May 17 2020

ગુ.સા.સ.ની પ્રથમ ‘ઝૂમ’ બેઠકઃ મે ૨૦૨૦ઃ અહેવાલ લેખ..

Published by at 11:44 am under બેઠકનો અહેવાલ

  1.  
    ગુ.સા.સ. હ્યુસ્ટનની બેઠક નં. ૨૦૮- અહેવાલ લેખઃ દેવિકા રાહુલ ધ્રુવ

તસ્વીર સૌજન્યઃ શ્રી વિશાલ મોણપરા.

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઈતિહાસમાં ‘ઝૂમ’ બેઠકનો આ પહેલો પ્રયોગ. આમ તો એપ્રિલ મહિનાની બેઠક પણ ‘ઝૂમ હતી પણ તે એક વિશેષ કારણસર અન્ય દ્વારા સંચાલિત હતી. બેઠક સાહિત્યના વિવિધ વિષયોની પ્રસ્તુતિ માટે હતી અને સંસ્થાના , ટેકનીકલી નિષ્ણાત સભ્ય શ્રી વિશાલ મોણપરાની દોરવણી હેઠળ ૧૬મી મેના રોજ આયોજિત કરવામાં આવી હતી.

નિર્ધારિત સમયે,સવારે ૧૦ વાગે સૌ  રસિક સભ્યો પોતપોતાના નિવાસમાં, કોમ્પ્યુટર,લેપટોપ,આઈપેડ કે ફોન પર સાનુકૂળ રીતે ગોઠવાઈ ગયા હતા. સમય અને સંજોગો કેટલું બધું શીખવાડતા રહે છે!

પ્રણાલિકા મુજબ પ્રાર્થનાથી ( ભારતીબહેન મજમુદારના સૂરમાં) સભાનો આરંભ થયો. સંસ્થાના પ્રમુખ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ સ્વાગતની સાથે સાથે જરૂરી સૂચનાઓ આપી. ગયા મહિને  સદગતિ પામેલા લેખિકા કુંદનિકાબહેન કાપડિયા અને શ્રી ધીરુભાઈ શાહને સંભારી, ગુજરાતી સાહિત્યના મે મહિનામાં જન્મેલ સ્વ.સર્જકોને યાદ કર્યા. આ ઉપરાંત શ્રી દિનેશભાઈ શાહનો આભારપત્ર વાંચી સંભળાવ્યો. તે પછી સ્વરચિત બે રચનાઓ રજૂ કરી. ) ઝુરતી આંખો આજે પણ ને, નીતરતા આંસુ આજે પણ! રહેતી જે છબી દિલના ખૂણે, હર પળ તુજને શ્વસુ આજે પણ.. અને ) ઉઘાડી આંખે સપના જોવાય કેટલા?

        

પ્રથમ વક્તા ડો. કમલેશભાઈ લુલ્લાએ માતા અને શિક્ષકની જેમના જીવન ઉપર ઘેરી અસર પડી છે તેવા ડો.અબ્દુલ કલામની આત્મકથા “Wings on fire’ના બે પ્રસંગો રજૂ કર્યા. ત્યારબાદ ડો.ઈન્દુબહેન શાહે ૧૮મી સદીની હાલરડા ગાતી માતા જીજીબાઈથી માંડીને આજની સર્વ રીતે વિકાસ કરી રહેલી આધુનિક નારીના ઉદાહરણો આપી માતાની મહત્તા વર્ણવી. તે ઉપરાંત એક સ્વરચના પણ પ્રસ્તૂત કરીઃમાતા તારો સ્નેહ અમૂલ્ય,વરસે અમૃત ધાર અવિરત

શ્રી ફતેહ અલીભાઈએ થોડા ગમતા શેર રજૂ કરી મામા મને કેમ ખબર પડી મોડીકવિતા રજૂ કરી. તે પછી  અહેવાલલેખ લખનાર દેવિકાબહેન ધ્રુવના વક્તવ્યમાં, શ્રી ઉમાશંકર જોશી, સુંદરમ, મેઘાણી, રમેશ પારેખ,સુ..,મનોજ ખંડેરિયા,બેફામ,આદિલ મનસુરી વગેરેની કાવ્યપંક્તિઓની  અસ્ખલિત ધારાની જેમ રજૂઆત થઈ અને પછી એક સ્વરચિત કવિતા પણ સંભળાવી જેના શબ્દો હતાઆવી આવીને કોઈ કાનમાં પૂછે છે, કોઈના શું એકસરખા દિવસો કંઈ રહે છે?” તે પછી શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ  “સુખોના કરી ગુણાકાર, દુઃખોની કરી બાદબાકીએવી એક સુંદર મા વિશેની રચના સંભળાવી.

