Archive for the 'સમાચાર' Category

Nov 20 2014

પ્રજ્ઞા દાદભાવાલાએ સર્જ્યો કૉલાજ – સ્મૃતિ ચિન્હ -લીમ્કા બુક ઓફ રેકોર્ડ ની સ્મૃતિમાં

LBR 11 LBR 11 Please click the link for seeing the picture… Thanks to all who participated and reach to the  recognition of Limca book of Record. 25 books have been Created and 33 Authors Have Participated  

No responses yet

Nov 14 2014

હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ-અહેવાલ- શ્રી. નવીન બેન્કર

                                                                                                                               તસ્વીર સૌજન્ય- શ્રી. જય પટેલ     હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતાએ ઉજવ્યો કાવ્યોત્સવ-    અહેવાલ-   શ્રી. નવીન બેન્કર તસ્વીર સૌજન્ય-  શ્રી. જય પટેલ હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની યશકલગીમા એક વધુ છોગુ એટલે ‘કાવ્યોત્સવ’ ૨૦૧૪. અમદાવાદના યુવાન,તરવરીયા અને હસમુખા કવિ શ્રી. કૃષ્ણ દવે અને બ્રિટન-બોલ્ટનથી આવેલા પીઢ ગઝલકાર શ્રી. ‘અદમ’ ટંકારવીના અતિથિ વિશેષપદે ઉજવાયેલો  ‘કાવ્યોત્સવ’. શિકાગોથી આ […]

2 responses so far

Oct 28 2014

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૫૦મી બેઠકનો અહેવાલ શ્રી. નવીન બેન્કર

૧૫૦મી બેઠક્માં હજર રહેલા સભ્યો (ડાબેથી ઉભેલા) જયંત પટેલ, ્યજમાન ભરત પરીખ, ડૉ રમેશ શાહ, નિખિલ મહેતા, પ્રદીપ બ્રહ્મ્ભટ્ટ, મનસુખ વાઘેલા, વિજય શાહ, નરેન્દ્ર વેદ, નુરુદ્દીન દરેડીયા,  હસમુખભાઇ દોશી, યજમાન ડૉ. કોકિલાબેન પરીખ,દ્ર્વીકા ધ્રુવ, ચારુ શીલા વ્યાસ,  અને નવીન બેંકર (ખુરશીમાં બેઠેલા) ડૉ ઇંદુબેન શાહ  , ફતેહઅલી ચતુર  ,સુરેશ બક્ષી, અશોક પટેલ, ધીરુભાઇ શાહ, નીતાબેન મહેતા ( […]

No responses yet

Oct 07 2014

ગુજરાતી સાહિત્ય સરીતાની ૧૪૯મી બેઠક –નવીન બેંકર

            આ બેઠકમાં હાજર રહેલા સર્જકો અને સાહિત્ય પ્રેમીઓની ડૉ બળવંત જાની સાથે તસ્વીર. હ્યુસ્ટનમાં મળતી દર મહીનાની ગુજરાતી સાહિત્ય સરીતાની ૧૪૯મી બેઠકનાં આજનાં ( તારીખ ૨૫ સપ્ટેમ્બર ના રોજ ભોજન રેસ્ટોરંટમાં સાંજે ૬.૦૦ વાગે)મળી હતી અને આજ ના  અતિથિ હતા ડૉ બળવંત જાની-.જેઓ તેમના વિવિધ લક્ષી કાર્યોનાં શિરમોર કાર્ય […]

No responses yet

Oct 06 2014

હ્યુસ્ટનમાં ડૉ. બળવંત જાનીના બે વાર્તાલાપ-અહેવાલ શ્રી. નવીન બેન્કર

ભારતથી પધારેલ, સમર્થ સાહિત્યકાર, લબ્ધ પ્રતિષ્ઠિત લેખક, વિવેચક શ્રી. બળવંત જાની,  ત્રણેક દિવસ હ્યુસ્ટનના મહેમાન બન્યા હતા. અને અત્રેના લેખકો, કવિઓ, સાહિત્યરસિકોને મળ્યા હતા. અને ડાયસ્પોરા સર્જકો અંગેની માહિતી મેળવી હતી. અહીં, મુખ્યત્વે બે સ્થળોએ તેઓશ્રીએ જે વિદ્વત્તાપુર્ણ વક્તવ્યો આપ્યા એની ઝાંખી કરીશું. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ને બુધવારે રાત્રે આઠ વાગ્યે, હ્યુસ્ટનના સેવોય રેસ્ટોરન્ટના બેંકવેટ હોલમાં  […]

