Apr 06 2015

સાહિત્ય સરિતા ૧૫૩ મી બેઠકનો અહેવાલ- શૈલાબેન મુન્શા

Published by at 7:06 am under બેઠકનો અહેવાલ

Bethak of March 2015

ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૩મી બેઠક નુ આયોજન તા. ૨૯ માર્ચ ૨૦૧૫ રવિવારના રોજ Imperial park recreation center hall ખાતે કરવામા આવ્યું હતું. આ બેઠકનો ખાસ ઉદેશ્ય આપણા સહુના લાડીલા, અને વૈજ્ઞાનિક જગતમા આગવી પ્રતિભા ધરાવનાર અને અનેક સિધ્ધિઓ મેળવનાર ડો. કમલેશ લુલ્લાનુ સ્વાગત અને બહુમાન કરવાનો હતો. ગુજરાતી સાહિત્ય સરિતાના સહુ સભ્યો માટે પણ આ ખુબ જ ગર્વ અને ગૌરવની વાત છે કે આટલી મહાન વ્યક્તિ જે દેશ વિદેશ મા આટલા સન્માન અને એવોર્ડથી નવાજિત થતી હોય એ સાહિત્ય સરિતાને પોતાનુ કુટુંબ માને.

બેઠકની શરૂઆતનો એક કલાક સાહિત્ય સરિતાના સભ્યોએ પોતાની કૃતિ રજુ કરી અને પછીનો કલાક શ્રી લુલ્લા સાહેબે પાવર પોઈન્ટ થી મોટા સ્ક્રીન પર એમની ત્રીસ વર્ષની વૈજ્ઞાનિક કારકિર્દી અને અનુભવો સન્માન, મળેલા પદક  વિશે હળવી રમુજી શૈલીમા રજુઆત કરી. કાર્યક્રમની શરૂઆત નરેન્દ્રભાઈ એ જરૂરી સુચના આપી કરી, અને સભાનો દોર સંચાલક વિજયભાઈના હાથમા સોંપ્યો. વિજયભાઈએ સુંદર તૈયારી કરી હતી અને બને એટલા લેખક મિત્રો ના ફોટા સહિત પાવર પોઈન્ટ દ્વારા કાર્યક્રમની રજુઆત કરી હતી.

Vijay as Master of ceremony

સહુ પ્રથમ રેખા બારડે પ્રાર્થનાથી શરૂઆત કરી. વક્તા તરીકે સહુ પ્રથમ શૈલા મુન્શાને બોલાવવામા આવ્યા અને એમણે સત્ય ઘટના પર આધારિત વાર્તા “આવી વસંત” રજુ કરી.આજનો વિષય પણ હોળી કે વસંત જ હતો. પ્રવિણાબેન કડકિઆ એ હોળી ગીત “કાના પિચકારી મત માર” રજુ કર્યું. નરેન્દ્રભાઈ વેદે ઓસ્ટીન સ્થિત કવિયત્રી સરયુબેન પરીખના બે કાવ્યો, “મલ્હાર” અને “નીતરતી સાંજ” વાંચી સંભળાવ્યા. નવીનભાઈ બેન્કરે સ્વરચિત હાસ્યકથા “ગરોળી રજુ કરી શ્રોતાઓને ખુબ હસાવ્યા.

દેવિકાબેન ધ્રુવે એમના “કવિલોક” જેવા લબ્ધપ્રતિષ્ઠિત મેગેઝીનમા છપાયેલ સ્વ રચિત ત્રણ કાવ્યોમા થી બે રજુ કર્યા અને લંડનમા યોજાયેલ પોતાના આગામી કાર્યક્રમોની માહિતી આપી.

સંચાલક વિજયભાઈએ “આપવું એટલે પામવુ” પુસ્તકનુ વિમોચન ૧૮મી એપ્રીલે સાનફ્રાન્સિસ્કો ખાતે થનાર છે એની માહિતી આપી અને છેલ્લા પાંચ વર્ષમા લગભગ પચીસ જેટલા પુસ્તકો પ્રસિધ્ધ કર્યા એનો શ્રેય સાહિત્ય સરિતાને આપ્યો.સાથે સાથે સાહિત્ય સરિતાના લેખક, કવિમિત્રો ની કૃતિ સાહિત્ય સરિતા સુધી સીમિત ન રહેતા જુદાજુદા સમાચારપત્ર, મેગેઝિન વેબ્સાઈટ પર છપાય અને સહિયારૂં સર્જન સર્જાય અને ઈનામ પણ મેળવે એ આપણા સહુ માટે ખુબ ગૌરવની વાત છે એની માહિતી પણ આપી.