       

 શ્રી મનોજભાઈ મહેતાએછણકોનામે એક હઝલ રજૂ કરી સૌના મુખ પર સ્મિત ફરકાવ્યું. સમય સરતો જતો હતો. પહેલો પ્રયોગ હોવાથી વચ્ચે વચ્ચે સૂચનાઓ મળતી જતી હતી અને પોતપોતાના આવાસમાંથી આરામથી  બેસી રજૂઆત કરનારાઓની સંખ્યા અને ઉત્સાહ પણ વધારે હતો. દર વખતની જેમ ચાળીસેક સભ્યો સાંભળી રહ્યા હતા અને સૌ એકમેકને જોઈ શક્તા હતા. હા, કેટલાંક પોતાના વીડિયો બંધ રાખીને પણ સાંભળતા હતા. એક જુદો રંગ હતો. ફરીથી વિચારજીંદગી કેટલું અવનવું બતાવે છે?!! શીખવાડે છે?

શ્રીમતી ભારતી બહેન મજમુદારે શ્રી ઈશ્વર પેટલીકરની વાર્તાલોહીની સગાઈખૂબ ભાવથી કહીએક મૂંગી,પાગલ દિકરી અને વલવલતી માની વેદનાની કથની  ખૂબ જ અસરકારક રીતે રજૂ કરી. તેમની સરસ અભિવ્યક્તિ સૌને સ્પર્શી ગઈતે પછી શ્રી ભાવનાબહેન દેસાઈએ ગુજરાતની સ્થાપના અંગે, મે મહિનાને અનુરૂપ માહિતી આપી. ત્રણ ગુજરાતી કવિઓની કેટલીક પંક્તિઓને મધુર અવાજમાં ગાઈ સંભળાવી. શ્રી નર્મદનીજય જય ગરવી ગુજરાત, શ્રી .જોશીનીસદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મને માતૃભાષા મળી ગુજરાતીઅને શ્રી ભાગ્યેશ જહાની ‘ગુર્જરજન અભિનંદનસાંભળવાની મઝા આવી.

શ્રી મનસુખભાઈ વાઘેલાએ, બેફામની એક ગઝલ કે જે ભારતથી શ્રી સતીશભાઈ પરીખે મોકલાવેલ, તે વાંચી સંભળાવી જેનો એક શેર આજનીકોરોનાની કપરી સ્થિતિને સંબંધિત લાગી કે ખુદા જ્યાં જાઉં છું ત્યાં બંધ દ્વારો જોઉં છું. જગતમાં કોઈ ઘર હોત તો સારું હતું.”. શ્રીમતી રક્ષાબહેન પટેલે શ્રી બોટાદકરની અતિ જાણીતી કવિતાજનનીની જોડ સખી નહિ મળે રે લોલગાઈ સંભળાવી. તો શ્રી પ્રકાશભાઈ મજમુદારે કવિ શ્રી તુષાર શુકલની રચના ‘’મને યાદ આવતી તારી ગમતી વાતોગાઈને રજૂ કરી.

 વિષયનો વળાંક આપતા શ્રીમતી નયનાબહેન શાહે સુ..ની મૈત્રી વિષયક કવિતા પ્રસ્તૂત કરી કે, ‘તુ વૃક્ષનો છાંયો છે,નદીનું જળ છે,તું ઉઘડતા આકાશનો ઉજાસ છે”. ફરી પાછા બાકીના બધા વક્તાઓએ માતા વિશેની વાતો કરી આજના વિષયને ન્યાય આપ્યો. શ્રી નિખિલભાઈએ પોતાના દાદી,નાની અને માતા વિષેના સંસ્મરણો યાદ કર્યાં, શ્રી પ્રફુલભાઈ ગાંધીએ સર્વ માતાઓને સમર્પિત હિન્દી અને ગુજરાતીની પંક્તિઓ રજૂ કરી. શ્રીમતી ચારુબહેન વ્યાસે  હોસ્પીટલમાં  મરણપથારીએ પડેલા જુવાનજોધ દીકરાને  કાયમ માટે મુક્ત કરવા કહેતી નર્સના શબ્દો  “એના સુખ માટે બીજો કોઈ ઉપાય નથી, કાગળ પર સહી કરી આપોખૂબ હ્રદય દ્રવી જતી  માતાની સાવ અલગ વાર્તા પ્રસ્તુત કરી.

