Jan 23 2022

૨૨૮મી બેઠકનો અહેવાલ -પ્રમુખ ભારતીબહેન મજમુદાર

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૨૮મી બેઠકનો અહેવાલ.

તારીખ – ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૨

સ્થળ – Lost Creek Park, Sugar Land, TX

લગભગ બે વર્ષ સુધી ઘરમાં બેસીને Zoom પર બેઠકો કર્યા પછી ૨૨૮મી બેઠક ખુલ્લા પાર્કમાં કરવાનો નિર્ણય લીધો.

કોવિડનો કોપ અને શનિવારે 40° ડિગ્રી ટેમ્પરેચરની આગાહી હોવા છતાં સભ્યોનો ઉત્સાહ અનેરો હતો. ફક્ત 60 સભ્યોની જ પિકનિક કરવાનો વિચાર હતો છતાં 72 RSVP આવી જવાથી અમારો ઉત્સાહ પણ અનેરો હતો.

સવારે ૧૦ વાગ્યાથી જ બધા સભ્યો ગરમ સ્વેટર, મોજા, મફલર, ટોપી અને માસ્ક સાથે હાજર થવા લાગ્યા હતા.

બધા માટે ગરમ ગરમ ચા અને બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઠંડી અને ભયંકર પવન હોવા છતાં સભ્યો ચા સાથે એકબીજાને મળવાનો આનંદ લઈ રહ્યા હતા. પણ શ્રી મનસુખભાઇ અને સતિષભાઈ ના પ્રયત્ન થી હોલ મળી ગયો. જાણે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી.

સતિશભાઈ હોલની ચાવી લઈને આવી ગયા અને અડધો કલાકમાં તો બધા સભ્યોની મદદથી ટેબલ ખુરશીઓ ગોઠવાઈ ગઈ.

ડો. મીનાબેને લાવેલા માસ્ક N95 પહેરીને બધા સભ્યો હોલમાં ગોઠવાઈ ગયા.

પ્રમુખશ્રીએ શ્રી નીખિલભાઈને પ્રાર્થનાથી શરૂઆત કરવા વિંનંતી કરી.

પ્રાર્થના પછી પ્રમુખશ્રીએ સૌ પ્રથમ બધાંને નવાવર્ષની શુભેચ્છા પાઠવી અને કોરોનાનો કેર દૂર થાય એવી આશા વ્યક્ત કરી.

ત્યાર બાદ હાજર રહેલા સભ્યોનો તથા સતિશભાઈનો હોલની જવાબદારી લેવા બદલ અને દેવિકાબેન, શૈલાબેન અને વિશાલભાઈ નો GSS ની વેબસાઈટ માટે મદદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો.
પછી કમિટીની ઓળખાણ કરાવી સહકાર બદલ આભાર માન્યો. સાથે અવનીબેન અને પ્રકાશભાઈ મજમુદારનો પણ હંમેશા સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો.

આગળનો દોર ઉપપ્રમુખ શ્રીમતી જ્યોતિબેન વ્યાસે સાંભળી લીધો..

જ્યોતિબેને નવાવર્ષની શુભેછા પાઠવી. જેમના નામ વિષય પર બોલવા આગળથી આવી ગયા હતા, એવા સભ્યોને એક પછી એક આગળ આવવા વિનંતી કરી.

વિષય હતો “મનગમતો તહેવાર અથવા મનગમતી કૃતિ”

સૌ પ્રથમ મીનાબેને એમના મામાશ્રીની નવા વર્ષ ઉપર લખેલી રચના સંભળાવી અને ત્યારબાદ પ્રમુખશ્રી ભારતીબહેનનો જન્મદિવસ(14th Jan.) હતો એ માટે સરસ મઝાની જન્મદિવસના અભિનંદન આપતી કૃતિ સંભળાવી, અને બધાએ સાથે મળી “Happy birthday “ગીત ગાઈ અને શુભેછાઓ પાઠવી.

એ પછી શૈલાબેન મુન્શા એ સર્વને નવા વર્ષના અભિનંદન સાથે, આટલી મોટી સંખ્યામાં RSVP કરીને સાથ આપવા બદલ સૌનો આભાર માન્યો અને હંમેશા આવો જ સાથ આપવા વિનંતી કરી.

પછી એમની સુંદર શૈલીમાં ઉત્તરાયણ પર બે કૃતિ રજુ કરી.
૧ -“સદા અનુકૂળ એવો પવન મળે,
એવું મજાનુ સૌને જીવન મળે.”
૨ -પતંગના કેટલા કપરાં choices છે એ વિશે વાત કરી.
“મારે પતંગ નથી થાવું”
આ કૃતિઓનો ભાવાર્થ ખુબ ઊંડો હતો જે સભ્યો એ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો.

ત્યાર બાદ ઇન્દુબેન શાહે એમની ક્રિસ્મસ પર લખેલી કૃતિ અને દિલીપભાઈ કપાસીએ એક રમૂજી કવિતા સંભળાવી.

હસમુખભાઈ પટેલે પણ એમને થયેલા અનુભવ વિશે વાત કરી.