No responses yet

Sep 26 2014

ગુજરાતી સાહિત્ય સરિતા ની ડીસેમ્બર ૨૦૧૩ ની ૧૪૦મી બેઠક- પ્રવિણા કડકિયા

દર મહિનાની માફક ડીસેમ્બર તારિખ ૨૧ની બેઠક સહસંચાલક શ્રી.સતિશભાઈ પરીખને ત્યાં યોજાઈ હતી. વર્ષારાણી માઝામૂકીને કૃપા કરી રહ્યા હતા. છતાંય આપણા સહુ સભ્યો આવ્યા અને બેઠકને રસપ્રદ બનાવી તે બદલ સહુનો આભાર. મૌસમને કારણે આમંત્રિત સઘળાં મિત્રોનું સ્વાગત મસાલેદાર ચાય, બિસ્કિટ અને ચેવડા સાથે થયું. ગીતાબહે્ન ભટ્ટ નો આભાર. ચહા અને નાસ્તાની લહેજત માણી સભાનો […]

No responses yet

Aug 21 2014

હ્યુસ્ટનમાં, ‘રાધાના હ્રદયે જશોદાનો જાયો’- ભક્તિસંગીત કાર્યક્રમ-શ્રી. નવીન બેન્કર

  રાધાના હ્રદયે જશોદાનો જાયો’  એસોસીયેટેડ કો ઓર્ડીનેટર ફતેહઅલી ચતુર, માસ્ટર ઓફ સેરીમની શ્રી અશોક્ભાઇ પટેલ કલ્પનાબેન મહેતા અને મનોજ મહેતા અહેવાલ- શ્રી. નવીન બેન્કર   ‘હ્યુસ્તોનવી’ ના ઉપનામથી કવિતાઓ, ગઝલો લખતા ગાયક, કવિ, ગઝલકાર અને નાટ્ય-અભિનેતા એવા બહુરંગી કલાકાર શ્રી. મનોજ મહેતા અને તેમના પત્ની શ્રીમતી કલ્પનાબેન મહેતા ના હિકોરી હાર્વેસ્ટ ડ્રાઇવના  નિવાસસ્થાને, બળેવના […]

2 responses so far

Nov 21 2013

નવેમ્બર ૨૦૧૩ ની ‘૧૩૯’ બેઠકનો અહેવાલ –વિજય શાહ

  ૧૬મી નવેમ્બરના દિવસે મુ.રક્ષાબહેન પટેલ ને ત્યાં યોજાયેલી બેઠક ૧૩૯નાં મુખ્ય અતિથિ હતા ડો ચંદ્રવદન મિસ્ત્રી. સનતભાઇ પરીખ સાથે સમયસર આવી ગયેલાલા ચંદ્રવદનભાઇનું હાસ્યપૂર્વક અભિવાદન કર્યું. બરોબર ૧.૩૦નાં ટકોરે કોઓર્ડિનેટરે શરુઆત સમુહ પ્રાર્થનાથી કરી. જેથી બચપણમાં કરેલી પ્રાર્થના યાદ આવી..મા સરસ્વતીની વંદના પછી રક્ષા બહેને આવેલા સૌ ગુજરાતી સર્જકો અને ભાવકોને પ્રેમથી આવકાર્યા. માઇકનો […]

No responses yet

Oct 21 2013

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૮મી બેઠકનો અહેવાલ- દેવિકા રાહુલ ધ્રુવ

  ગુજરાતી સાહિત્ય સરિતાની ઑક્ટોબર મહિનાની બેઠક,૨૦મી તારીખે,રવિવારે બપોરે બે વાગે, સંસ્થાના સેવાભાવી અને શાંત શ્રી જયંત પટેલ અને સ્મિતાબેનના નવા, હૂંફાળા નિવાસ સ્થાને યોજવામાં આવી હતી. શરદપૂનમ અને સામે આવી રહેલી દિવાળીને  કારણે વાતાવરણમાં  બેઠક પહેલાં જ એક  વિશેષ પ્રકારની તાજગી અને આનંદ વરતાતો હતો. રાબેતા મુજબ શરુઆત પ્રાર્થનાથી થયા બાદ યજમાન દંપતિએ સૌ […]

One response so far

Sep 27 2013

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠકનો અહેવાલ _ શ્રી નવીન બેંકર.

૨૨સપ્ટેમ્બર ને રવિવારે બપોરે બે વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠક, સંસ્થાના ઘેઘુર વડલા જેવા ધીરુભાઇ શાહના નિવાસસ્થાને મળી હતી. આ વખતની બેઠક એક વિશિષ્ટ ગણી શકાય તેવી હતી. ગુજરાતી ભાષા માટે પ્રમુખપેડના સર્જક અને ભારતની લગભગ બધી જ ભાષાઓની લિપિને કન્વર્ટરની મદદથી બદલવા/ લખવા માટેની સુવિધા સૌ માટે ઉપલબ્ધ કરાવી આપનાર એવા યુવાન કવિશ્રી […]

No responses yet

« Prev - Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.