May 28 2020

બેઠકની જાહેરાતઃ જૂન ૨૦૨૦ઃ ઝૂમ બેઠક

મિત્રો,

જૂન મહિનાની બેઠકઃ ઝૂમ બેઠક..
તારીખ. જૂન ૬ ૨૦૨૦
સમય – સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦
ઝૂમ ID 882 8600 4401
password – gss2020

એક વિશેષ રજૂઆતઃ તૈયાર છો?

ગુજરાતી કવિ-કવિતાઓની નામ-અંતાક્ષરી જેના બે દોર થશે.

પહેલાં દોરમાં ફક્ત કવિ-નામની અંતાક્ષરી ૧૫ મિનિટ. ( નામોનું લિસ્ટ બનાવી તૈયાર રહેશો. )
દા.ત. કલાપી..પ અક્ષર આવ્યો. તો પ ઉપર પ્રિયકાંત મણિયાર..ર ર અક્ષર ઉપર રમેશ પારેખ… એ રીતે..
આ એક શીઘ્ર સાહિત્યિક રમત રહેશે. કોઈપણ જાતની પૂર્વ તૈયારી વગર!!!

બીજા દોરમાં- ગુજરાતી ગીત કે ગઝલની કક્કો-બારાખડી.. જેનું આયોજન પહેલેથી કરવામાં આવશે ભાગ લેનારને અક્ષર અગાઉથી આપી દેવામાં આવશે. ગીત હોય તો માત્ર બે જ પંક્તિ અને ગઝલ હોય તો માત્ર એક જ શેર. કવિ કે ગઝલકારનું નામ અવશ્ય બોલવાનું રહેશે. આ બીજો દોર ૩૦ મિનિટનો રહેશે.

જેને ભાગ લેવાની ઇચ્છા હોય તેમણે ઈમેઈલ મળ્યાના બે દિવસમાં નામ જણાવી દેવું જેથી તે વ્યક્તિઓને વિગતવાર આયોજનની બીજી ઈમેઈલ મળશે. જેટલા વધુ ભાગ લેશે તેટલી વધુ મઝા આવશે.
આ નવતર પ્રયોગને સહુ ઉત્સાહથી વધાવી લેશો એની અમને પુરી ખાત્રી છે.
તારીખ પહેલી જૂન સુધી જે મિત્રો કવિ-કવિતાની અંતાક્ષરી અને સ્વરચનામાં ભાગ લેવાના હોય એ પોતાના નામ જણાવી દે તો આયોજન કરવામાં સરળતા રહેશે એની ખાસ નોંધ લેશો.
ઈમૈલ, ફોન, ગુજરાતીસાહિત્યસરિતાની વેબસાઈટ અથવા ગુ.સા.સ. ના વોટ્સેપ પર જાણ કરી શકશો.
તે સિવાય એક Guest appearance તરીકે ૧૫ મિનિટના વક્તવ્ય માટે વિશેષ મહેમાનને રજૂ કરવામાં આવશે.
તો ચાલો મિત્રો, આપનો ઉત્સાહ પ્રગટ કરશો.
બાકીની ૩૦ મિનિટમાં પોતાની સ્વરચના રજૂ કરી શકાશે. દરેક વક્તાને ફક્ત ત્રણથી ચાર મિનિટ મળશે જેથી વધુ વક્તાને રજૂઆત કરવાનો સમય મળે.
વિષય – Father’s day અથવા પોતાની કૃતિ

કુલ કાર્યક્રમ માત્ર દોઢ જ કલાકનો રહેશે.

પ્રમુખ શૈલાબહેન મુન્શા smunshaw22@yahoo.co.in 832 731 4206

ઉપ પ્રમુખ ચારૂબહેન વ્યાસ cnvyas@hotmail.com 832 618 6520

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.