Aug 27 2022

બેઠક નં. ૨૩૫નો અહેવાલ ઓગષ્ટ ૨૦૨૨

બેઠક નં. ૨૩૫નો અહેવાલ ઓગષ્ટ ૨૦૨૨

 ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક નં. ૨૩૫ નો અહેવાલ

તા. ૨૦મી ઓગસ્ટ ૨૦૨૨
સ્થળ : JVB Preksha Meditation Center
14102  Schillar Road,
Houston TX 77082

મુખ્ય મહેમાન : શ્રી અશરફ ડબ્બાવાલા, શ્રીમતી મધુબેન ડબ્બાવાલા અને શ્રી જય વસાવડા
વિષય –           ઃ  ચીઅર્સ જિંદગી

IMG-20220806-WA0030.jpg
216 KB
૪ થી ૪ઃ૩૦ વાગ્યા  સુધીમાં બધા મહેમાનો આવીને તેમના સ્થાને ગોઠવાઈ ગયા.
ત્યારબાદ, પ્રમુખશ્રી ભારતીબેને બધાનું સ્વાગત કરી પૂ. સમણીજીને પ્રાર્થના કરવા માટે વિનંતી કરી.
પ્રાર્થના બાદ પ્રમુખશ્રીએ શ્રી અશરફ ડબ્બાવાલા, શ્રીમતી મધુબેન ડબ્બાવાલા અને શ્રી જય વસાવડાનું સ્વાગત કરી તેમને સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરી.
ત્યારબાદ પ્રમુખશ્રીએ ગુ.સા.સ. વિષે ટૂંકમાં માહિતી આપી.
સંસ્થાના સલાહકાર, શ્રી નીખિલભાઈ મેહતાએ શ્રી અશરફ ભાઈ અને જયભાઈનો ખૂબ જ વિગતવાર  પરિચય આપ્યો.
આજના પ્રસંગના સ્પોન્સર શ્રી હસમુખભાઈ દોશી, સંસ્થાના ઉપ-પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન અને બેઠકના સ્પોન્સર શ્રીમતી રિદ્ધિ બેન દેસાઈએ મહેમાનોનું ફૂલ હાર થી સ્વાગત કર્યું.ત્યારબાદ કાર્યક્રમનો દોર શ્રી  જયભાઈ અને શ્રી અશરફભાઈ બંનેએ સાંભળ્યો અને બંનેએ વારાફરતી ખૂબજ સુંદર રીતે “Cheers Zindagi  – જિંદગી કેવી રીતે સરળ બનાવીને જીવવા વિષે ખૂબજ રસપ્રદ માહિતી અને સમજ આપી. બધાજ સભ્યો અઢી કલાક સુધી રસપૂર્વક સાંભળતા રહ્યા.
છેલ્લે પૂ. સમણીજીએ એજ મુદ્દા ને એમની રીતે ટૂંકમાં સમજાવી બધાને મંત્રમુગ્ધ કર્યા.અંતમાં શ્રી હિરેનભાઈ મથુરીયાએ તૈયાર કરેલું સ્વાદિષ્ટ ભોજન, શિખંડ, રોટલી, ખાંડવી, શાક, કઠોળ, પુલાવ, કઢી, પાપડ, પાપડી અને અથાણું આનંદથી માણ્યું.

પ્રમુખશ્રી ભારતીબેને પ્રેક્ષા મેડિટેશન સેન્ટર અને આજના સ્પોંસરો;  શ્રી હસમુખભાઈ દોશી, શ્રીમતી જ્યોતિબેન-પ્રવિણ્વ્યાભાઇ વ્યાસ, શ્રી રિદ્ધિબેન દેસાઈ તથા શ્રી સ્વપન ધૈર્યવાનનો ખાસ આભાર માન્યો અને  સાથે સાથે સૌ મહેમાનો તથા સભ્યોનો આખો કાર્યક્રમ સફળ બનાવવા માટે આભાર માન્યો. આ ઉપરાંત સંસ્થાની કમિટીએ શ્રી પ્રફુલભાઇ, અને એમના સહાયકો તથા ફોટો અને વિડિઓ ગ્રાફર શ્રી બિજોય ભટ્ટાચાર્યનો પણ ખાસ આભાર માન્યો.

અહેવાલ          : ભારતીબેન મજમુદાર – પ્રમુખ  

 કમિટિ સભ્યો – જ્યોતિબેન વ્યાસ, ઉપ પ્રમુખ
                           પ્રફૂલ ભાઇ ગાંધી,  સેક્રટરી /ખજાનચી 
                          નિખીલભાઇ મહેતા, સલાહકાર  
                           

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.