Aug 26 2019

‘જલસો નંબર બસ્સો..’

Published by at 5:43 pm under બેઠકનો અહેવાલ

પ્રવક્તાઃ

તો હવે રજૂ કરીએ છીએ
નાટ્યાત્મક અભિવ્યક્તિ.

‘જલસો નંબર બસ્સો..’

સ્થળઃ હ્યુસ્ટન, ગુજરાતી સાહિત્ય સરિતા.
પાત્રોઃ
  આપણે સૌ.
સમયઃ
 ૨૦૦૧..થી આજ સુધીનો.

પરિકલ્પનાઃ ગુજરાતી સાહિત્ય સરિતાની સમિતિ
પ્રયોજનઃ ગુજરાતી સાહિત્ય સરિતામાં આવી ગયેલાં સર્જકોને યાદ કરવા અને બિરદાવવા. માણ્યું તેનુ સ્મરણ કરવું એ ય છે એક લહાવો…

સંવાદોઃ રાહુલ ધ્રુવ
પંક્તિ સહાયઃ દેવિકા ધ્રુવ

*****************************************

ફતેહ અલીભાઈ– શંખનાદ સાથે…(મોટે મોટેથી.).

હે…..બુલંદ નાદે, નોબત વાગે,
મૃદંગ બાજે, શંખ વાગે……(મોટેમોટેથી)જલસો નંબર બસ્સો… જલસો નંબર બસ્સો.
ઢોલ-નગારા-શંખના અવાજો…

પ્રવેશઃ શૈલાબહેન-અરે,અરે.. આ શેનો શંખનાદ ફૂંકવા માંડ્યો છે?

અને આ જલસો નં.૨૦૦ એટલે શું કહેવા માંગો છો તમે?

ફતેહ અલીભાઈ -” આ તે કંઈ પૂછવાનો સવાલ છે, શૈલાબહેન?

(રમૂજમાં)  ખૂબ ખુશ છું..ખુશીની દવા લઉં છું…સાંભળ્યું છે કે,

      ખુશી કી દવા ટાઇમ પે ના લો… તો વો ટીબી બન જાતી હૈ

      ઓર ગર્લફ્રેન્ડ ટાઇમ પે ના બદલો તો… વો બીબી બન જાતી હૈ… 

ખુશ છું…બહુ ખુશ છું..

જુઓ..જુઓ..સાંભળો..આ કંઈ  અવાજ આવે છે.

(ઑડિયન્સમાંથી)- રમેશભાઈઃ
‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે..

 ફતેહ અલીભાઈ સંભળાય છે? કોનો અવાજ આવે છે?

રમેશભાઈઃ પ્રવેશ કરતાં કરતા….

‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે..  (૨)
આ હસતા ચહેરા
,આ મીઠી નજર મળે ન મળે.

 પ્રવેશ-નીતિન વ્યાસઃ  એ હા…હા..ભાઈ 

વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ’, ()
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

શૈલાબહેનઃ ઓહ..આ તો આદિલભાઈ..આદિલ મનસુરી!….

ફતેહ અલીભાઈ –હાસ્તો! … આ ગુજરાતી સાહિત્ય સરિતાની શરૂઆત થઈ ૨૦૦૧માં  અને પહેલા મહેમાન કવિ એટલે આદિલ મનસુરી..અને આજે તો ૨૦૦ મી બેઠકનો જલસો. આદિલભાઈનો જાણીતો શેર કેવો મઝાનો છે કે…

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે..

પ્રવેશઃ દેવિકા ધ્રુવઃ  
આ ઉજવણીનું કારણ એ જ છે
, પાંદડે ભેગું કરેલું તેજ છે. (૨)
આ ગઝલ લખવાનું કારણ એ જ છે
, આંખને ખૂણે હજીયે ભેજ છે.

શૈલાબહેનઃ વાહ..ક્યા બાત હૈ…… આ તો ચીનુ મોદીનો શેર…
તમને યાદ છે ફતેહ અલીભાઈ? ચીનુ મોદી આવ્યાં ને, એ વર્ષે તો વળી ચાર ચાર કવિઓ એક જ વર્ષમાં પધારેલા.

ફતેહ અલીભાઈ – હા..હા.. મને યાદ છે ને? એક તો પેલાં યુકેમાં બેઠા છે ને એ ગુજલીશ ગઝલકાર અદમ ટંકારવી…અહમદ ગુલ અને….

પ્રવેશ—પ્રશાંત મુન્શા અને આપણા સદાબહાર મસ્તીના મોજીલા રાજ્જા રઈશ મનીઆર!

શૈલાઃ– (પ્રશાંત તરફ ફરીને..)“પૈનીને પહતાય તો કે’ટો ની હો!”

