Feb 21 2020

બેઠક નં ૨૦૫-ગુ.સા.સ.હ્યુસ્ટન અહેવાલ- શૈલા મુન્શા

Published by at 1:41 pm under બેઠકનો અહેવાલ

ગુ.સા.સ.હ્યુસ્ટન બેઠક નં ૨૦૫-અહેવાલ- શૈલા મુન્શા

તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ

તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ રવિવારના રોજ ગુ.સા.સ.હ્યુસ્ટનની ૨૦૫મી બેઠકનુ આયોજન સુગરલેન્ડના કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ વખતની બેઠકના વિષય હતા, વસંતના વધામણા, વેલેન્ટાઈન ડે અથવા મનગમતી રચના.
કાર્યક્રમની શરૂઆત સરસ્વતી ની સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ પ્રમુખ શ્રીમતી શૈલાબહેને સહુનુ સ્વાગત કરી સભામાં આવકાર્યા. ગુ.સા.સ. હ્યુસ્ટનને માટે ગૌરવ સમાન સમાચારની જાહેરાત કરતાં જણાવ્યું કે, ગુજરાત સાહિત્ય પરિષદ,અમદાવાદ તરફથી ૨૦૧૬-૨૦૧૭ ના બે વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા પુસ્તકોમાંથી, શ્રીમતી દેવિકાબહેન અને નયનાબહેન  દ્વારા પત્રાવળી રૂપે લખાયેલ પુસ્તક “આથમણી કોરનો ઉજાસ”ને, ‘ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક’ ઘોષિત કરવામાં આવ્યું છે.. સહુ સભ્યોએ તાળીઓના ગુંજારવથી આ માનવંતા સમાચારને વધાવી લીધા.

બેઠકને લગતાં જરૂરી સૂચનો કરી શૈલાબહેને સભાનુ સુકાન સૂત્રધાર ઉપપ્રમુખ શ્રીમતી ચારૂબહેનને સોંપ્યું. સહુ પ્રથમ વિજયભાઈ નાકામ આવ્યા. એમણે સંતાકુકડી કાવ્ય રજૂ કર્યું, જેના બોલ હતાં,
શ્યામ મને સંતાકુકડી ભક્તિની રમાડે છે.જનાર્દનભાઈએ હું ક્યાં કહું છું કે નયનોમાં વસ્યા છોકાવ્ય રજૂ કર્યું. ડો. ઈન્દુબહેન શાહે વેલેન્ટાઈન દિવસે માની મમતાએ આપી ભેટ મમતાનામની કરૂણામયી વાર્તા રજૂ કરી. રન્નાબહેન પારઘીએ પ્રેમનો મહિમા દર્શાવતું  સુંદર વક્તવ્ય રજૂ કર્યું.

પ્રમુખશ્રી શૈલાબહેને ગયા વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધાંજલિ અર્પતા સરહદ પર આપણી રક્ષા કરતાં સહુ જવાનોને યાદ કર્યાં. એમની શાળાના દિવ્યાંગ બાળકો સાથે ઉજવેલો વેલેન્ટાઈન દિવસની મીઠી મધુરી યાદનો પ્રસંગ વર્ણવી, દરેક બાળક બીજું કાંઈ સમજે કે ના સમજે પણ જરા સરખો પ્રેમ મળે ત્યાં સો ગણા પ્રેમથી તમને પોતાના કરી લે છે એ યાદગીરી તાજી કરી. નાસાના વૈજ્ઞાનિક અને ગુ.સા..ના ગૌરવવંતા સભ્ય ડો. કમલેશભાઈ લુલ્લાએ કોલેજકાળમાં ઉજવાતા પ્રેમના દિવસને, કબીરની વાણીમા દર્શાવાતો પ્રેમ વિશે વાત કરી, અને જાણીતા કવયિત્રી પન્નાબહેન નાયકના અંગ્રેજી કાવ્ય પુસ્તક “Astrologer’s sparrow” માં થી દેશ, સંસ્કૃતિ દેશનો ઝુરાપો વિષય પરના ત્રણ અતિ સુંદર કાવ્યો વાંચી સંભળાવ્યા. ચીમનભાઈ પટેલે એમના પત્નિ વિશે લખેલું ઉર્મિકાવ્ય વાંચી સંભળાવ્યું.
મેં દિલ દીધું ના હોત,તું પ્રિયે મળી ના હોત.

           

    

શ્રીમતી દેવિકાબહેન ધ્રુવે વસંત એટલે પાંદડાના દરબારમાં કળીઓનો રાજ્યાભિષેકકહી સુંદરમ, મુકુલ જોષી, ઉમાશંકર જોશી, સુરેશ દલાલ વગેરે કવિઓની પ્રેમ અને વસંત વિશે શી કલ્પના છે, એના વિશે વાત કરી તથા તાજમહેલ પરના થોડાં  વ્યંગ-મુકતકો પ્રસ્તૂત  કર્યાં.  તે પછી તેમણે સહુ સભ્યોને ગુ.સા..ની વેબસાઈટનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, ક્યાં બેઠકના અહેવાલ અને નવા મહિનાની બેઠકની જાહેરાત વાંચી શકાય, પોતાનુ મંતવ્ય લખી શકાય, એ બધી માહિતી સરસ રીતે મોટા પડદા પર બતાવી સહુને વધુને વધુ વેબસાઈટનો ઉપયોગ કરવા નમ્ર વિનંતી કરી.