ડો. ઈન્દુબેન શાહે હોળી પર પોતાનુ સ્વરચિત કાવ્ય રજુ કર્યુ. વિશ્વદિપભાઈ બારડે સ્વરચિત કાવ્ય “સમજણની શેરી” વાંચ્યુ. ચિત્રકાર વિનોદભાઈ પટેલે પોતાના ચિત્રોના પ્રદર્શન અને એના આગામી કાર્યક્રમોની માહિતી આપી. નુરૂદિનભાઈ દરેડિયા જે “ગુજરાત ગૌરવ” મેગેઝિન દર મહિને છાપે છે જેમા સરિતાના સભ્યોની સારી કૃતિ છાપે છે અને સહુ સભ્યો ને વિના મુલ્ય આપે છે, એમણે સુકન્યા ઝવેરીના અવતરણો વાંચી સંભળાવ્યા. અત્રે ખાસ પધારેલ મુંબઈના લેખક શ્રી ચન્દ્રકાંત સંઘવી જે સહિયારા સર્જન ની નવલકથામા લેખક તરીકે પણ સર્જન કરે છે, એમણે પોતાના પુસ્તક “ચલા મુરારી હીરો બનને” વિશે વાત કરી. સાથે પોતાની હ્યુસ્ટન મુલાકાતના સંસ્મરણો કહ્યા અને પોતાની બે કૃતિ રજુ કરી. ત્યાર બાદ શ્રીમતી દેવિકા રાહુલ ધ્રુવ દ્વારા રચિત અને કાર્યક્રમનો માહોલ બાંધનાર કાવ્ય “પૃથ્વી વતન કહેવાય છે” જેના શબ્દો છે

 Dr Kamalesh Lulla 1Dr kamalesh Lulla2

“આકાશની બારી થકી કેવું જગત દેખાય છે, અવકાશમાં ગોળારૂપે જાણે ચમન વર્તાય છે.” પૃથ્વી વતન કહેવાય છે.” આ કાવ્યની સહુએ દ્રશ્ય શ્રાવ્ય રૂપે મઝા માણી. આ કાવ્યને સંગીતબધ્ધ અને સ્વરબધ્ધ વડોદરા સ્થિત શ્રી કર્ણિક શાહે કર્યું છે. અત્રે કાર્યક્રમનો પહેલો કલાક પુરો થયો અને વિજયભાઈએ શ્રી સતિશભાઈને, જેઓ શ્રી કમલેશભાઈના અંતરંગ મિત્ર છે અને વર્ષોથી બન્ને સાથે NASA મા કામ કરે છે એમને કમલેશભાઈ નો પરિચય આપવા આમંત્રિત કર્યા અને સભાનો બીજો દોર શરૂ થયો.

સતીશભાઈએ શ્રી કમલેશભાઈ નો પરિચય કરાવતા કહ્યું કે “જ્યારે આ પ્રસ્તાવ મારી પાસે આવ્યો ત્યારે મને કૃષ્ણ અર્જુન ની યાદ આવી કે બન્ને અંગત મિત્રો હોવાં છતા અર્જુન કૃષ્ણને સંપુર્ણ રીતે ક્યારેય ઓળખી શક્યો નહોતો. એમ  મારે એક મિત્રની ઓળખ આપવી જે વિવિધ પ્રતિભા અને વિશિષ્ઠ બુધ્ધિપ્રતિભા ધરાવતી હોય, જેમના મુગટમા જ્ઞાન, એવોર્ડ, સાહિત્યકાર, લેખક જેવા અનેક પીછાં હોય એમનો પરિચય આપવો એ સૂરજને દીવો દેખાડવા જેવું છે, પણ નમ્ર કોશિશ કરીશ.” આપણા કમલેશભાઈ કોઈ વખત સાહિત્યકાર તરીકે શાયરી, ગઝલ કે ગીતના ટહુકા લઈને આવે તો કોઈ વખત પ્રખર અવકાશ વૈજ્ઞાનિક તરીકે. જ્યારે જ્યારે મળે ત્યારે તેમના મુગટમા યશ કલગીઓની નવી નવી હારમાળા લાગેલી હોય. કમલેશભાઈએ વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમા બાયોલોજી સાયન્સ વિભાગમા અભ્યાસની શરૂઆત કરી અને PH.D ડીગ્રી પણ ત્યાંથી જ મેળવી. ત્યારબાદ અમેરિકા આવીને અહીંની Indiana state university મા થી પણ PH.D ની ડીગ્રી મેળવી. આમ બેવડી સિધ્ધિ હાંસલ કરી. ત્યાં જ થોડો સમય કોલેજના પ્રોફેસર તરીકે સેવા આપી, અને છેલ્લા ૨૫ વર્ષથી નાસા મા chief scientist and director for Research colaboration and partnership તરીકે સેવા આપી રહ્યા છે.

