Mar 01 2021

બેઠક ક્રમાંક ૨૧૭, ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૧, અહેવાલ

ગુ. સા. સ. ની બેઠક ક્રમાંક ૨૧૭ તારીખ ૧૩ મી ફેબ્રુઆરી ૨૦૨૧ અને  શનિવારે યોજવામાં આવી. આ વિડિઓ કૉન્ફરન્સ દ્વારા થયેલી બેઠક નો  પ્રારંભ બરાબર 3 વાગે માં સરસ્વતી ની પ્રાર્થના થી થયો. શ્રીમતી ભાવના બહેન  દેસાઈ એ એમના સુમધુર કંઠે  પ્રાર્થના  પ્રસ્તુત કરી  .

ત્યાર બાદ પ્રમુખ  ચારુ બહેન વ્યાસે    આજની બેઠક નાં મુખ્ય મહેમાન, ગુજરાત ના સુપ્રસિદ્ધ  શાયર, ગઝલ કાર ડો. મહેશભાઈ રાવલ નું સ્વાગત કર્યું.  સાથે સાથે બધાં  સભ્ય મિત્રો નું પણ સ્વાગત કર્યુ .
શ્રી નિખિલ ભાઈ મહેતા એ સાનરામોને, કેફોર્નીઆ સ્થિત અને ત્યાં થી વિડિઓ  કૉન્ફરન્સ દ્વારા જોડાયેલા ડો. મહેશભાઈ પ્રથમ તો ખાસ આભાર માન્યો અને  તેમનો  પરિચય આપ્યો.
મૂળ રાજકોટ નાં ફિઝીશીઅન ની  પ્રૅક્ટિસ  પછી હવે નિવૃત્તિ નાં સમયે  તેમનાં દીકરાઓ સાથે સાનરામોને નામના  સુંદર શહેર કેલીફોર્નીયા માં રહેછે.
નિખિલ ભાઈએ આજના મુખ્ય મહેમાન ની ઓળખાણ આપતા કહ્યું કે મહેશભાઈ રોજીંદા જીવન  ની ઘટમાળ અને વાસ્તવિકતાઓને નજીકથી નીરખી , આત્મસાધ કરી, કાઠિયાવાડી  તોર માં શબ્દોને ધાર કાઢી કંડારી લેછે.
   પરંપરા  નોં  અસલ મિજાજ જાળવીને લખાતીએમની ગઝલો માં  મૂળ કાઠિયાવાડી તળપદી બોલચાલની ભાષાનો લહેકો  જોવા મળે છે .
    “શબ્દ  ને  પણ ધાર કાઢીને લખું છું  ,
      અર્થનો  વિસ્તાર, માપીને લખું છું .
      જાળવે   છે સહુ    શિરસ્તો  ,
      લોકલાજે ,હું  ય શિષ્ટાચાર  રાખીને લખું છું “
      ” તું તને વિસ્તાર તો આઘું કશું હોતું નથી,
        જાત ઝળહળ હોય તો ઝાંખું કશું હોતું નથી, “
       ” આમ લાગે જળ, તે મૃગજળ નીકળે એવું બને,
હોય સધિયારો અને છળ નીકળે, એવું બને! “
        “અણગમા ની આડ માં અહીં લક્ષ્ય બદલી જાય છે,
હોય ગમતો મામલો,  ત્યાં ફર્ક બદલી જાય છે “

 આવી   રચના  હૃદય ને સ્પર્શી  જાય છે .

અને ચાબખા મારતા શબ્દો..

….
“તમારી વિદ્વત્તા તમને  મુબારક   સાક્ષરો !
પરાણે  વિદ્વત્તા દેખાડવા લખતાંજ નહીં “
આવી સુંદર રચાનો સાથે ડો રાવલે બધાને રસ તરબોળ કરી દીધા. તેમનો આ દોર બરાબર એક કલાક ચાલ્યો .
એ પછી નાં દોર માં  બાદ ગુ. સા. સ. નાં  સભ્યોએ એક પછી એક પોતાની કૃતિ રજુ કરી.  આજના  વિષય   ને અનુલક્ષી ને “મારી પ્રિય વ્યક્તિ” ઉપર જુદી જુદી રચનાઓ રજુ કરી હતી
ત્રીજો અને છેલ્લો દોર,  “મારી પ્રિય વ્યક્તિ” ઉપર શ્રી મહેશભાઈ બોલ્યા. તેમણે ” “મારી પ્રિય વ્યક્તિ એ હું પોતે” પર સરસ મંતવ્ય રજુ કર્યાં  શ્રોતાઓ ની માંગણી ને માન   આપતા તેઓએ પોતાની થોડી બીજી ગઝલો સંભળાવી.શ્રીમતી ભારતીબેન મજમુદારે મુખ્ય મહેમાન સહિત  હાજર રહેલા સભ્યો નો આભાર માન્યો.
આમ આ બેઠક બપોરે  ૩.૦૦ નાં ટકોરે  શરુ થઈ લગભગ સાંજે ૫.૩૦ વાગ્યે પુરી થઈ.
અસ્તુ
પ્રમુખ
ચારુ વ્યાસ

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.