Jul 26 2012

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક,જુલાઈ ૨૨,૨૦૧૨ નો અહેવાલ.

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક જુલાઈ,૨૨મીને બપોરે ૨ થી ૫ વાગે ગં.સ્વ.મધુબેન શાહને ત્યાં રાખવામાં આવેલ.સાહિત્ય સંચાલક વ્યસ્ત હોવાથી આજની બેઠકની સંપૂર્ણ જવાબદારી હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રમૂખશ્રી વિશ્વદીપ બારડે સંભાળેલ.સાહિત્ય સરિતા સમયને લક્ષમાં લેતા બેઠક ૨ વાગે મધુબેન શાહે સૌ આવેલ મહેમાનોનું સ્વગાત કરેલ, ત્યારબાદ સભાના સંચાલક શ્રી વિશ્વદીપે સભાનો દોર હાથમાં લેતા, સભા પ્રારંભ શ્રીમતી રેખાના સુંદર સ્વરે..’મંદીર તારું વિશ્વ રુંપાળુ..સુંદર સર્જનહારા રે’..પ્રાર્થનાથી થયેલ.

સૌ પ્રથમ સંવેદનશીલ કવિશ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટે આજના વિષય..સમી સાંજ’ને લક્ષમાં રાખી..’સ્નેહ મળે સમી સાંજે ત્યાં આનંદ થાય..સુંદર કાવ્યની રજૂઆત બાદ ગુજરાતી ગઝલ શ્રી પ્રકાશ મજમુદારે…શૂન્ય પાલનપૂરીની…’હરદમ તને યાદ કરું’..ગઝલ રજુ કરી શ્રોતાજનોને મુગ્ધ કરી દીધા.શ્રીમતી ઈન્દુબેને ડેનવરમાં બનેલ દુંખદ ઘટના પર લખેલ લેખ રજુ કર્યો..કરુણરસમય બની ગયેલ વાતાવરણને..’વાદલડી વરસી રે સરોવર છ્ળી વળ્યા’..નું લોકગીત શ્રીમતી રેખાએ ગાઈ વાતવરણને હળવું બનાવ્યુ.

આજની બેઠક્માં ૪૦થી વધારે શ્રોતાજનોએ હાજરી હતી.સૌને સાહિત્ય સાથે લોકગીતની હળવી પ્રસાદી પિરસતા બેઠક આગળ વધી રહી હતા. સૌ શ્રોતાજનોને વિવિધ-સાહિત્ય રસમાં તરબોળ રાખવા એનો ખ્યાલ લક્ષમાં રાખી સભાસંચાલક શ્રી વિશ્વદીપ બારડ આગળ વધી રહ્યા હતાં. સાહિત્ય સરિતાના પીઢ કવિશ્રી ધીરૂભાઈએ..હાસ્ય પ્રાંતકાળના સૂર્ય સમાન…જ્યાં સુધી હું તમને જાણીશ નહી..સાથો સાથ સમી સાંજ..એટલે વસંત પછીની પાનખર..ત્રણ કવિતા એમની સીધી-સરળ શૈલીમાં રજૂ કરી. સમીસાંજમાં વિહરતા..ઝુલતા હિંચકાની કોર એ દંપતી સમીસાંજે…જિંદગાનીની સફરનો ઉતારતા થાક સમી સાંજે..સુંદર કાવ્ય કવિયત્રી શૈલા મુન્શાએ રજૂ કર્યુ.ફતેહ અલી ચતૂર…પંખીઓએ કલશોર કર્યા..ગીત ગાઈ શ્રોતાજનોને આનંદ વિભોર કર્યા.

સંવેદનશીલ કવિ શ્રી હેમંત ગજરાવાલાએ..If you Forget Me.. ભાવાનુવાદ કાવ્ય.’તને તો ખબર છે..કે જ્યારે પણ હું પૂર્ણિમાના કલંક વગરના મૂખ સામે જોઉ..કે..’પોતાની આગવી છટાં અને ભાવસાથે રજૂ કર્યું. ‘ફરતા પાછા પંખી સાંજે,રાખે ઘર તું સ્વચ્છ સાંજે.કાવ્ય અને અમદાવાદની મુલાકાત વિષેની માહીતી શ્રી વિજય શાહે વિગતમા વાત્ કરેલ.’શબ્દના પાલવડે’ ગુથતી કવિયત્રી શ્રીમતી દેવિકા ધ્રુવે..’કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે, જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!’છંદબદ્ધ કાવ્ય સંભાળાવી શ્રોતાજનોને મુગ્ધ કરી દીધેલ.