પ્રશાંત ( હસીને)… પૈનીને પહતાય તો કે’ટો ની
ને વાહણ અઠડાય તો કેટો”ની..
અમના તો કે’ટો છે કે પાંપણ પર ઉંચકી લેઉં
પછી માથે ચડી જાય તો કે’ટો ની..

બધા સાથે—વાહ…વાહ…
રમેશભાઈ
અને પેલા ગુજલીશ અદમભાઈ તો…..

મારી વાતમાં કેવળ યુ…તારી વાતમાં આઈ છે (૨)
અહિયાં ત્યાં વહેંચાઈ છે,લાગણી એન આર આઈ છે..અદમ ટંકારવી.

) બધા ખૂબ તાળીઓ પાડે છે.)
દેવિકાઃ હવે જામ્યો..જલસો જામ્યો. જામ્યો..નવરંગી નશો..

બધા સાથે મોટેથી  હસતાં હસતાં..હા…હા..હા….હા..

ફતેઅલીભાઈ:   કવિતાઓ તો સાંભળી પણ હવે ..સાંભળો ,સાંભળો આ બે કવિઓ ની વાત… 

(રમેશભાઈઅને નીતિનભાઈ  એકબીજાંની સાથે સામસામે,જોરજોરથી ઘાંટા પાડી ઝઘડે છે.લગભગ સાથે સાથે જ નીચે પ્રમાણે બોલે છે.)

 નીતિનભાઈ – જુઓ મેં તમારી ગઝલ સાંભળી, બરાબર ! હવે તમે મારી કવિતા સાંભળવાની ના કેમ પાડો છો? હેં..હેં..

રમેશભાઈ-ના, ના, અને ના, મારે નથી સાંભળવી, 

નીતિન – એમ ન ચાલે તમારે મારી કવિતા સાંભળવીજ પડશે ….

રમેશભાઈ – ના ભઈ ના હું નહીં સાંભળું. 

નીતિન (ગુસ્સાથી) તમે ન કેમ સાંભળો ? આતો અન્યાય કહેવાય, હું તમારી સાંભળું અને તમે મારી કવિતા ન સાંભળો…

રમેશભાઈ –  ના , સાડીસાતવાર ના… હું નહીં સાંભળું (ઝગડો આગળ વધે છે )

.ફતેઅલીભાઈ: બસ બંધ કરો હવે, ઝગડો . મને કહો કે થયું શું? 

નીતિન – જુઓ ફતેહ અલી ભાઈ, આ એમની ગઝલ મેં સાંભળી, હવે મારી કવિતા તે સાંભળવાની ના પડેછે, આવું તે કઈ હોય ….તમે જ કહો .

ફતેઅલીભાઈ: (રમેશભાઈને) એમની વાત તો સાચી છે, જો તમારી કવિતા એમણે સાંભળી હોય તો એમની કવિતા તમારે સાંભળવી જ જોઈએ।

રમેશભાઈ – શું ધૂળ સાંભળવી જોઈએ, મેં તો ફક્ત મારી  ૧૦ લાઈન ની ગઝલ કહી અને તેમણે  તો છપ્પન પાનાં ભરી સૉનેટોનો ઢગલો કાઢ્યો… અને પાછા એક એક લાઈન બબ્બે વખત બોલે ..કોઈ હદ હોય કે નહીં???

(હાસ્ય અને તાળીઓ)

સૌનું હાસ્ય અને તાળીઓ….

શૈલાબહેનઃ –હવે  તમારી રમૂજ પતી? તો યાદ કરીએ સાહિત્ય સરિતામાં આવેલાં  મહેન્દ્ર મેઘાણી, શોભિત દેસાઈ, વિનોદ જોશી..બળવંત જાની.. કુમારપાળ દેસાઈ,ગુણવંત શાહ.. કેટલા બધા આવી ગયા?

પ્રશાંતભાઈઃ  અને આપણે તો શેરાક્ષરી કરી, મુશાયરાની મહેફિલ કરી અને…શિબિરો પણ કરી.

નિતીનભાઈઃ અરે, ગાંધીની અંતિમ પળોની ઝલક કરી, શબ્દસ્પર્ધા કરી અને દશાબ્દિ મહોત્સવ પણ કર્યો જ ને વળી?

ફતેહ અલીઃ અને પાછા ‘ચલો ગુજરાત’માં  ન્યૂ જર્સી પણ ગયા. અને તમે કહો છો શેનો શંખનાદ ફૂકે છે! બાત કરતા હૈ…

નિખિલ— તમારું પેલું ‘અનોખી મહેફિલ’ તો બાપુ… સ્ટેન્ડીંગ ઓવેશન લઈ ગયું.ને પેલું  ‘ગુજરાત તારું ગૌરવ’ ને ‘જો, જો  મોડું ન થાય..”બીજાં એવા નાટકો..આપણે ઝાડ નીચે કરેલી ઉજાણી પણ… કેવી મસ્તીથી….