      

સભાના અંતિમ દોરમાં શ્રી નિતીનભાઇ વ્યાસે , લેખક શ્રી ધ્રુવ ભટ્ટના પુસ્તકોની જાણકારી આપીશ્રી મનોજભાઈ મહેતાએ બીજી એક કવિતા રજૂ કરી અને શ્રીમતી રક્ષાબહેન દેસાઈએ પણ માતા વિષયક  કૃતિ સંભળાવી. મહેમાન મુલાકાતી  અને જાણીતા લેખિકા શ્રીમતી રાજુલબહેન કૌશિકના આગમનની નોંધ લઈ, પ્રતિભાવરૂપે બે શબ્દો માટે આમંત્રણ આપતા, તેમણે આજના કાર્યક્રમને બિરદાવી ફરી મળવાની તૈયારી ઉત્સાહપૂર્વક વ્યક્ત કરી.

પ્રમુખ શ્રીમતી શૈલાબેન મુન્શાએ સૌનો આભાર માન્યોઆજની બેઠકમાં મુખ્યત્વે ગુજરાત, માતૃપ્રેમ, સ્વરચના  અને સ્વ પસંદગીની  કૃતિઓ રજૂ થઈ. તાળીઓ અને વાહવાહ..નો અભાવચેટમાં આવતા જતા પ્રતિભાવોથી પૂરાયો. ધીરે ધીરે દેશ અને વિદેશમાં ચાલુ થયેલ પ્રકારની બેઠકો, સંવેદનાઓને કેટકેટલા નવા રૂપોમાં ઢાળશે તો સમય કહી શકશે પણ એક વાત તો નક્કી છે કે માનવી કોઈને કોઈ રીતે રસ્તા શોધી, પોતાને ગમતું માણી લેશે. ઝૂમનો પ્રથમ પ્રયોગ એકંદરે સફળ રહ્યો.

અસ્તુ.

 દેવિકા રાહુલ ધ્રુવ
મે ૧૬,૨૦૨૦

.

10 responses so far

10 Responses to “ગુ.સા.સ.ની પ્રથમ ‘ઝૂમ’ બેઠકઃ મે ૨૦૨૦ઃ અહેવાલ લેખ..”

  1. જનાર્દન શાસ્ત્રીon 17 May 2020 at 1:24 pm

    નમસ્કાર દેવિકાબેન
    ખુબ જ ટુંકા સમયમાં માહિતીસભર, સુંદર અહેવાલ રજુ કરવા બદલ
    અભિનંદન.

  2. Indu Shahon 17 May 2020 at 2:29 pm

    Devikaben
    Very good , detailed Aheval .

  3. ભારતી મજમુદારon 17 May 2020 at 3:34 pm

    ગઈકાલનો ઝૂમ મીટનો સાહિત્ય સરિતા નો પ્રયોગ ખુબ જ સફળ રહ્યો. બધા વક્તા અને એમના વિષયો પણ ખુબ જ રસિક હતા. મઝા આવી ગઈ. શનિવાર સુધરી ગઈ.
    Thanks to Committee members and special Thankસ to Vishal.

