Oct 17 2009

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ સાહિત્યના આસ્વાદ સાથે “દિવાળીપર્વ”ની કરેલી ઉજવણી.

Published by at 2:59 pm under બેઠકનો અહેવાલ

DSC00194 

તસ્વીરમાં: માર્ટિન લુથર કીંગ અને ગાંધીજીની તસ્વીર ડો. રમેશભાઈ અને ડૉ.ઈન્દુબેનને  ભેટમાં આપી રહેલા વિશ્વદીપ અને નાસા કેન્દ્રના વડા વૈજ્ઞાનિક ડૉ.કમલેશ લુલ્લા સાથે જમણી બાજુથી શ્રી ધીરૂભાઈ, શ્રી સુમન અજમેરી, અતુલભાઈ અને ડાબી બાજુથી પ્રવિણાબેન.

********************************************************************************

ગુજરાતી સાહિત્યના વિવિધ આસ્વાદ સાથે હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ  દિવાળીપર્વની ઉજવણી કરી. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક ઓકટોબરની ૧૧,૨૦૦૯ના દિવસે યજમાન ડૉ. ઈન્દુબેન અને ડૉ.રમેશભાઈના ત્યાં દિપોત્સવના ઊમંગ અને નવાવર્ષના આગમનની વધામણી સાથી યોજાઈ. યજમાન ડૉ.શાહ કુટુંબના આગ્રહ એવો હતો કે બેઠક્ની પૂર્વે સૌને દિવાળી ભોજન પછી સાહિત્યની બેઠક શરૂ થાય . સ્વાદિષ્ટ ભોજનનો ગુજરાતી લાડુના આસ્વાદ બાદ બેઠકની શરૂઆત શ્રીમતી ઇન્દુબેને ગણેશ સ્તુતી સાથે દિપ-પ્રાગટ્ય ક્યું. રેખા બારડના મધુર સ્વરે પ્રાર્થના  બાદ સૌ આમંત્રિત મહેમાનોનું શાહ કુટુંબે સ્વાગત કરેલ અને સૌ મહેમાનોએ પોત-પોતાનો પરિચય સાથે સભાના સંચાલક ડૉ, ઈન્દુબેને સભાનો દોર લઈ પ્રથમ કવિયત્રી શૈલા મુન્શાને પોતાની કૃતી રજૂ કરવા વિનંતી  કરેલ.સાથે “હૈયે હોય દિવાળી,  તો હંમેશ દિવાળી”નો નાદ સભામાં રણકી ઉઠ્યો.આજના અનેરા ઉત્સાહ સાથે શ્રી ધીરૂભાઈએ ” ગઈકાલની દિવાળી-આજની દિવાળી” ..”મનનો મિલાપ એજ ખરી દિવાળી”નો આલાપ સાથે રસેશ દલાલ, વિશ્વદીપ “દિવાળી આવી છે , ચાલો અભિમાન, આડંબરને માટીના માટલામાં મૂકી…ગામ ને પાદરે મૂકી દઈએ..કાવ્ય સાથે..દિવાળી વિશે..દિપકભાઈ, હેમંતભાઈ,પ્રવિણાબેન, ઈન્દુબેન,નીરાબેન, દેવિકાબેન, સુમનભાઈ વિધ,વિધ વિષય સાથે દિવાળી પર્વની સમજ ઊંડાણથી  કવિતાના આલાપ સાથે આગળ વધી.

                           આ બેઠકમાં આ વખતે  મહાવીર નિર્માણની રસપ્રદ  વિગતમાં ‘ગૌત્તમ સ્વામીનો વિલાપ અને ઉત્તરાધ્યાય’,ની માહિતી શ્રી વિજયભાઈ અને શ્રી હેમંતભાઈએ આપી, શ્રોત્તાજનોને મુગ્ધ કરી દીધા. વિષયોમાં વિવિધતા હતી, અશોક પટેલ શૂન્ય પાલનપૂરીનું કાવ્ય,’અમે તો કવિ કાળને નાથનારા’ ભગવાનદાસભાઈ, અંતરમાં અજવાળું કરવાની જરૂર વિશે, સાથો સાથ    ફાધર વાલેસની “ગુજરાતી ભાષા”અંગેની પ્રેમનીવાતો ,અતુલભાઈએ  ઓકટોબર ૪,૨૦૦૯, હ્યુસ્ટનમાં ઉજવેલ..ગાંધી-જયંતીની રસપ્રદ વાતો કરી સાથો સાથ ‘ગુજરાતી-ભાષા’નું માધ્યમ વિશ્વભરમાં વધે,તેમજ ગુજરાત રાજ્યમાં અગ્રેજી ભાષાના વલણ સાથે  ભુલાતી આપણી માતૃભાષા ટકી રહે એના પ્રયાસો કરવા નમ્ર-સુચનો પાઠવેલ.

