ખ્યાતનામ વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લાએ તથા ડો.ઈન્દુબેન શાહે પુષ્પગુચ્છથી કવિશ્રી. શોભિત દેસાઇનું સ્વાગત કર્યું. કાર્યક્રમના સૂત્રધાર કવયિત્રી દેવિકાબેન ધ્રુવે સમગ્ર કાર્યક્રમનો દોર પોતાના હાથમાં લઈ લેતાંશોભિત દેસાઇનો પરિચય આપતાં કહ્યું કે પયંગબરીના ફૂલ જેવા શેરો ઊછાળતા શ્રી. શોભિતભાઈ મુશાયરાના મહારથી અને જલસાના જ્યોતિર્ધર છે. ૪૨ વર્ષથી સાહિત્યસર્જન કરનાર, ૩૭૦૦થી વધુ જાહેર કાર્યક્રમો આપેલ આ કવિ હવા પર લખી શકવાની આત્મશ્રધ્ધા ધરાવે છે.. તેમના કાવ્યસંગ્રહો, ગઝલસંગ્રહો, નાટકો પારિતોષિકો, સન્માન એવોર્ડ વગેરેની પણ માહિતી કાવ્યાત્મક રીતે આપી હતી. 

ગુજરાતી સાહિત્ય સરીતા ના પ્રમુખ શ્રી. સતિશ પરીખેહ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સર્જકોતેમના સર્જન અને પંદર વર્ષની બેઠકોની ઝલક દર્શાવી તથા એ દર્શાવતું એક પુસ્તક પણ શોભિતભાઈને ભેટ આપ્યું. દેવિકાબેને, તાજેતરમાં પ્રગટ થયેલ પોતાનું ”કલમને કરતાલે’ પુસ્તક ભેટ આપ્યું..

 Hide original message

 

બે કકડે, પૂરા અઢી કલાક વક્તવ્ય આપનાર શોભિત દેસાઈએ શુક્રવારની એ સાંજ સોનેરીનમણીલખલૂટ અને રમણીય બનાવી દીધી હતી. કાર્યક્રમના પ્રથમ દૌરમાં તેમણે આપણા ગઝલકારો  શ્રી. મરીઝમનહર મોદીઘાયલ સાહેબકૈલાસ પંડીતનિદા ફજલીવગેરેના દિલચશ્પ કિસ્સા અને રચનાઓ કહી સંભળાવી.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,

કહેવું હોય ઘણું અને કશું યાદ ન આવે.”      ( મરીઝ)

કૈલાસ પંડીતની નજમ  ‘સિગ્નલોના શ્વાસથી જીવતું નગર’ પર શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા.

કરૂ છું આ ક્ષણે તો બાજી રમવાના વિચારો હું,

જીતું તો મેળવું તમને, જો હારૂં તો તમારો હું.” મસ્તીભરી અદાથી રજૂ કર્યું.
 ****************
‘ નથી મેં ખેપ મંદીરની લગાવીનથી મેં આશકા માથે ચડાવી’ અને

મરીઝ અને મદીરાની પ્રશસ્તિ કરતા વક્તવ્ય વખતે પ્રેક્ષકો તેમને તાળીઓથી વધાવતાં જતાં હતાં.
*******************
માપી લે પળભરમાં પુરો કયાસ એનું નામ છે,

ઝળહળે અંધકારમાંઅજવાસ એનું નામ છે.

**********************
એની દુઆથી સમયને સેરવું છું હું,

મરજી મુજબ ગ્રહોને સતત ફેરવું છું હું,

જીવનમાં સાચા નિર્ણયો લીધા છે ક્યાં કદી

નિર્ણય લીધા પછી એને સાચા ઠેરવું છું હું. 

નિદા ફજલીની ઉર્દુ કવિતા ‘ બચ્ચા સ્કુલ જા રહા હૈ’ તથા રફી-લતાના એક  ખુબ જાણીતા હિન્દી ગીતની તર્જ પર શોભિત દેસાઇએ બનાવેલા ગુજરાતી ગીતની રજૂઆતને શ્રોતાઓએ ખૂબ દાદ દીધી હતી. મંદીરોમસ્જીદોસાધુબાવા પર તીવ્ર કટાક્ષ કરતી કવિતાઓને પણ શ્રોતાઓએ ખુબ વખાણી હતી.

