Dec 20 2022

બેઠક નં. ૨૩૯ નો અહેવાલ

Published by at 9:42 pm under Uncategorized

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૩૯મી બેઠકનો અહેવાલ
તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકનું આયોજન ૨ થી ૪ના સમયમાં ઍલ્ડ્રિજ પાર્ક ના  હોલમાં કરવામા  આવ્યું હતું.
બરાબર ૨:00 વાગ્યે સભ્યો આવવા લાગ્યા હતાં. ચા સાથે ઈડલી-સંભાર અને મોહનથાળનો નાસ્તો પતાવી ૨:૩0 વાગ્યે બેઠકની શરૂઆત કરી.
સૌ પ્રથમ સમુહ પ્રાર્થના કરી. ત્યાર પછી પ્રમુખશ્રીની વિનંતીથી સ્વ.સુરેશભાઈ બક્ષીના માનમાં બે મિનિટ મૌન પાળવામાં આવ્યું.
એ પછી સભાનો આગળનો દૌર શરુ કરતાં પ્રમુખશ્રીએ વાર્ષિક અહેવાલ માટે નીચે મુજબના મુદ્દા રજુ કર્યા :

• શ્રી પ્રફુલભાઇ ઇન્ડિયા હોવાથી ૨૦૨૨નો હિસાબ જાન્યુઆરીમાં ઈમેલથી જણાવશે એમ કહ્યું.
• પછી પ્રમુખશ્રીએ ૨૦૨૨ના વર્ષમાં થયેલી બેઠકોનો માહવાર ટૂંકમાં અહેવાલ આપ્યો.
સાથે સૌ સ્પોન્સર્સ અને ડોનર્સનો આભાર પણ માન્યો.
• પછી પ્રમુખશ્રી ભારતીબેન ૨૦૨૩ના વર્ષ માટે બધા સભ્યોના આગ્રહ અને પ્રેમને માન આપી ફરીથી પ્રેસિડેન્ટ થવા તૈયાર થયા.
• નવી કમિટીમાં શ્રીમતી મીનાબેન પારેખને વાઇસ પ્રેસિડેન્ટ નીમ્યા અને એમનો ટૂંકમાં પરિચય આપ્યો.
• શ્રી પ્રફુલભાઇએ અગાઉથી જ સેક્રેટરી-ખજાનચી તરીકે અને શ્રી નીખિલભાઈએ સલાહકાર તરીકે ચાલુ રહેવા સંમતિ આપી હતી. ત્યાર બાદ મીનાબેન, નિખિલભાઇ અને જ્યોતિબેને સૌનો આભાર માન્યો.

• બાદમાં શ્રી દીપકભાઈ, શૈલાબેન, નીતિનભાઈ, નયનાબેન અને ફતેહ અલીભાઈએ સ્વ. સુરેશભાઈ સાથેના પોતાના અનુભવો જણાવી એમને શ્રદ્ધાંજલિ આપી.
બરાબર ૪:00 વાગે પ્રમુખ શ્રી ભારતીબેને સૌનો આભાર માની સભાનું વિસર્જન કર્યું.
-અહેવાલ : ભારતી મજમુદાર-

 

2 responses so far

2 Responses to “બેઠક નં. ૨૩૯ નો અહેવાલ”

  1. શૈલા મુન્શાon 21 Dec 2022 at 10:01 am

    વાર્ષિક બેઠકનો અહેવાલ મુકવા બદલ ભારતીબહેનને ધન્યવાદ.
    સહુની લાગણીને માન આપી ફરી ગુ.સા.સનુ પ્રમુખપદ સંભાળવા માટે પ્રમુખશ્રી ભારતીબહેનનુ સ્વાગત અને ઉપ પ્રમુખ તરીકે મીનાબહેનને આવકાર. પ્રફુલભાઈ સેક્રેટરી-ખજાનચી અને નીખિલભાઈ સલાહકાર તરીકે ફરીવાર ભારતીબહેનને સાથ આપવા તત્પર એ બદલ એમનુ પણ સ્વાગત.
    નવા વર્ષે સાહિત્ય સરિતા વધુ પ્રગતિ કરે એ જ શુભકામના.
    શૈલા- પ્રશાંત મુન્શા.

  2. ભારતી મજમુદારon 02 Jan 2023 at 9:28 pm

    શૈલાબેન ખુબ ખુબ આભાર!!
    તમારા બધાના સાથ અને સહકાર અને શુભેછાઓ હંમેશા અમારી સાથે છે માટે અમને આ જવાબદારી નિભાવવાની વધુ હિંમત મળે છે.
    2023 નું વર્ષ આપના જીવનમાં ખુબ શાંતિ અને તંદુરસ્તી બક્ષે એવી પ્રાર્થના!!

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.