કમલેશભાઈ નાસા ના તેમ જ વિશ્વના પણ ખુબ જ સન્માનિત Space scientist તરીકે નામના મેળવી ચુક્યા છે. ડો. લુલ્લાને ૨૦૦૫ મા NASA ના Highest Honor “NASA Exceptional Achievement Award” થી નવાજવામા આવ્યા હતા. ત્યાર બાદ ૨૦૧૨ મા “Asian Space Award- The Astronaut Ellision Onizuka Award”  થી સન્માનિત કરવામા આવ્યા હતા. આવા તો ઘણા બધા એવોર્ડ અને યશકલગીઓથી ડો. લુલ્લા શણગારાઈ ચુક્યા છે. ડો. લુલ્લા અત્યાર સુધીમા ઘણા બધા Astronauts ને તાલીમ આપી ચુક્યા છે, તેમા બે નામ જે મુખ્યત્વે આપણુ ધ્યાન ખેંચે તે છે સુનિતા વિલિયમ્સ અને સદગત કલ્પના ચાવલા. ડો. લુલ્લા અત્યાર સુધીમા ૨૦૦ થી વધારે Research Publication અને ૮ પુસ્તકોનુ સંપાદન કરી ચૂક્યા છે અને તેમનુ છેલ્લું પુસ્તક “Wings on Orbit” જેમા NASA ની છેલ્લા ત્રીસ વર્ષની Space Shuttle History  નો નીચોડ છે તે ૨૦૧૧ મા પ્રસિધ્ધ થયું છે, એ પુસ્તકને એક અમૂલ્ય ખજાના રૂપે વ્હાઈટ હાઉસની લાઈબ્રેરીમા મુકવામા આવ્યું છે એટલું જ નહિ આ પુસ્તકની નકલ આપણા ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડો અબ્દુલ કલામ ને તેમની ટેક્ષ્સાસની મુલાકાત દરમ્યાન ભેટ રૂપે આપવામા આવ્યું હતુ.

ડો. લુલ્લા “Space Journal’ ના ચીફ એડિટર છે અને આ Journal નુ દુનિયાના ૮૫ થી વધુ દેશોમા પ્રસારણ થાય છે. આપણા ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ  પણ ડો. લુલ્લાના સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રમા વૈજ્ઞાનિક તરીકેના યોગદાનથી ખુબ જ પ્રભાવિત થયા હતા. ભારત પણ સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે અને આ પ્રગતિમા ડો. લુલ્લાનુ બહુ મોટુ યોગદાન છે. આ યોગદાનની કદર રૂપે અને અમેરિકા અને વિશ્વમા પણ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે NRI તરીકે ભારતનુ નામ રોશન કરવા બદલ આ વર્ષે  ભારત સરકારે ૨૦૧૫ મા પ્રવાસી ભારતીય દિવસના ત્રિદિવસીય સમ્મેલન દરમ્યાન “Most Prestigious NRI Pravasi Bharatiya Award and Medal” થી ડો. કમલેશ લુલ્લા ને નવાજ્યા છે. આ એવોર્ડ પદ્મ વિભુષણની હરોળમા મુકી શકાય એટલી ઉચ્ચ કક્ષાનો છે. આ એવોર્ડ એમને ભારતના  Vise President ના વરદ હસ્તે આપવામા આવ્યો હતો.