વડિલશ્રી મુકુંદભાઈ ગાંધીએ ઈતિહાસની પ્રગતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે વિશે વાત કરી, એક રચના સંભળાવી. ઉપપ્રમુખ ચારૂબહેન વ્યાસે પ્રેમ એ એક દિવસ માણવાની વસ્તુ નથી પણ દરરોજ માણવાની વસ્તુ છે અને જીવમાત્રમાં પ્રેમ રહેલો છે એ વાત જુદા જુદા દ્રષ્ટાંત આપી સમજાવી. નમનબહેન પંડ્યાએ ૧૯૪૦ની સાલનુ એક બાળગીત ચાલોને, ચાલોને રમીએ હોડી હોડીમધુર કંઠે ગાઈ સંભળાવ્યું.

શ્રી દિપકભાઈ ભટ્ટે આથમણી કોરનો ઉજાપુસ્તક વિશે એમનો પ્રતિભાવ દર્શાવ્યો અને પુસ્તકમાં લખાયેલ શ્રી બળવંતભાઈ જાનીની પ્રસ્તાવના ખૂબ સરસ છે એ વાત કરી. રક્ષાબહેન પટેલ હ્યુસ્ટનના જાણીતા નાટ્ય કલાકાર છે, એમણે મુકુંદભાઈ સાથે ભજવેલું નાટક હું રિટાયર થયોના એક સંવાદની ઝલક, ભાવપૂર્ણ અવાજે અને અભિનય સાથે રજૂ કરી. સહુ શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધા. શ્રી નવીન બેંકરે નાટકની જૂની વાતોને,પ્રસંગોને યાદ કરાવ્યા.. શ્રી પ્રશાંત મુન્શાએ ફૂટી એક કુંપળને આવી વસંતકાવ્ય વાંચી સંભળાવ્યું.

        

શ્રી વિનોદભાઈ પટેલે જ્યારે વેબસાઈટ કે કોમ્પ્યુટર પર માહિતી નહોતી અપાતી ત્યારે પણ એક રાતમાં દસ જણ બીજા દસને ફોન કરે એ રીતે કે. લાલના શો માટે ૩૦૦ થી ૪૦૦ વ્યક્તિઓને શો જોવા ભેગા કર્યાં હતા, તો હવે આપણી વેબસાઈટ એ દુનિયાને વેલેન્ટાઈનની ભેટ છે અને વધુ ઝડપથી માહિતીનો પ્રચાર કરી શકાય કહી ગુ.સા.સ.ની વેબસાઈટને બિરદાવી. શ્રી અરૂણભાઈ બેંકરે અત્યારે સવારે ઉઠીને લોકો વોટ્સેપ જુએ છે જ્યારે પહેલાં લોકો પ્રભાતિયાં ગાઈ દિવસની શરૂઆત કરતાં એ યાદ કરી એક બેઠક સંગીત અને પ્રભાતિયા પર યોજાય એવું નમ્ર સૂચન કર્યું.

શ્રીમતી ચારૂબહેન વ્યાસે સરસ રીતે સભાનુ સંચાલન સંભાળ્યું.

અંતમાં શહિદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પતાં એક મિનીટનુ મૌન પાળી શ્રીમતી શૈલાબહેને સહુનો આભાર માન્યો. શ્રી જયંતભાઈ પટેલ, શ્રી નિતિનભાઈ વ્યાસ અને શ્રી પ્રશાંત મુન્શાએ સહુ સભ્યોની સમુહ તસ્વીર લીધી.નયનાબહેન, શૈલાબહેન શાહ તરફથી ચીપ્સ અને સંસ્થા તરફથી ચા, બિસ્કીટને ન્યાય આપી સહુ આજની રંગતભરી મહેફિલ માણી છુટા પડ્યાં

અસ્તુ,

શૈલા મુન્શા તા. ૦૨/૨૦/૨૦૨૦

 

 

 

 

5 responses so far

5 Responses to “બેઠક નં ૨૦૫-ગુ.સા.સ.હ્યુસ્ટન અહેવાલ- શૈલા મુન્શા”

  1. Bhavana Desai.on 22 Feb 2020 at 8:10 am

    ઘણા લોકોએ ભાગલીધો હવે આવતી બેઠકની રાહ જોઈશું .. બેઠક રસપ્રદ હશે તેવું લાગે છે . શૈલા બહેન અભિનંદન .

  2. devikadhruvaon 22 Feb 2020 at 2:09 pm

    સુંદર,વિગતસભર અહેવાલ.

  3. શૈલા મુન્શાon 23 Feb 2020 at 11:03 am

    ભાવનાબહેન અને દેવિકાબહેન,
    ખૂબ ખૂબ આભાર.

  4. Prashant Munshawon 01 Mar 2020 at 1:09 pm

    ગુ.સા.સરિતાની બેઠક ખુબ જ રસપ્રદ તેમજ અહેવાલ પણ સમગ્ર રજુઆતને આવરી લીધો એ માટે સંચાલકોને અભિનંદન.

  5. Raksha Patelon 01 Mar 2020 at 10:39 pm

    ખુબ સુંદર અને સચોટ અહેવાલ!

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.