Oct 25 2021

બેઠક ક્રમાંક ૨૨૫ નો અહેવાલ

બેઠક ક્રમાંક ૨૨૫ નો અહેવાલઃ

તારીખ ૨૩ નવેમ્બર ૨૦૨૧ની બેઠકમાં સાહિત્ય અને સંગીત નો મજાનો સમન્વય રહ્યો.
ડો.શ્રી જવાહર બક્ષી  અને આશિતભાઇ દેસાઈ  ,સાહિત્ય જગતના અને ગુજરાતી સુગમ સંગીતના
 બે આદરણીય મહાનુભાવો આજની બેઠકમાં બંને મુંબઈ થી વિડીઓ
કોન્ફરન્સ દ્વારા, આપણા આમંત્રણને માન આપી જોડાયા.
વિષય હતો:”નરસિંહ મહેતાનું જીવન અને કવન”.
બેઠકની શરૂઆત ગુજરાતી સાહિત્ય સરિતાના માનદ પ્રમુખે સભ્યો આવકારતાં અને માનવંતા મહેમાનો વધાવતાં બે શબ્દો દ્વારા કરી.
શ્રીમતિ ભાવનાબેન દેસાઈએ સરસ્વતી વંદના ગાઈ.
અને ત્યાર બાદ આદરણીય સંગીતકાર, ગીતકાર અને ગાયક શ્રી આશિતભાઈએ આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા રચિત
પદ રાગ ભટીયાર  માં રજુ કયું.
“જાગીને જોઉં તો જગ દિસે નહીં
ઉંઘ માં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચૈતન્ય વિલાસ કદરૂપ છે
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે
હે જાગીને જોઉં તો.”

આશિતભાઇ સાથે તબલા પર સંગતમાં હતા  સંગીતકાર શ્રી આલાપ દેસાઈ. આ પદ પરંપરાગત ઢાળમાં પણ આશિતભાઇ એ ગાયું, શ્રોતાગણ માટે આમ  આ યાદગાર ક્ષણો રહી.

ડો. શ્રી જવાહરભાઈ  બક્ષીને બિરદાવતાં આશિતભાઇએ કહ્યું “હવે તો શ્રી નરસિંહ મહેતાને સ્વરચિત પદો માટે માહિતી જોઈતી હે તો તે પણ ડૉ. બક્ષી ને પૂછે”

અને પછી “”નરસિંહ મહેતાનું જીવન અને કવન”. ઉપર નો તેમનાં વાર્તાલાપ શરુ થયો.

નરસિંહ મહેતાની ‘જળકમળ છાંડી જાને બાળા..’, ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા ..’ જેવી અનેક રચનાઓમાં વણાયેલી ગૂઢ આધ્યાત્મિકતા તથા તેમાં પ્રકટ વૈજ્ઞાનિકતાને શસ્ત્રાધાર ટાંકી , વૈજ્ઞાનિક સંશોધનોનું પ્રમાણ રજૂ કરતાં જવાહર બક્ષી કહે છે : “ નરસિંહ મહેતા બિનસાંપ્રદાયિક કવિ છે , ઋષિ છે, અવધૂત છે, યોગી છે.” ડો. બક્ષી ની પોતાની એક બોલવાની એક આગવી છટા  છે, કોઈ વાત રીપીટ ન થાય, શબ્દો ખુબ સાદા અને સમજાવવાની અનોખી પણ સરળ રીત.

આવો ખુબ રસપ્રદ જાણકારીવાળો વાર્તાલાપ પૂરો થયો ત્યારે બે કલ્લાક ઉપરનો સમય  વીતી ગયો હતો તેનો કોઈને ખ્યાલ ન રહ્યો.

શ્રી નિખિલ મહેતાએ આભાર વિધિ કરી.

ચારુ  વ્યાસ                                                                                                                                                                                                                                                                                                                        ૨૫ ઓક્ટોબર ૨૦૨૧

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.