Aug 27 2022

બેઠક નં. ૨૩૪નો અહેવાલ જૂલાઇ ૨૦૨૨

Published by at 11:33 am under Uncategorized

ગુજરાતી સાહિત્ય સરિતા ૨૩૪ મી બેઠક નો અહેવાલ

તા. ૧૭ જુલાઈ ૨૦૨૨
સ્થળઃ ISSO સ્વામિનારાયણ ટેમ્પલ, હ્યુસ્ટન, ટેક્ષાસ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૩૪મી બેઠક ના મુખ્ય  મહેમાન હતા શ્રી નવીનભાઈ સોની.

બરાબર ૪ વાગ્યે બધા સભ્યો હાજર થઇ ગયા હતા. શ્રીમતી ઇનાબેન પટેલ ઠંડાઈ અને આઈસ્ક્રીમ લાવ્યા હતા એનો આનંદ માણી  ૪ઃ૩૦ વાગ્યે પ્રમુખ શ્રી ભારતીબેને સભ્યોનું અને મુખ્ય મહેમાનનું સ્વાગત કર્યું. ત્યાર બાદ સમૂહ પ્રાર્થના કરી શ્રીમતી ઇનાબેને આજના મહેમાનની ઓળખાણ કરાવી અને મહેમાનને એમનું પ્રેઝેન્ટેશન રજુ કરવા વિનંતી કરી.

શ્રી નવીનભાઈ સોની ફ્રી લેન્સ (Free lance) કલાકાર છે . એમણે ડ્રોઈંગ અને પેઇન્ટિંગમાં ઘણું કામ કર્યું છે ખાસ કરીને ઘણા મંદિરોની દીવાલો અને  છત ઉપર ખૂબ જ સુંદર પેઇન્ટિંગ કામ કર્યું છે. તેમનું આખું કુટુંબ, પત્ની, પુત્ર અને પુત્રી બધાજ આ કાર્ય માં જોડાયા છે. ઉપરાંત નવા છોકરાઓને એમના પોતાના ઘરમાં રાખીને આ કળા કારીગીરી શીખવે છે.  એમના કેટલાક ચિત્રો મંદિરની ભીંત ઉપર લોકોને  જોવા માટે મુકવામાં આવ્યા હતા.
બધાએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો. ઘણા બધા સવાલોના જવાબ તેમણે  આપ્યા અને એમના ઉદાર સ્વભાવનો પણ પરિચય થયો. આખો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો.

અંતમાં છોલે, પુરી, પુલાવ, અને ગુલાબજાંબુની મઝા માણી.
આ કાર્યક્રમ ના સ્પોન્સર શ્રીમતી ઇનાબેન પટેલનો આભાર માની સૌ છૂટા પડયા.

અહેવાલ: ભારતીબેન મજમુદાર, પ્રમુખ 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.