ત્યાર પછી શ્રીમતી ઈતિ મહંત, એક ઉભરતા યુવાન કલાકારે એમની આગવી સુરતી શૈલીમાં સરસ મઝાની એમની સ્વરચના સંભળાવી.

શ્રી શૈલેષભાઇએ પણ આપણું બાળપણ કેવું હતું એ વિષે સરસ કવિતા સંભળાવી.

ત્યાર બાદ પ્રકાશ મજમુદારે એમના મધુર અવાજમાં, કોવીડના કેરની અસર આપણા જીવન પર કેવી છે એ વિષે એક રમૂજી સરસ ગીત સંભળાવ્યું.

અંતમાં પ્રમુખ શ્રીમતી ભારતીબેને મનગમતા તહેવાર નાતાલ અને એમાં સાન્તા ક્લોઝની શરૂઆત કેવી રીતે થઈ એ પર એક વાર્તા કહી સંભળાવી.

આમ એક પછી એક સરસ રચનાઓનો સભ્યોએ આનંદ લીધો.

એક બાજુ પ્રફુલભાઇ સવારથી સભ્યોના ફોર્મ અને ફી લેવા બેસી ગયા હતા જેમાં એમની સાથે ઘણાં સભ્યો મદદ કરી રહ્યા હતા.

એ પછી દોર શરુ થયો મ્યુઝિકનો. પ્રકાશ મજમુદાર એમની મ્યુઝિક સિસ્ટમ સજાવીને બેઠા જ હતા, જેની આતુરતાથી સભ્યો રાહ જોઈ રહ્યા હતા.

સૌ પ્રથમ એમણે એમના મધુર અવાજમાં

“હર તરફ હર જગાહ, હર કહીંપે હે ઉસીકા નૂર”

માનવી ભલે મજબુર હો

માનવી ભલે મજબૂર હોય પણ ભગવાન ક્યાંક તો છે જ જે હંમેશા મદદે દોડી આવે છે, એવો ગૂઢ ભાવાર્થ હતો એ ગીતનો, જેનો આજની બેઠકમાં અમને બરાબર અનુભવ થઈ ગયો હતો. સવારે હોલની ચાવી મોકલી ભગવાને અમારી ખૂબ મોટી મદદ કરી હતી.

બીજુ ગીત આવી રહેલ પ્રજાસત્તાક દિવસ, 26th Jan. વિષે હતું.

“તુમમે હી કોઇ ગૌતમ હોગા, તુમમે કોઇ હોગા ગાંધી”

એમાં એમણે ઉમેર્યું
“તુમમે હી કોઇ હોગા યોગી, તુમમેં કોઇ હોગા મોદી”

બંને ગીતો સભ્યોએ ખૂબ માણ્યા અને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા.

ત્યારબાદ મીનાબેન પારેખે “જય જય ગરવી ગુજરાત”

એમના મધુર સ્વરમાં ગાયું જે પણ સરસ રહ્યું.

એટલામાં ગરમગરમ જમવાનુ પણ આવી ગયું.

ઊંધિયું, પુરી, મોહનથાળ, કચોરી-ચટણી, દાળ, ભાત, કઠોળ, સલાડ અને પાપડ /પાપડીનું સ્વાદિષ્ટ ભોજન સભ્યોએ વખાણી વખાણીને આનંદ પૂર્વક ખાધું.

આમ ખુબ આનંદ કરતાં કરતાં નવા વર્ષની પહેલી સભા સમાપ્ત થઈ.

આટલી મોટી સફળતાનો શ્રેય પ્રમુખશ્રી સેવાભાવી સભ્યોને જ આપે છે. એમની સેવા, સાથ અને શિસ્ત વગર આટલી મોટી સફળતા શક્ય જ નથી.

આભાર સહ,

પ્રમુખ -ભારતી મજમુદાર

5 responses so far

5 Responses to “૨૨૮મી બેઠકનો અહેવાલ -પ્રમુખ ભારતીબહેન મજમુદાર”

  1. devika dhruvaon 23 Jan 2022 at 5:43 pm

    નવા વર્ષની બેઠકની સરસ શરૂઆત, નવી સમિતિને આવકાર અને અભિનંદન.
    પ્રથમ અહેવાલ લેખન માટે ભારતીબહેનને ખાસ અભિનંદન. keep it up.

  2. શૈલા મુન્શાon 23 Jan 2022 at 6:02 pm

    સરસ અહેવાલ. નવી સમિતિને ખાસ અભિનંદન.

  3. Indu Shahon 25 Jan 2022 at 12:51 pm

    નવી સમિતિને મારા દિલથી અભિનંદન.

  4. ભારતી મજમુદારon 26 Jan 2022 at 10:53 am

    આભાર!! દેવિકાબેન અને શૈલાબેન. 🙏🙏

  5. મીના પારેખon 07 Feb 2022 at 2:17 pm

    નમસ્તે, ગુજરાતી  સાહિત્ય સરિતાના સભ્યોને અભિનંદન ! અને ખાસ કરીને પિક્નિક ના પ્રયોજકો અને સહાયકોનો ખૂબ ખૂબ આભાર !

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.