આ સમારંભનુ આયોજન ખાસ ગાંધીજીના ૧૯૧૫મા આફ્રિકા થી ભારત પાછા ફર્યાને ૧૦૦ વર્ષ થયા એની યાદમા ગુજરાત ખાતે ઉજવવામા આવ્યો હતો અને દુનિયાભરમા થી મહાન નેતાઓ તથા ૫૦૦૦ થી વધુ NRI મહેમાનો આ પ્રસંગની શોભા વધારવા આવ્યા હતા. ૯ જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ આ સમારંભ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના ચીફ મીનીસ્ટર શ્રીમતી આનંદીબેનની હાજરીમા યોજાયો હતો આ એવોર્ડનુ ગૌરવ ફક્ત કમલેશભાઈને જ નહી પણ અમેરિકા અને કેનેડામા વસતા દરેક ભારતીયને પણ છે. તેના પ્રતિક રૂપે હ્યુસ્ટન ના કાઉન્સલેટ જનરલે ખાસ ડો. કમલેશ લુલ્લાનુ અત્રે સન્માન કર્યુ અને યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનના ચાન્સેલર ડો. રેનુ ખતોર તો જ્યારે કમલેશભાઈ આ એવોર્ડ લઈ ભારતથી અમેરિકા આવ્યા ત્યારે એમનુ અભિવાદન કરવા ખાસ એરપોર્ટ પહોંચી ગયા હતા. પોતાનુ વક્તવ્ય સમાપ્ત કરતા સતીશભાઈ એ જણાવ્યુ કે આપણે સાહિત્ય સરિતાના સભ્યો બહુ ભાગ્યશાળી છીએ અને ખુબ ગૌરવ અને ગર્વ સાથે આપણે કહી શકીએ કે કમલેશભાઈ અમારા માનવંતા સભ્ય છે અને સાહિત્ય સરિતા આવા અણમોલ રત્નનુ બહુમાન કરતા ધન્યતાની લાગણી અનુભવે છે.

સભાનો ત્રીજો દોર કમલેશભાઈના પાવર પોઈન્ટથી શરૂ થયો. જેમા કમલેશભાઈએ હળવી રમુજી શૈલીમા પોતાના બાળપણની માહિતી આપતા કહ્યું કે તેઓ સાત ભાઈ બહેન હતા પણ એમના મોટાભાઈ હરગોવિંદભાઈ એમના ગુરૂ પણ હતા. બીજા પ્રોફેસર પાઠકનુ પણ એમના જીવન ઘડતરમા ખુબ યોગદાન હતુ. અમેરિકા એક વર્ષ આવવા માટે સ્કોલરશીપ મળી ત્યારે ચાર ચોપડી ભણેલી મા એ પરવાનગી આપી. અમેરિકા આવી પ્રોફેસર પોલ ના હાથ નીચે ૨૪ મહિનામા બીજી PH.D. ની ડીગ્રી હાંસલ કરી. કમલેશભાઈ એ જણાવ્યુ કે એક અફસોસ  કાયમ માટે રહી ગયો કે જેમને એ ગુરૂ સમાન ગણતા એ ભારતના વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ ને રૂબરૂ મળી ના શક્યા, પણ એમની પ્રેરણા વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ વધવામા માર્ગદર્શક બની. તેમ જ અમેરિકામા નીલ આર્મસ્ટ્રોંગ જેણે ચન્દ્રની ધરતી પર સહુ પ્રથમ પગ મુક્યો, એને પણ પોતાના ગુરૂ માનતા. નાસામા જોડાયા બાદ ૨૨ વર્ષ એમણે સ્પેશ શટલ પર કામ કર્યુ અને શટલ રડાર નુ development કરવામા સાત વર્ષ લાગ્યા. “Most accurate maping of Earth’

એ આ સાત વર્ષની તપસ્યાનુ પરિણામ.કમલેશભાઈ એ સ્લાઈડ શો દ્વારા એમની કાર્યસિધ્ધિ ઓ શ્રોતાઓને બતાવી અને સહુ જાણે એમની સાથે અવકાશની સફર માણી રહ્યા. કમલેશભાઈ એ જણાવ્યુ કે NASA એટલે New Knowledge. NASA studies on space and develop Robonaut and Astronaut work together. Men and machine works together. ડો. કમલેશભાઈ એ જણાવ્યુ કે એમના પુસ્તક “Wings on Orbit” ની પ્રસ્તાવના John Young (The first man who walks on the moon) and Robert Cripper ( The first Space Shuttle Commander) જેવા મહાનુભવો એ લખી છે. એ ફક્ત એમના માટે જ નહી પણ સમસ્ત ભારતીયજન માટે ખુબ ગૌરવની વાત છે. પોતાને મળેલા પ્રવાસી ભારતિય તરીકેના એવોર્ડ વિશે વાત કરતા કમલેશભાઈએ કહ્યુ કે મને જે મેડલ ભારતના ઉપ રાષ્ટ્રપતિના હાથે પહેરાવવામા આવ્યો છે તે આજે હું અહીં મારા કુટુંબ વચ્ચે પહેરવા ઈચ્છું છુ અને મને એ પહેરતા વિશેષ ગૌરવની લાગણી થશે અને એમણે ગુજરાતી સાહિત્ય સરિતાના માનદ સલાહકાર અને પોતાની ગઝલો અને કાવ્યો દ્વારા નામના મેળવનાર શ્રીમતી દેવિકાબેન ધ્રુવને આમંત્રિત કર્યા.

