Archive for May, 2008

જૂન ૨૦૦૮ બેઠક

Friday, May 30th, 2008

સાહિત્ય સરિતાનાં સભ્ય મિત્રો
 
જૂન મહીનામાં આવતા ” ફાધર્સ ડે” નિમિત્તે આપણને સૌને વડીલ અને માનનીય મુકુંદભાઈ ગાંધીને ત્યાં બેઠક આયોજવાનુ આમંત્રણ મળ્યુ છે.
 
તા. : ૦૬/૨૨/૨૦૦૮
સમય બપોરે ૨.૦૦ થી ૫.૦૦
સ્થળ 203 Kingfisher Dr
Sugarland, TX  77478
 
ફોનઃ
ઘર નંબર ૨૮૧-૨૪૨-૮૫૮૬
સેલ નંબર ૨૮૧-૬૬૦-૨૫૩૫
 
આ વખતની બેઠકમાં-વિષય-” મારા પિતાજી” રાખેલ છે  જે સભ્યો પોતાની કૃતી રજુ કરવા માંગે છે તેમને વિનંતી કે તેઓ તેમની કૃતિ વિશે અને તેમની હાજરી વિષેની જાણ  કો ઓર્ડીનેટર શ્રી ફતેહઅલી ચતુરને જાણ કરે (૮૩૨)૬૪૩-૮૭૫૩
 
આપણા સભ્ય વિજય શાહની પત્રશ્રેણી “પૂ.મોટાભાઈ” ઉપર વાર્તાલાપ થશે જેની રજુઆત સર્વશ્રી મુકુંદભાઈ ગાંધી રસેશ દલાલ અને વર્ષાબેન શાહ કરશે. પાર્શ્વ સંગીતની જવાબદારી શ્રી મનોજ મહેતા એ લીધી છે.અને સભા સંચાલન વર્ષાબેન શાહ કરશે.
 
આ પ્રોગ્રામમાં આપ સૌ ઉમળકા ભેર હાજર રહેશો તેવી અભિલાષા

વિદ્વાન પ્રો.સુમન શાહ-”ગુજરાતી સાહિત્ય સરિતા”ના આંગણે -અહેવાલ -દેવિકા ધ્રુવ

Tuesday, May 20th, 2008

17મી મેની શનિવાર…બપોરના બરાબર બે વાગ્યે  હ્યુસ્ટનની સાહિત્ય સરીતાના ઉપક્રમે યોજવામાં આવેલ બેઠકમાં, ભારતથી આવેલ પ્રો. સુમન શાહને આમંત્રિત કરવામાં આવ્યાં હતા.દર મહિને નિયમિત રીતે મળતી આ બેઠક, આ વખતે ભાઇ શ્રી અક્બરઅલી અને અમીનાબેન નરસીના નિવાસસ્થાને ગોઠવવામાંઆવી હતી.પ્રારંભમાં શ્રી રસિક મેઘાણીએ કાર્યક્રમની રૂપરેખાનો આછો ખ્યાલ આપ્યો હતો.તે પછી સર્યૂબેન પરીખની પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ હ્યુસ્ટનના સ્થાનિક લેખક અને કવિ પ્રો. સુમન અજ્મેરીએ , બે સુમન ની શબ્દરમત કરતા કરતા, શ્રોતાજનોને પ્રો.સુમન શાહનો વિશેષ પરિચય આપ્યો.. (more…)