  4. Navin BANKERon 17 May 2020 at 3:43 pm

    અતિસુંદર અને સર્વગ્રાહિ અહેવાલ. દેવિકાબેનને અભિનંદન.
    ‘ઝુમ’ બેઠક ખુબ સરસ અને સફળ રહી.. હું શરૂઆતથી અંત સુધી હાજર હતો. મને વિડીયો ગમતો નથી એટલે મેં ઓન કર્યો ન હતો. સુશ્રી. દેવિકાબેનના વક્તવ્યમાં, ઉમાશંકર જોશી,સુંદરમ, મેઘાણી, રમેશ પારેખ, સુરેશ દલાલ, મનોજ ખંડેરિયા, આદિલ મન્સુરિના ઉલ્લેખો સાથે તેમની કૃતિના અંશો રજુ કર્યા અને પછી પોતાની સ્વરચિત રચનાઓ સંભળાવી એ શ્રેષ્ઠ રહ્યું.શ્રી. નિખીલ મહેતાની માતાઓની યાદો આંખમાં આંસુ લાવી ગયા. ભાવનાબેન દેસાઈની રજુઆત પણ સરસ અને સાહિત્યિક કહેવાય. આ વખતે, ભારતીબેન મજમુદારે ”મંગુ’ નો રસસ્વાદ કરાવ્યો તે શ્રેષ્ઠ રહ્યો. તેમની કથનશૈલી પણ ખૂબ સરસ રહી. મનોજ મહેતા અને શૈલાબેન મુન્શાની રજુઆતો પણ સાહિત્યની બેઠક માટે યોગ્ય કહેવાય.

    નવીન બેન્કર

  5. Bharat Shuklaon 17 May 2020 at 4:55 pm

    We enjoyed the first zoom
    Meeting. Bharatiben’s representing
    Short story of Ishwar Petlikar
    Touched the heart. Very good
    Try to make the presentation best.
    Thanks all. 🙏🙏🙏🙏

  6. શ્રીમતી શૈલાબેન,
    ગુ.સા.સરિતાની મીંટીંગની ઝુમ બેઠકની માહિતી મળી ગઈં મારાથી આ મીટીંગમાં ના અવાયુ
    કારણ મને ફોન પર આ ફાવતુ નથી અને મારા ફોનથી આ થતુ નથી તેથી મને માફ કરશો. આ મીટીંગના અહેવાલ માટે તમારો આભાર. સર્વ સંબંધીઓને જય જલારામ.
    લી. પ્રદીપ બ્રહ્મભટ્ટના જય શ્રી કૃષ્ણ.

  7. Bhavana Desaion 17 May 2020 at 9:20 pm

    ઝુમ મીટીંગ સરસ રહી. બધાંની રજુઆત પણ સરસ હતી. જાતે ન મળાયું પણ બધાનં ચહેરા જોઈ આનંદ થયો. કોઈ લોકોને નવી ટેકનોલોજીને લીધે તકલીફ થઇ હશે પણ આનું જ નામ cultural evolution.શૈલાબહેને બધી ક્ષતિઓ સારી રીતે સંભાળી લીધી. વિશાલની મદદથી સારું પડ્યું. ઘણો આનંદ થયો.

  8. રક્ષા પટેલon 19 May 2020 at 1:38 am

    દેવિકાબેન! આવો સરસ અહેવાલ લખવા બદલ ખુબ ખુબ અભિનંદન અને આભાર! શૈલાબેન અને વિશાલ થકી આ
    ઝુમ મીટીંગ શક્ય બની. ઘણો આનંદ આવ્યો!

  9. vijay Shahon 19 May 2020 at 10:28 am

    અભિનંદન
    વિકસતી ટેકનોલોજીનો સુંદર પ્રભાવ

  10. Rajul Kaushikon 20 May 2020 at 12:56 pm

    આજના લોક ડાઉનના સમયમાં ટેક્નોલૉજીના આપણે સાચે જ આભારી છીએ.
    સાવ ઘરમાં જ રહીને પણ એક શહેરમાંથી એક સાથે અનેકને મળી શકાય એવી સુવિધા મળી એટલું જ નહીં પણ હ્યુસ્ટથી સાવ દૂર બોસ્ટનમાં રહીને પણ આ ઝૂમ મિટિંગમાં હું આપ સૌની સાથે રહી શકી.

    મે મહિનાને અનુરૂપ વિષય પસંદગી હતી અને એ વિષયને અનુરૂપ આપ સૌની પ્રસ્તુતિ હતી જે માણવી ગમી. નામથી તો પરિચય હતો પણ આવી રીતે મળવાનું ગમ્યું.

    ઝૂમ મિટિંગ પણ મઝાની રહી અને અહેવાલ પણ એવો જ મઝાનો રહ્યો.

    આભાર દેવિકાબેન અને શૈલાબેન.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.