Jun 01 2013

મે સાહિત્ય સરિતા બેઠક અહેવાલ-શૈલા મુન્શા.

Published by at 12:28 pm under બેઠકનો અહેવાલ

 ગુજરાતી સાહિત્ય સરિતાની મે માસની બેઠક એક ઉજાણી અને સાહિત્ય રસિકો ના કાવ્યો અને ગીત રૂપે ઉજવવામા આવી હતી.કલન પાર્ક ના રમ્ય વાતાવરણ મા ઉજાણી નો આરંભ થયો. આ બેઠકમા નાસ્તાથી માંડી જમણ ની વ્યવસ્થા સાહિત્ય સરિતા તરફથી યોજવામા આવી હતી. મિત્રો ના આગમન વખતે ચીપ્સ અને સાલસા (જે વિશ્વદિપે જાતે બનાવ્યો હતો) અને ઠંડા પીણાથી મહેફિલની શરૂઆત થઈ. થોડો સમય સહુ પ્રકૃતિ નો આનંદ માણી રહ્યા, હાસ્ય અને ખુશ મિજાજમા બેઠકની શરૂઆત થઈ.

સરિતાની પરંપરા પ્રમાણે બેઠક નો પ્રારંભ ભારતીબેન અને મધુસુદનભાઈએ પ્રાર્થનાથી કર્યો. “યશોમતી મૈયા સે બોલે નંદલાલા એ ભજન બહુ ભાવવાહી સ્વરે ગાયું અને સહુ શ્રોતાજને એમા સુર પુરાવ્યો

શૈલા મુન્શા એ સ્વરચિત ગઝલ “સદા” સંભળાવી જેના શબ્દો,

“હોય ભલેને પાસે તોય દુર સદા,
મિલન ની આશ તોય વિરહ સદા.”

ડો. ઈંદુબેન શાહે એમની સ્વરચિત કવિતા “મા તને પ્રણામ” સંભળાવી. જેના શબ્દો,

“ઘુઘવતા ધોધ સમ તુજ સ્નેહ,
સંતાન સૌ પર વહે સમાન
મા તુજે પ્રણામ.”

 પ્રકાશભાઈ મજુમદારે ગઝલ ગાઈ સંભળાવી,
“ગુસ્સે થયા જો લોકો તો પથ્થર સુધી ગયા”

રેખાબેન બારડે પોતાના સુમધુર અવાજે બે ગીત ગાઈ સંભળાવ્યાં.
“મારે મંદિરિયે આવો રે!”
અને બીજું ગીત,
આવો તોય સારૂં, ન આવો તોય સારૂં
તમારૂં સ્મરણ છે તમારાથી પ્યારૂં.”

પ્રશાંત મુન્શા દરેક કાવ્ય, ગઝલ બાદ નાના રમુજી ટુચકા અથવા જાણીતા કવિ ની કાવ્ય પંક્તિ પાદપુર્તિ રૂપે કરી વાતાવરણ રમુજી અને ઉજાણી ને અનુરૂપ રમ્ય બનાવતા હતા.

વિપુલભાઈ માંકડે ઈશ્વરી સંકેત વિશે એમના અનુભવ રજુ કર્યા.

જયંતભાઈ આમતો અમારા સાહિત્યસરિતા ના ફોટોગ્રાફર છે. બહુ સુંદર ફોટા પાડે છે પણ કુદરત ના સાનિધ્યમા એમને પણ કાંઈક કહેવાની ઈચ્છા થઈ આવી અને પતિ-પત્નિ વિશે બહુ રમુજી ટુચકા સંભળાવ્યાં.

વિશ્વદિપભાઈ બારડની ગેરહાજરીમાં એમની પત્નિ રેખા બારડે વિશ્વદીપનું સ્વરચિત કાવ્ય વાચી સંભળાવ્યું જેના શબ્દો,
“મારી છતાં એ મારી નથી બની શકી,
એ જિંદગી નો શું ભરોસો”

સ્મિતાબેન પરીખે બહુ સુંદર અને જાણીતું ગુજરાતી ગીત ગાઈ સંભળાવ્યું જેના શ્બ્દો
ભારતીબેન દેસાઈ જે અમારા સાહિત્ય સરિતાના સમશાદ બેગમ છે, એમણે પણ સરસ ગુજરાતી ગીત ગાઈ સંભળાવ્યું અને બધાને ઝુમતા કરી દીધાં. જેના શબ્દો,

“છેલા જીરે! મારે હાટું પાટણ થી પટોળા મોંઘા લાવજો”

 ત્યારબાદ અંતકડી અને સહુ સમુહમા મજાના ગીત, ગઝલ ગાઈ કુદરતનુ સાનિધ્ય માણી રહ્યા. અંતમા છોલે ,નાન, ભજીયા અને ગુલાબજાંબુ ની જ્યાફત માણી સહુ છુટા પડ્યાં.

શૈલા મુન્શા. તા.૩૦/૫/૨૦૧૩ 

 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.