Jul 19 2021

બેઠક ક્રમાંક ૨૨૨ નો અહેવાલ 


તારીખ ૧૮ મી જુલાઇ, બપોરે ૨ થી ૪ વાગ્યાની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં વક્તા હતા શ્રી આનંદરાવ લિંગાયત, અને તેમનો વિષય હતો “કબીર અને તેની ફિલૉસોફી.” 
શ્રી આનંદરાવ લેખક,કવિ, નાટ્યકાર તથા ફિલસૂફ છે . તેમણે ગુજરાતી અને અંગ્રેજી લખેલી વાર્તા અને વિવિધ વિષય પર લખેલા નિબંધોના પુસ્તકો પ્રગટ થયાં છે. એક મહારાષ્ટ્રીયન હોવા છતાં ગુજરાતી ભાષા ઉપરનું તેમનું પ્રભુત્વ ઘણી જ ઉચ્ચ કક્ષાનું રહ્યું છે.
શ્રી દીપક ભાઈએ તેમનો પૂર્ણ પરિચય આપ્યો.
શ્રી આનંદરાવે કબીરના જીવન, કથન, તેમના સમયની સમાજ વ્યવસ્થા વગેરે ઉપરની વિસ્તાર્પૂર્વક સમજ આપી. પછી કબીર દોહાઓ ખૂબ સરસ રીતે સમજાવ્યા.
કબીરની ફિલૉસોફી પ્રમાણે જન્મ – મૃત્યુ ના રહસ્યો વિષે કહ્યું. કહેવાય છે કે પંદરમી સદીમાં જન્મેલા જર્મન ફીલસુફ માર્ટીન લ્યૂથરના વિચારો અને કબીરના વિચારો ઘણા મળતા આવેછે.
પ્રશ્નોત્તરી બાદ ભારતીબહેને આનંદભાઈ તથા હાજર રહેલા સભ્યોનો આભાર માન્યો.

અસ્તુ
ચારુ વ્યાસ.

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.