   

દેવિકાઃ– સોરી..તમને વચ્ચે અટકાવી દીધા. પણ એકદમ યાદ આવી ગયું કે  છેલ્લાં પાંચ વરસમાં તો…લેખિકાઓ પણ આવી.  કવયિત્રી પન્નાબહેન નાયક, વિશ્વમાં પ્રવાસ કરતા પેલાં પ્રીતિબહેન સેનગુપ્તા, વાર્તાકાર નીલમબહેન દોશી, કટાર લેખિકા કામિનીબહેન સંઘવી અને છેલ્લે  જૂઈમેળાના પ્રણેતા  ડો.ઉષાબહેન ઉપાધ્યાય પણ..

રમેશભાઈઃ અને અશરફ ડબ્બાવાળા અને મધુમતી બહેન મહેતા પણ આપણા મહેમાન  ખરાં હોં. યાદ છે ને દશાબ્દિ મહોત્સવ?

શૈલાબહેનઃ –  હા.. પણ આપણને તો ભાઈ કવિતાઓ અને ગઝલની મસ્તીમાં મઝા આવે.

ફતેહ અલીભાઈ.. તો સંભળાવી દઈએ મુકેશ જોશી અને અનિલ ચાવડા, કૃષ્ણ દવે અને મહેશ રાવલની પંક્તિઓ.. આ બધા આપણા  સરિતાના મહેમાનો જ ને વળી..

દેવિકાઃ– હાસ્તો.. લો મુકેશ જોશીનું નામ લેતા તેમની પંક્તિઓ નજર સામે  આવી ગઈ
..અર્ઝ હૈ…અર્ઝ હૈ….

પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે (૨)
જંગલને બાઝીને બેઠું
, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.

 નિખિલભાઈઃ અને અનિલ ચાવડા તો આહાહા..                                                   

“અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, ()
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?

બધાઃ ક્યા બાતક્યા બાત

રમેશભાઈઃ હવે શોભિત દેસાઈનો શેર સાંભળોઃ

 બધાઃ    ઈર્શાદ …ઈર્શાદ…

રમજાનકે દિન મત જાના છત પર, ()
રોજા ન તોડ દે કોઇ ચાંદ સમજકર.

બધાઃ  બહોત ખૂબ.. બહોત ખૂબ ..

નિખિલભાઈઃ  હવે મહેશ રાવલનો એક શેર થઈ જાય?

શૈલાબહેનઃ “ઇર્શાદ!
દેવિકાઃ ઈર્શાદ!
ફતેહ અલીભાઈ-ઈર્શાદ..

નિખિલભાઈ-લખું છું એ ગમે છે, ને ગમે છે એ લખું છું હું (૨)
કરો જે અર્થ કરવો હોય એ
, છે એ લખું છું હું .  

બધાઃ તાળીઓ ….તાળીઓ..વાહ વાહ..

દેવિકાઃ અને ચાલો કહો જોઈએ, આપણે ત્યાં આવી ગયેલા કયા કવિની આ પંક્તિઓ છે? કે,

આપણે તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. (૨)
અરે, હસવું જો આવે  તો હસવું બેફામ,  અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં..

શૈલાબહેનઃ અરે હા.. આ તો…કૃષ્ણ દવે..એમને તો કેમ ભૂલાય?

ફતેહ અલીભાઈઃ ચાલો, હવે હું એક શેર સંભળાવું.

બધાઃ ઈર્શાદ… ઈર્શાદ…

મને એ જોઈને હસવું હજારો વાર આવે છે.
પ્રભુ, તારા બનાવેલાં આજે તને બનાવે છે….

(બધાનું ખડખડાટ હાસ્ય…..)

ઓડિયન્સમાંથી -મુકુંદ ગાંધી હસતા હસતા પ્રવેશે છે…
મને જ ભૂલી ગયા? આટલું બધું હસાવ્યા તો ય?

(બધાંની આંખો, પ્રશ્નાર્થભરી નજરે, મુકુંદભાઈ તરફ…..)

હજી કહું છું કેઃ
વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.(૨)
વતનના વન ઉગ્યાં, હવે તો અમેરિકામાં.

રમેશભાઈઃ ઓહોહોહો… આ તો હરનીશ જાની…

ઓડિયન્સમાંથીઃ  મુકુંદ ગાંધી બોલતા બોલતા આગળ આવે છે.

હ્યુસ્ટનના સાહિત્યરસિક મિત્રોએ ૨૦૦મી બેઠકનો આ જલસો ગોઠવ્યો છે અને મારા બધા સાહિત્યકાર મિત્રો અહીં આવ્યાં છે. મુંબૈના કવિ શ્રી સુરેશ ઝવેરી પણ પધાર્યા છે  તો મને  થયું કે હું પણ પહોંચી જાઉં.