યે જો મહંત બૈઠે હૈરાધાજીકે કુંડ પર,

અવતાર બનકે કુદેંગે પરિયોં કે ઝુંડ પર.
******************

રમજાનકે દિન મત જાના છત પર,

રોજા ન તોડ દે કોઇ ચાંદ સમજકર.
******************

ઉનસે છીંકે સે કોઇ ચીઝ ઉતરવાઈ હૈ

કામકા કામ ઔર અંગડાઇ કી અંગડાઇ હૈ.
********************

દેખકર સાંવલી સુરત કિસી મતવાલીકી

હું મુસલમાન પર કહે દિયા જય કાલી
*******************

વચ્ચે શોભિતભાઇને વિરામ આપવાહ્યુસ્ટનના ચાર સર્જકોને પોતાની કૃતિ રજૂ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે સૌ પ્રથમ ભાવનાબેન દેસાઇએ, શોભિત દેસાઈ રચિત ગઝલ “ પૂર્ણ સંતોષી છું, બેડો પાર લાગે છે મને” નું જોગ અને ખમાજ મિશ્રિત રાગમાં પોતે સ્વરાંકન કરી, મધુર સ્વરે ગાઈ સંભળાવી હતી. કવિ શ્રી. સુરેશ બક્ષીએ કેટલાક મુકતકો રજૂ કરીને શ્રોતાઓની દાદ મેળવી હતી. હાઈકુ અને હઝલથી શ્રોતાઓને હસાવતા હાસ્યલેખક અને કવિ શ્રી. ચીમન પટેલે પણ પોતાની કૃતિ મળવાનું થયું’ જેમાં કમ્પ્યુટર પર મળતી પ્રિયતમાની વાત કમ્પ્યુટરની ટેક્નીકલ ભાષામાં રજૂ કરીને શ્રોતાઓને મનોરંજન પુરુ પાડ્યું હતું. પ્રવીણાબેન કડકિયાએ શોભિતભાઈની પ્રશસ્તિ કરતી ચાર પંક્તિઓ સંભળાવી હતી. કવયિત્રી દેવિકા ધ્રુવે પોતાની બે રચનાઓ ‘ આ ગુજરાત છે’ જેનું સ્વરાંકન શ્રી ગૌરાંગ વ્યાસે કર્યું છે તે તથા ‘પૃથ્વી વતન કહેવાય છે’ લાક્ષણિક શૈલીમાં રજૂ કરી હતી. 

કાર્યક્રમને અંતે આભાર વિધિ અને સામૂહિક તસ્વીર બાદ સૌ વિખેરાયાં હતાં.

 આ વર્ષની નવી કમિટીના સભ્યોએ પુરા એક મહિનાથી અથાગ પરિશ્રમ કરીનેસુઆયોજીત રીતે કાર્યક્રમ તૈયાર કર્યો હતો. સવા પાંચથી સવા નવ સુધી ચાલેલા આ ચાર કલાકના શ્રેષ્ઠ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી. સતિશ પરીખ, ઉપપ્રમુખ શ્રી. નિતીન વ્યાસ અને ખજાનચી શ્રી. મનસુખ વાઘેલા સુત્રધાર દેવિકાબેન ધ્રુવ તથા કાર્યક્રમના ખર્ચને પહોંચી વળવા અનુદાન આપનાર હસમુખ દોશી અને અન્ય દાતાઓ તથા અન્ય તમામ સહાયકો અભિનંદનના અધિકારી છે. 
અસ્તુ..
 નવીન બેંકર

 

 

One response so far

One Response to “ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક# ૧૭૪ અહેવાલ”

  1. Devika Rahul Dhruvaon 08 May 2017 at 3:35 pm

    બધી જ વિગતોને સરસ રીતે સમાવતો સુંદર આંખે દેખ્યો અહેવાલ.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.