May 23 2013

એપ્રિલ 2013 સાહિત્ય સરિતા બેઠક અહેવાલ-શૈલા મુન્શા.

 

એપ્રિલ માસની સાહિત્ય સરિતા ની બેઠક ગુજરાતી સાહિત્ય સરિતા તરફથી ‘ઈકોનો લોજ’મા યોજવામા આવી હતી.
ગુજરાતી સાહિત્ય સરિતા ના હાલના સંચાલક શ્રીમતી શૈલાબેને સહુંનુ સ્વાગત કર્યું અને બેઠકની શરૂઆત થઈ.
સભાની શરૂઆત સરિતાના સહ સંચાલક શ્રીમતી ઈંદુબેને પ્રાર્થનાથી કરી, અને બેઠકનુ સંચાલન શ્રી ફતેહ અલીભાઈ ચતુર ને સોંપવામા આવ્યું.
આજની બેઠકનો વિષય હતો ‘વખાણ અને સુંદરતા’. ફતેહ અલીભાઈએ સભાના સંચાલક તરીકે આ વિષયને અનુરૂપ ગીત પંક્તિઓ વગેરે દરેક કવિની રચનાના અનુસંધાનમાં રજુ કરી આજની બેઠકને ખુબજ જીવંત અને રસભીની બનાવી દીધી હતી.
સહુ પ્રથમ સરિતાના વરિષ્ઠ અને વડિલ કવિ ધીરૂભાઈએ પોતાની રચના રજુ કરી જેનો ભાવ એવો હતો કે “માફી આપવામા અગ્રેસર રહો.”
વિનોદ ભાઈ પટેલે “પ્રથમ” તથા “એકલ વિદ્યાલય” નામની સંસ્થા જેમા તેઓ સંકળાયેલા છે અને જે ભારતના ગામડાં અને પછાત વિસ્તારોના બાળકો અને શિક્ષણ સંસ્થાના ઉત્કર્ષ માટે કામ કરે છે એ વિશે માહિતી આપી.
નુરૂદિન દરેડિયા સાહેબે જુદા જુદા ગઝલકરોની ગઝલની બે પંક્તિઓ રજુ કરી.
“પાંપણ ઝુકી ગઈ છે
એ શરણાગતિ નથી
સૌંદર્ય ની હજુરી,
પ્રણયનો વિવેક છે.”
અશોકભાઈ પટેલે કવિ મુકેશ જોશી નુ પ્રચલિત કાવ્ય રજુ કર્યું.
“ખોટું ન લાગે તો એક વાત કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું”
ડો. ઈંદુબેને પોતાની સ્વરચિત રચના “વખાણ” રજુ કરી,
“વખાણ કરૂં તો બસ વિભુ તારા કરું”
પ્રકાશભાઈ મજુમદારે બરકત વિરાણી “બેફામ” ની ગઝલ રજુ કરી.
“બોલવાનુ મન હતું પણ, હાય રે! વર્ષો સુધી
તું નથી એથી લખ્યા મે શેર તારા કારણે”
પ્રશાંતભાઈ મુન્શાએ રમેશ પારેખના કાવ્ય ની પંક્તિ વાંચી સંભળાવી.
“મારા ચ્હેરાનું ઘરેણું મારી મુછ, મને ખમ્મા….
અમરેલી શહેર જેવું અમરેલી શહેર મારી મૂછ બાદ કરીએ તો તુચ્છ, મને ખમ્મા…
રેખાબેન બારડે સુંદર ગીત જેમા પ્રભુની સુંદરતાના વખાણ છે, એ પોતાના મધુર મીઠા અવાજે ગાઈ સંભળાવ્યું. જેના બોલ આ પ્રમાણે છે.
“મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા.”
વિલાસબેન પિપળીયાએ નવરંગ ફિલ્મનુ બહું જાણીતું ગીત પોતાના મધુર અવાજે અને સાથે નૃત્યમય અદાઓ સાથે ગાઈ સંભળાવ્યું.
“શ્યામલ શ્યામલ વરણ
કોમલ કોમલ ચરણ”
વિશ્વદિપભાઈ બરાડે એમની લઘુ કથા “બાપુજી” જે કુમાર નામના સામાયિકમા પ્રસિધ્ધ થઈ હતી એ વાંચી સંભળાવી સહુની આંખ ભીની કરી દીધી.
શૈલાબેન મુન્શા એ એમની વિષયને અનુરૂપ સ્વરચિત ગઝલ “આયનો” વાંચી.
“આમ તો જાણે સાવ પથ્થરદિલ આયનો,
જોઈ પ્રતિકૃતિ આપની, હરખાય આયનો.”
ફતેહ અલીભાઈ ચતુરે કુંવર બેચેનનુ ગીત જેમા દેશની સુંદરતા ના વખાણ છે, તે પોતાના ભાવવાહી કંઠે ગાઈ સંભળાવ્યું.
“મેરા ગંગાકા દેશ મેરા જમના કા દેશ”
અંતમા સરિતાના સહ સંચાલક ડો. ઈંદુબેન શાહે સહુનો આભાર માન્યો અને બેઠકની સમાપ્તિ થઈ.
શ્રીમતી શૈલાબેન મુન્શા તથા શ્રી પ્રશાંતભાઈ મુન્શા તરફથી ચા નાસ્તાની વ્યવસ્થા હતી, સહુ ચા નાસ્તો કરી આનંદભેર છુટા પડ્યા.
અસ્તુ.
શૈલા મુન્શા. તા ૦૫/૦૫ ૨૦૧૩.

No responses yet

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help