Jan 10 2026

બેઠક ૨૭૬ રવિવાર, જાન્યુઆરી ૧૧, ૨૦૨૬

ગુજરાતી સાહિત્ય સરિતાની આગામી બેઠક ૨૭૬
રવિવાર,  જાન્યુઆરી ૧૧, ૨૦૨૬ બપોરે ૩:૦૦ થી ૬:૦૦
Clyde and Nancy Jacks Conference Center

3232 Austin Parkway, Sugar Land, TX 77479

વિષય વસ્તુ:  

૧. ઉગમણી કોરનો ઉજાશ – નવા વર્ષની આશાઓ અને ઉમંગો

૨. સભ્યોને લખવા સહાયક રીતે પ્રેરિત કરવા હાઇકુ સ્પર્ધા. આ સાથે મોકલેલ થોડાં ચિત્રોથી પ્રકૃતિ તત્ત્વો મનમાં આવે અને તે પર તમે હાઇકુ લખી મોકલી શકો. સાથે ચિત્રનો નંબર મોકલશો.

હાઇકુની સંક્ષિપ્ત સમજણઃ  Please click the link below:

હાઈકુઃ કાવ્યવિશ્વમાં  સૌથી નાનું સ્વરુપ

(દેવિકાબહેન ધ્રુવ વધુ ઉંડાણમાં બેઠકમાં સમજાવશે.)

કાવ્યવિશ્વમાં સૌથી નાનું સ્વરુપ છે હાઈકુ.

સ્વરૂપઃઆંતર અને બાહ્યઃ ત્રણ પંક્તિ – ૧૭ અક્ષર – ૫–૭–૫.
હાઈકુની પ્રથમ શરત એ છે કે એ પ્રકૃત્તિના તત્ત્વોથી શબ્દચિત્ર રચાય.

એ માત્ર ૫–૭–૫ અક્ષરોથી રચાયેલું  “ફ્લેટ સ્ટેટ્મેન્ટ” (સીધું વિધાન) ન જ હોવું જોઈએ.

હાઈકુનું સ્વરૂપ બધાંથી અલગ પ્રકારનું છે. હાઈકુમાં કશું બોધાત્મક ન હોય.

 

ઉદાહરણઃ

 

પર્ણ વિનાની
ડાળીઓમાં  સૂરજ
ટીંગાતો જાય 

–    સ્નેહરશ્મિ

 

પવન કરે
વાતો,બેવડ વળી
ડાળીઓ હસે..

–    પન્ના નાયક

 

હાજરીની નોંધ અગાઉથી gujss2024@gmail.com વહેલી તકે કરવાનું ચૂકશો નહિ.

અગાઉની બેઠકોના અહેવાલ ફોટા સાથે https://gujaratisahityasarita.org/ 

પર વાંચી શક્શો અને તમારા પ્રતિભાવો પણ ત્યાં મૂકી શકો છો.

જે સભ્યોએ ૨૦૨૬નું સભ્યપદ હજી સુધી renew ન કર્યું હોય તેઓ તેમની સુવિધા માટે ઘેર બેઠાં Zelle દ્વારા પણ $૨૫નું અનુદાન મોકલી શકે છે. બધી બેંકમાંથી તે વિના મુલ્ય થઇ શકે છે. અત્યાર સુધી ઘણા સભ્યોએ આ રીતને અપનાવી renew ચુક્યાં છે.

GSS highly recommends paying by zelle. This makes record keeping easy on both sides.

તે માટે નીચે જણાવેલ વિગતોની જરુર છે.

Zelle tag – gujju1234

Email – gujss2024@gmail.com

Please select receiver as “Business”

Include in notes “2026 Membership” or “Donation”.

જો તમને એ ન ફાવે તો આગામી બેઠકમાં check અથવા Cash (exact change) થી પણ તમે કરી શકો છો.

આશા છે કે આપ વર્ષ ૨૦૨૬નું સભ્યપદ વહેલી તકે તાજું કરી લેશો.

અગત્યની નોંધઃ
આ બેઠક ની વ્યવસ્થામાં સ્વયંસેવકોની જરુર છે. તો સભ્યોને વિનંતિ છે કે તેઓ ૨: 3૦ સુધીમાં ત્યાં હાજર રહે. પર્યાવરણને ધ્યાનમાં રાખી water bottle સાથે રાખજો.

આભાર.

નિખિલ મહેતા (પ્રમુખ) – 832.660.8008 રિદ્ધિ દેસાઇ (ઉપપ્રમુખ) – 713.562.7774
નરેંદ્ર વેદ (સચિવ) – 832.274.1722 હસમુખ દોશી (સલાહકાર) – 281.395.9906

૧ 

 

૨

૩

 

૪

 

૫

 

૬ 

 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.