Oct 20 2009

નવેમ્બર 2009 બેઠક પ્રવિણાબેન કડકીયાને ત્યાં

Published by at 7:12 pm under Uncategorized

સાહિત્ય રસિક મિત્રો,
               મને ઘણોજ આનંદ થાય છે કે આપણી સાહિત્ય સરિતાનો પ્રવાહ નિર્મળ અને સુંદર રીતે વહી રહ્યો છે, જ્યાં ઊમંગ છે, ઉત્સાહ છે,નિસ્વાર્થ ભાવે સૌ સેવા આપી  માતૃભાષાને આવેગ આપવા મહિને, મહિને મળી ગુજરાતી સાહિત્યનો આસ્વાદ માણે છે! નવેમ્બર માસના યજમાન છે આપણાં જાણીતા, માનીતા કવિયત્રી પ્રવિણાબેન કડકીયા, તારીખ : નવેમબર ૮,૨૦૦૯, સમય : ૩-૫, સ્થળ: માહીતિ 713-494-2734
આપ સૌ જરૂર પધારો, સાહિત્યના નિર્મળજળમાં સ્નાન કરી..ગુજરાતી માતૃભાષાને નમન કરો..સાહિત્યનો આસ્વાદ માણો, જાણીતા,માનીતા સ્થાનિક કવિ, લેખક,ચિંતકોને માણો.. આપને હંમેશ મુજબ નમ્ર-વિનંતિ. આપણા આગમન વિશે યજમાનને જાણ કરો અથવા મને જાણ કરો જેથી યજમાનને આવનાર મહેમાનોની આગતા-સ્વાગતા કરવાની,વ્યવસ્થા કરવાની અનુકુળતા પડે.આપ સૌના સહકારની અપેક્ષા.
આપનો સેવક..
વિશ્વદીપ બારડ
સંચાલક
હ્યુસ્ટન સાહિત્ય સરિતા
ઈ-મેલ:malibarad@yahoo.com

pravinash@yahoo.com

One response so far

One Response to “નવેમ્બર 2009 બેઠક પ્રવિણાબેન કડકીયાને ત્યાં”

  1. rupenon 10 Jan 2010 at 11:48 am

    વાંચે ગુજરાત
    ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
    ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
    ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
    આપ સૌ પણ આ અભિયાનમાં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.