દેવિકાબેને ધન્યતાની લાગણી અનુભવતા સહુ સભ્યો વતી આ વિશિષ્ઠ મેડલ ડો લુલ્લા સાહેબને અર્પણ કર્યો અને હોલ તાળીઓના ગડગડાટ થી ગુંજી ઉઠ્યો. અંતે ડો લુલ્લા સાહેબે અમેરિકાને પોતાની કર્મભુમિ, ભારતિય સંસ્કૃતિને અને તેના વારસાને પોતાની માતૃભુમિ અને સમગ્ર બ્રહ્માંડ (plenet on Earth) ને માનવજાતિના ઉત્કર્ષ અને ઉત્થાનને પોતાનુ ઘર સમજે છે કહી પોતાનુ વક્તવ્ય પુર્ણ કર્યુ. ડો. લુલ્લા સાહેબ સાથે અવકાશની યાત્રા કરી સહુ સભ્યો ધરતી પર પાછા આવી ગયા અને હળવો નાસ્તો કરી, મીઠી યાદ મમળાવતા સહુ છુટા પડ્યા. અસ્તુ, શૈલા મુન્શા  તા. ૦૪/૦૫/૨૦૧૫

Dr kamalesh lulla with GSH President Yogina Patel Dr kamalesh Lullaa with Kalakunj President Radedh Dalaal Dr kamalesh Lulla with Shaila ben Munshaw Dr Kamalesh Lulla with Devikaben and Satishbhaai Dr Kamlesh Lulla nu bahuman Deepakbhai ane Geetaben Bhatt

 

તસ્વીર ૧ ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન નાં પ્રમુખ સુ શ્રી યોગીના પટેલ પુષ્પ ગુચ્છ થી ડો લુલ્લાને વધાઇ આપતા

તસ્વીર ૨ “કલાકુંજ” નાં યુવા પ્રમુખ રસેશ દલાલ પુષ્પ ગુચ્છ થી ડો લુલ્લાને વધાઇ આપતા

તસ્વીર ૩ ગુજરાતી સાહિત્ય સરિતા વતી પુષ્પો દ્વારા ડો લુલ્લાનું સ્વાગત કરતા શૈલાબેન મુન્શા

તસ્વીર ૪ કવયિત્રી દેવીકા ધ્રુવ અને સતીશભાઇ પરીખ સાથે ડો કમલેશ લુલા પ્રસન્ન મુદ્રામાં

તસ્વીર ૫ ગુજરાતી સાહિત્ય સરિતા તરફથી બહુમાન અને સ્મૃતિ ચિન્હ આપતા શ્રી દીપક અને ગીતાબેન ભટ્ટ

તસ્વીર

3 responses so far

3 Responses to “સાહિત્ય સરિતા ૧૫૩ મી બેઠકનો અહેવાલ- શૈલાબેન મુન્શા”

 1. Devika Dhruvaon 06 Apr 2015 at 12:57 pm

  very well written report..

 2. NAVIN BANKERon 11 Apr 2015 at 11:35 pm

  ખુબ સરસ માહિતીસભર બેલેવ્સ્ડ અહેવાલ. શૈલાબેન, આવી રીતે દરેક બેઠકનો અહેવાલ આપતા રહો એવી વિનંતિ.

  નવીન બેન્કર

 3. વિજય શાહon 14 Apr 2015 at 10:53 am

  આભાર અકીલા અને દીપ્તીબેન જાની

  http://www.akilanews.com/14042015/nri-news/1428950460-7605

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help