બધા સાથેઃ આવો…આવો… નમસ્કાર..

-હાઅલીભાઈ, એ હું જ.. હરનીશ જાની..
સાંભળો ફરી કહું છું કે
તમારા બાળકોનું  વતન છે આ તો .
ક્યાં સુધી પરદેશી રહેશો
અમેરિકામાં. (૨)
અન્ન આ ધરતીનું, શ્વાસ આ આકાશનો .
સુજલામ્ સુફલામ્ બનાવો
, અમેરિકામાં.

 હવે બધાં સાથેઃ    બિલકુલ સાચી વાત છે..
મુકુંદ ગાંધીઃ તો ચાલો….

ગુજરાતી સાહિત્ય સરિતાની મહેફિલ કરીએ સુગરલેન્ડમાં (૨)
ને હવે ગરબા-રાસની રમઝટ  કરીએ સુગરલેન્ડમાં….

ફતેહ અલીભાઈઃ જરા ઉભા રહો…ઉભા રહો..

શૈલાબેનઃ કેમ શું થયું વળી?

ફતેહ અલીભાઈઃ આ બધી વાતો તો કરી પણ આપણા સર્જકોની તો વાત કરો.

શૈલાઃ એટલે?

ફતેહ અલીભાઈઃ એટલે એમ કે, સરિતાના સર્જકો પણ કિસીસે કમ નહિ હૈ..આ જ મંચ પરથી કેટલા બધા આગળ આવ્યાં, ઈનામો મેળવ્યા, અરે પાંચમાં પૂજાયા. એટલે એ સૌને માટે જોરદાર તાળીઓ તો બનતી હૈ ના?
(બધાઃ   જોરદાર તાળીઓ.)

રમેશભાઈઃ  હા, સુમન અજમેરી તો શબ્દની ધૂણી ધખાવીને બેઠેલા સાધક હતા. તો પોતાના વતન ગયેલા રસિક મેઘાણી કેવી સરસ ગઝલો લખતા અને લખાવતાઃ

નિતીન વ્યાસઃ “તું તારલાના તોરણો સજાવી દે હ્રદય સુધી. (૨ )
તું પ્રેમની પરંપરા પ્રજાળી દે હ્રદય સુધી.”

બધાઃ વાહ.. વાહ.. વાહ..
શૈલાબહેનઃ હા, બરાબર આ સાહિત્યનો આપણો  એક પરિવાર છે.. સરિતાનું વહેણ છે અને સરિતા તો વહેતી જ રહેવી જોઈએ.

લો… દેવિકાબહેને એક શેરમાં આ જ વાત કરી છે કેઃ
પથરા નડે
, તડકા પડે, હસતી રહે. (૨)
સરિતા સદા  રમતી  રહે, વહતી રહે..…વહેતી રહે….

નવો છેલ્લો પ્રવેશ, રાહુલ- તો ચાલો, હવે  આપણે બધાં જ ઉજવીએ આ….

જલસો નંબર બસ્સો… જલસો નંબર બસ્સો…” જલસો નંબર બસ્સો…”

 બધાઃ બે હાથ પહોળા કરી, માથુ નમાવી …” જલસો નંબર બસ્સો…”

****************************************

 

 

2 responses so far

2 Responses to “‘જલસો નંબર બસ્સો..’”

  1. Navin BANKERon 27 Aug 2019 at 2:48 pm

    ખુબ ખુબ સુંદર….કમનસીબે આ કાર્યક્રમ જોવા હું નસીબદાર ન હતો. મારી નાદુરસ્ત તબિયતને કારણે મારે મીટીંગ છોડીને ઘરભેગા થવું પડેલ.
    અહેવાલ અને સ્લાઈડો બ્લોગ પર જોઇને સંતોષ માનવો પડેલ.
    બધાએ ખુબ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળતા બક્ષી દેખાઈ આવે છે.
    અભિનંદન.
    નવીન બેન્કર

  2. શૈલા મુન્શાon 28 Aug 2019 at 7:45 pm

    ૨૦૦૧ થી ૨૦૧૯ સુધીના માનવંતા લેખકો, કવિઓ, કવિયત્રીઓને આવરી લેતી સુંદર નાટિકા લખવા બદલ અને રજૂઆતની દોરવણી આપવા બદલ રાહુલભાઈને અભિનંદન, સાથે દેવિકાબહેને યોગ્ય પંક્તિઓ ઉમેરી નાટિકા વધુ રસમય બનાવી એ બદલ એમનો ખુબ આભાર.
    સરિતાના સભ્યોને ઓછા રિહર્સલમાં પણ સરસ રીતે એની રજૂઆત કરવા બદલ ખુબ અભિનંદન.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.