Sep 03 2016

ગુજરાતી સાહિત્ય સરિતા ૧૬૬મી બેઠકનો અહેવાલ

Published by at 6:38 am under બેઠકનો અહેવાલ

             Gujarati Sahitya Sarita Report # 166

               Nitin Vyas and  Dr Induben Shah.

 

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનની બેઠક તારીખ ૨૮ સપટેમ્બરના રોજ  T.E Herman Center, Sugar Land ના હોલમાં મળી. સૌ પ્ર્થમ પ્રમુખ ડો ઇન્દુબેન સાથે સૌ સભ્યોએ સરસ્વતી વંદના કરી, ઇન્દુબેને અને મંત્રી શ્રી સતિશભાઇ પરીખે સભ્યોનું સ્વાગત કર્યું. આ બેઠકનો વિષય “મિત્રતા”,અને વક્તાનો મન પસંદ.

સૌ પ્રથમ ૧૫ ઓગષ્ટની ઊજવણીના કાર્યક્ર્મ દરમ્યાન મંચસ્થ થયેલ એકાકી નાટક “ઈશ્વર અલ્લાહ તેરો નામ” વિષે નાટકના લેખક અને નિર્દેશક શ્રી ફતેહ અલી ચતુરે વિષેશ માહિતીઆપી. શ્રીમતી દેવિકાબેન ધ્રુવે “મિત્રતા”પર  લખેલ સુંદર ગઝલની સુંદર રજુઆત કરી, તેમની આ ગઝલ પ્રતિલિપિ સ્પર્ધામાં મુકેલ છે, જે પોપ્યુલર વોટ પર મુલવવામાં આવશે જે બરાબર ન કહેવાય તે વિષે વાત કરી.હવે સુરેશભાઇ બક્ષીએ મસહુર ઉર્દુ કવિ મીરતાકા-મીરની પ્રચલીત ગઝલ “એ ધુઆં કહાંસે ઉઠતા હૈ” નું રસ દર્શન કરાવ્યું ત્યારબાદ સ્વરચિત મુક્તકો રજુ કર્યા. મનસુખભાઇએ મિત્રતા પર નાનુ સંબોધન કર્યું.

શૈલાબેન મુન્શાએ વોટ્સ અપ પર વાંચેલ રાવણરૂપ ભિખારી અને સીતારૂપ કામવાળીના રમુજી સંવાદો સંભળાવ્યા, અને વોટ્સ અપ પર આવેલ અજ્ઞાત કવિની એક ગઝલની રજુઆત કરી.

પ્રશાંતભાઇએ પણ વોટ્સ પર વાંચેલ રમુજી વાત કરી.

મિત્રતા પર બોલતા શ્રીમતિ ચારુબેન વ્યાસે દુર્ભાગ્યે ગુલામી વહોરતા એક ભાગેડુ યુવાન અને અનાયાસે જંગલમાં મળેલા સિંહની સંજોગાવશાત કેવી મૈત્રી થાય છે અને તેનું સુંદર પરિણામ આવે છે તે વાર્તાની સંદર રજુઆત કરી. ડો ઇન્દુબેન શાહે કવિ શ્રી સુરેશ દલાલનું “મિત્ર”કાવ્ય સંભળાવ્યું, અને નાના ભૂલકાઓએ જરૂરિયાત વાળા મિત્ર સાથે ક્રિશમસ ગીફ્ટ શેર કરી મિત્રતાની લાગણી કેવી અદભૂત રીતે દર્શાવી  તે પોતે લખેલ વાર્તા રજુ કરી.

અરુણભાઇ બેન્કરે આપણો દેશ અને આપણા મિત્રો હંમેશા યાદ રહે છે અને તેમને બધી ઉંમરના મિત્રો છે અને જેઓને મળવા અરુણભાઇ દર વર્ષે ઇન્ડીયા જાય છે તે વાત કરી .શ્રી અશોકભાઇએ  મિત્ર પર સુંદર મુક્તક રજુ કર્યું. વિનોદભાઇએ અમેરિકા અને ઇન્ડીયાની મિત્રતા વિષે વાત કરી અને આ વર્ષે દિવાળી પર ફોર એવર સ્ટેંપ બહાર પડશે તે માહિતી આપી.

હવે શ્રી નીતિનભાઇ વ્યાસે અશ્વિન મેહતા ના પુષ્તક “છબી ભીતરની” પુષ્તકનો પરિચય આપ્યો અને અશ્વિન મેહતા ખુદ ફોટોગ્રાફર હતા તેમની સુંદર કોમપ્યુટર સ્લાયડ દ્વારા ઓળખાણ આપી.

સતીશભાઇએ આજના ખાસ મહેમાન શ્રી સુભાશભાઇ શાહને તેમની ઑળખાણ આપવા વિનંતી કરી તેઓશ્રી ડલાસથી નિયમીત પ્રકાશીત થતું ગુજરાતી માસિક “ગુજરાત દર્પણના તંત્રી છે. બધા મોટા શહેરોમાંથી બહાર પડે છે અને અમેરિકામાં રહેતા ગુજરાતી કુટુંબોમાં વંચાય છે.

તેમાં નિયમિત લખતા કવિઓ અને લેખકોને પણ તેઓશ્રીએ બિરદાવ્યા.

શ્રી જયંતભાઇએ ગ્રુપ ફોટોગ્રાફ લીધો.

ત્યારબાદ ડો ઇન્દુબેને શ્રી સતિશભાઇ દાદા થયા છે તે જાહેરાત કરી અને ગ્રાન્ડ સન “ધન્ય”ની ખુશાલીમાં તેમના તરફથી પૈડા ચેવડો અને વેફરનો અલ્પાહાર કરી સહુ છુટા પડ્યા.

 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.