Sep 25 2008

ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના

Bhagvadgomandal_cover page Bhagvadgomandal_back cover

મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો આ મહાજ્ઞાનકોશ સ્કૅન કરીને ઓન-લાઈન ઉપલબ્ધ કરાયો છે જે કોઈ પણ શબ્દનો અર્થ તમારા ક્મ્પ્યુટરની એક જ ક્લિક્ પર ક્ષણાર્ધમાં શોધી આણે છે. જેમને યુનિકોડમાં ટાઈપ કરતાં ન ફાવે એમના માટે કી-બૉર્ડ પણ હાજર છે.ઈચ્છિત શબ્દને ટાઈપ કરી Exact word અથવા Anywhere in the word અથવા Start with the word આ ત્રણ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી સર્ચ ક્લિક્ કરવાથી કી-બૉર્ડની નીચે એ શબ્દ લખાયેલો જોવા મળશે. એ શબ્દ પર ક્લિક્ કરવાથી એ શબ્દ જે પાનાં પર હશે એ આખું સ્કૅન કરેલું પાનું ખૂલશે અને તમને સતત આશ્ચર્યમાં રમમાણ રાખે એવા અર્થોની કદી ન જોઈ હોય એવી અને કદી ન વિચારી હોય એવી એક આખી દુનિયા તમારી સમક્ષ ઉઘડવા માંડશે….

તો મિત્રો, રાહ શાની જુઓ છો? કરવા માંડો ક્લિક્ ક્લિક્ ક્લિક્ :

http://bhagavadgomandalonline.com/

Courtsey:http://layastaro.com/?p=1324

5 responses so far

5 Responses to “ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના”

  1. Harikrishnaon 13 Apr 2010 at 4:19 am

    Shreemad bhagvadgomanda now available online is work which is and will be very helful for pwrsons interested in gujarati literature. I hearfully thanks them who made thimms effort.

  2. તપન રાવલon 16 Jul 2010 at 7:07 pm

    ખુબજ સરસ વેબ સાઈટ છે, ગુજરાતીલેક્સિકોન ની જોડે જોડે હવે આ પણ વાપરવા ની મજા આવશે.

    ખુબજ આભાર આ વેબ સાઈટ તૈયાર કરનાર ને અને આપને પણ આવી સરસ માહિતી આપવા માટે

  3. વિજય સેવકon 22 Aug 2010 at 4:57 pm

    આંગળીના ટેરવે આવી મળે માહિતી અને તે પણ ગુજરાતીમાં! ભઇ, વાહ!

    બહુ જરૂરી કામ કર્યું તમે. આભાર અને અભિનંદન.

  4. BHATTon 03 Feb 2011 at 12:41 pm

    WONDERFULL YASKNA NIRUKT JEVO GUJRATIBHASHANO GRANTH

  5. જિતેંદ્ર નકુમon 08 Sep 2012 at 2:42 am

    ભગવદ ગોમંડલ ની માહિતી મેળવી ખુબ આનંદ અનુભવુ છું , આ સાઇટ વિકસાવવામાં કાર્યરત તમામ નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરૂ છુ .

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.