‘ઓ દેસસે આનેવાલે..'(અડધી સદીની વાચનયાત્રા)નું ભાવ વિભોર કાવ્ય શ્રી નુરદ્દીન દરેડિયાએ કાવ્ય વાંચી સૌ શ્રોત્તાજનોને ભાવ વિભોર કરી દીધા. ભારતીબેન મજમુદારે હંસલા હાલો રે હવે.મોતિડા નહી રે મળે.લોક્ગીત લલકાર્યું,અશોક પટેલે..પ્રણામ પ્રભુ..હસમુખરાયે…કયારે શોધું જઈ રંગ ફુવારો..ગીત અને રમઝાન વિરાણીએ ..બે મુરાફત મહેમાન..કાવ્યો રજૂ કરી શ્રોતાજનોને રસ તરબોળ કરી દીધા..

આખરમાં સભા સંચાલક શ્રી વિશ્વદીપ બારડે સમીસાંજ પર..’નારી જળભરી જતી ઘરભણી…સીમાથી સરકતા સાપ લાવી’ કાવ્ય રજૂ કર્યા બાદ સભાનો બીજો દોર હતો જેમાં હ્યુસ્ટન નાસા કેન્દ્રના પ્રખર વૈજ્ઞાનિક ડૉ.કમલેશભાઈ લુલ્લાની સિદ્ધીઓનું સન્માન સમારંભનો હતો.શ્રી વિશ્વદીપ બારડે તેમનો ટૂંકો પરિચય આપતા કહ્યું:ડૉ. કમલેશભાઈ એક પ્રખર વૈજ્ઞાનિક ઉપરાંત આપણી માતૃભાષા ગુજરાતી ભાષાના ચાહક કવિ અને એક સારા લેખક પણ છે. ગુજરાતી માતૃભાષાના ધાવણ ઉજજવળ કરેલ છે એ આપણાં ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.એમની સિદ્ધીઓ વિશે વાત કરતા કહ્યું: ડૉ. કમલેશભાઈ હ્યુસ્ટન નાસા કેન્દ્રમાં ૨૫ વર્ષથી સંશોધન વિભાગના ડિરેકટર તેમજ વૈજ્ઞાનિક વડા તરિકે ફરજ બજાવતા નાસાના એસ્ટ્રોનટને ટ્રેઈનીંગ,પૃથ્વિ-નિરિક્ષણ વિજ્ઞાન સાથે ઘણાં ક્ષેત્રોમાં ટ્રેઈનીગ આપે છે. ૨૦૦થી વધુ રિસર્ચ પબ્લીકેશનના લેખક ઉપરાંત આંઠ પોતાની પબ્લીકેશન,આંતર-રાષ્ટ્રીય જર્નલના ૮૫ દેશોના તંત્રી ડૉ. કમલેશભાઈએ ડબલ પી.એચ.ડીની ડીગ્રી સિદ્ધ કરેલ છે.

૨૦૦૫માં નાસાનો ઉચ્ચાતર એવૉર્ડ(ભારતના “પદ્મ-વિભુષણ્” સંમાતાર) મળેલ છે,સાથો સાથ તેમણે નાસા તરફથી ઘણાંજ એવૉર્ડ પ્રાપ્ત કરેલ છે જે આપણા સમગ્ર ભારત અને ગુજરાતનું ગૌરવ છે.ત્યારબાદ નાસામાંથી નિવૃત થયેલ શ્રી સતિષભાઈ પરીખે તેમની અન્ય સિદ્ધીઓના વર્ણન સાથે ગુજરાતના મંત્રીશ્રી નરેન્દ્ર મોદી તરફથી મળેલ સન્માન પત્રનો ઉલ્લેખ સાથે આશા રાખેલ કે ભારત સરકાર એમની સિદ્ધીઓનું સન્માન કરે.

શ્રી વિશ્વદીપ,શ્રીમતી રેખા,મધુબેન અને શ્રી ધીરૂભાઈ સૌ સાથે મળીને ફૂલ-ગુચ્છા અને અભિનંદન કાર્ડ સાથે ડૉ. કમલેશભાઈનું હર્ષભેર સન્માન કરેલ.ડૉ.કમલેશભાઈએ પોતાના રમુજી સ્વભાવે ગુજરાતીમાં ત્રણ ચાર સ્વરચિત શાયરીઓ રજૂ કરી સૌને હાસ્યરસમાં લાવી આનંદ-વિભોર કરી દીધેલ.

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન શહેરમાં વસતા ગુજરાતીઓનું હાર્દ બની ગઈ છે.સાહિત્ય સરિતામાં ઘણાં નવા કવિ-લેખકોનો જન્મ થયેલ છે.દસ વર્ષ ઉપરની સિદ્ધીઓમાં ઘણાં નવા-નવા સોપાનો સર કરેલ છે એનો ખ્યાલ આપતાં શ્રી વિશ્વદીપે બેઠકની પૂર્ણાહુતી સાથે મધુબેને સૌનો આભાર માની અને સુંદર-સ્વાદિષ્ઠ અલ્પાહાર-ચા સાથે પિરસ્યા.

અહેવાલઃ વિશ્વદીપ બારડ

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.