                          આ બેઠકમાં પધારેલ નાસાના વડા-વિજ્ઞાનિક ,અને ગુજરાતી ભાષાના ચાહક  ડૉ,કમલેશ લુલાએ..’કાઠીયાવાડમાં ભુલો પડે ભગવાન!ના નાદ સાથે ગાંધીજીને નોબેલ પ્રાઈસ ના મળ્યું પણ  એમના ત્રણ અનુયાયી..માર્ટિન લુથરકીંગ,ડૉ,માન્ડેલા અને અમેરિકાના પ્રમૂખ ઑબામા જે ગાંધીજીના વિચારોનું આચરણ કરનારા એને નોબેલ પ્રાઈસ મળ્યું એની વિગતવાર વાતો કરી! અતુલભાઈએ તુરત નિર્દેશ કર્યો કે ‘નોબેલ-પ્રાઈસતો ગાંધીજી માટે એક નાનું પ્રતિક કહી શકાય એતો એનાથી પણ મહાન-વ્યક્તિ હતાં’ ડૉ. કમલેશ લુલાએ ડૉ. માર્ટિન લુથરની ઓફીસમાં ગાંધીજીની તસ્વીર વાળો ફોટા ની ફ્રેમ  યજમાન ઈન્દુબેન અને રમેશભાઈને ભેટ આપી.

                       હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ “ગુજરાત ટાઈમ્સ”ના સ્વ.પ્રકાશભાઈ પારેખના દુ:ખદ આવસાન નિમિત્તે સ્વર્ગસ્થ અત્માને અંજલી આપતા સમગ્રશ્રોતાજનોએ બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરી અને  સાહિત્ય સરિતાના સંચાલક વિશ્વદીપે કહ્યું” ગુજરાત ટાઈમ્સના સ્થાપક સ્વ.પ્રકાશભાઈ એ  આપણને હંમેશા આપણાં સાહિત્યનો અહેવાલ પ્રકાશીત કરી  ટેકો અને પ્રોતાસાહન પુરી પાડ્યું છે.ગુજરાતી સાહિત્ય સરિતા સદેવ તેમના ગુજરાતીભાષા પ્રત્યેના પ્રેમને યાદ કરશે.” ..”ગાંધીજીની જીવનયાત્રા” પુસ્તકમાંથી શ્રોતાજનોને પુછવામાં આવેલ પાંચ સવાલો તેમજ જેણે આ પુસ્તક સંપૂર્ણ વાંચેલ હોય તેમને પુસ્તકની કિમંત ભેટમાં આપાવામાં આવે તેમાં વિજેતા ડૉ.રમેશભાઈ જાહેર થયાં એમણે ભેટ સ્વીકારી તુરત એ ભેટ સાહિત્ય સરિતાને અર્પણ કરી..ત્યારબાદ શ્રી હેમંતભાઈ ગજરાવાલાએ આભાર-વિધીમા ડૉ.રમેશભાઈ તેમજ ડૉ.ઈન્દુબેનનો હ્ર્દય પૂર્વક આભાર માનતા કહ્યું “સ્વાદિષ્ટ-ભોજન સાથે સાહિત્ય સરિતાની બેઠકનું સુંદર રીતે આયોજન કરી યજમાનગીરી કરવા બદલ આભાર. સભાનું સંચાલન સુંદર અને સમયસર કરવા બદલ ડૉ.ઈન્દુબેન તેમજ વિશ્વદીપને આભાર વ્યકત કરી સભાનું વિસર્જન કરેલ.

 અહેવાલ: વિશ્વદીપ બારડ-શૈલા મુન્શા

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.