Dec 10 2008
Archive for the 'બેઠકનો અહેવાલ' Category
Oct 22 2008
ઓક્ટોબેર મહિના(૨૦૦૮)ની બેઠકનો અહેવાલ-શૈલા મુન્શા
ગુજરાતી સાહિત્ય સરિતાની ૮૦મી બેઠકનુ આયોજન શ્રી જયંતભાઈઅને સ્મીતાબેન પટેલને ત્યાં કરવામા આવ્યું હ્તું. બેઠકનો વિષય “પાનખર” હતો અને સભાનુ સંચાલન શ્રી રસેસભાઈ દલાલે કર્યું હતું. સભાની શરુઆત રેખાબેન બારડે પ્રાર્થના થી કરી. સૌ પ્રથમ વક્તા હાસ્ય લેખક શ્રી ચીમનભાઈ પટેલે પાનખરને જનમ મરણ સાથે સરખાવી સુંદર અને ગંભીર કાવ્ય રજુ કર્યું. બેઠકમાં સાહિત્યનો રંગ ભરવા […]
Sep 23 2008
સપ્ટેમ્બર 2008ની બેઠક-અહેવાલ: નવીન બેંકર
શ્રી ગૌરાંગ દિવેટીઆ સાહિત્ય સરિતાને આંગણે : ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની 79મી બેઠક,તારીખ 20 સપ્ટે. ને શનિવારની બપોરે,સ્થાનિક કવિઓ,લેખકો,સાહિત્યપ્રેમી શ્રોતાઓની હાજરીમાં,ભારતથી પધારેલ કવિ શ્રી ગૌરાંગ દિવેટીઆના અતિથિવિશેષ પદે રાહુલ ધ્રુવના નિવાસસ્થાને યોજવામાં આવી હતી.બેઠકના સૂત્રધાર શ્રી વિશ્વદીપ બારડ હતા.તેમના સ્વાગત પ્રવચન અને કોકિલકંઠી સંગીતા ધારિયા (ડલાસ )ની ‘મા શારદા’પ્રાર્થના પછી કાર્યક્રમની શરૂઆત થઇ. સંસ્થાના […]
Aug 12 2008
ઓગષ્ટ ૨૦૦૮ની બેઠક :ઉજાણીનો વિસ્તૃત અહેવાલ
10મી ઓગષ્ટના રોજ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક હ્યુસ્ટનના કલન પાર્કમાં ઉજાણી રૂપે યોજવામાં આવી. ખુલ્લી જગા હતી,મુક્ત આયોજન હતું,આઝાદીનો વિષય હતો અને ઉંધિયાની ઉજાણી દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો ઉદ્દેશ હતો; અને આ સઘળો આનંદ ખુલ્લાં આસમાન નીચે (“नीले गगनके तले ” ) હતો.. સવારના 10.30 વાગ્યાના સુમારે,શ્રી વિશ્વદીપ બારડની આગેવાની હેઠળ સ્વૈચ્છિક રીતે વ્યવસ્થાપકોની ચહલ […]
Jun 23 2008
જૂન (૨૦૦૮)મહીના ની બેઠક
શ્રી મુકુંદ ગાંધી- પૂ. મોટાભાઈનાં પાત્રમાં સંગીતકાર મનોજ મહેતા, મુકુંદભાઈ અને વર્ષાબેન શાહ પત્ર વાંચનની ક્ષણોમાં પ્રવક્તા નાં પાત્રમાં વર્ષાબેન શાહ અને સોહમનાં પાત્રમાં શ્રી રસેશ દલાલ નાટ્યમાં તલ્લીન શ્રોતાગણ..વિજય શાહ, સતીશ પરીખ, નિખિલ મહેતા,ફતેહ અલી ચતુર્ સરયુબેન પરીખ, દેવિકાબેન ધ્રુવ અને પ્રશાંત મુનશા. પાછળની હરોળમાં રીધ્ધીબેન દેસાઈ, દીપાબેન દલાલ અને તેમના બેન તથા કનક […]
May 20 2008
વિદ્વાન પ્રો.સુમન શાહ-“ગુજરાતી સાહિત્ય સરિતા”ના આંગણે -અહેવાલ -દેવિકા ધ્રુવ
17મી મેની શનિવાર…બપોરના બરાબર બે વાગ્યે હ્યુસ્ટનની સાહિત્ય સરીતાના ઉપક્રમે યોજવામાં આવેલ બેઠકમાં, ભારતથી આવેલ પ્રો. સુમન શાહને આમંત્રિત કરવામાં આવ્યાં હતા.દર મહિને નિયમિત રીતે મળતી આ બેઠક, આ વખતે ભાઇ શ્રી અક્બરઅલી અને અમીનાબેન નરસીના નિવાસસ્થાને ગોઠવવામાંઆવી હતી.પ્રારંભમાં શ્રી રસિક મેઘાણીએ કાર્યક્રમની રૂપરેખાનો આછો ખ્યાલ આપ્યો હતો.તે પછી સર્યૂબેન પરીખની પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી. […]
Mar 11 2008
ગુજરાતી ગઝલ અંતાક્ષરી – વિડિયો
ગુજરાતી સાહિત્ય સરિતા દ્વારા ગુજરાતી ભાષાને સતત જીવંત રાખવાના પ્રયાસ રૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાતુ હોય છે. તેના જ એક ભાગરૂપે ગુજરાતી ગઝલની અંતાક્ષરીનો કાર્યક્રમ ૧લી માર્ચ ૨૦૦૮ ના રોજ યોજાયો હતો જેનો સંપુર્ણ વિડિયો નીચે અહીં ઊપલબ્ધ છે. [youtube:http://www.youtube.com/watch?v=V3pTQCyDo1U] [youtube:http://www.youtube.com/watch?v=597FPZcKO1s] [youtube:http://www.youtube.com/watch?v=U6V8sdqHvaA] [youtube:http://www.youtube.com/watch?v=l74SVGWlgBY] આ શેર અંતાક્ષરીનાં સર્જક પ્રો. સુમન અજમેરીનો પણ મુદ્રણ પરવાનગીઆપવા બદલ આભાર […]
Mar 09 2008
માર્ચ ૨૦૦૮ ની બેઠકનો અહેવાલ- ફતેહઅલી ચતુર-પ્રશાંત મુન્શા
માર્ચની પહેલી તારીખે યોજાયેલી ગુજરાતી સાહિત્યસરિતાની ૭૨ મી બેઠક નુ આયોજન શાંગ્રિલા આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં ત્રણ પ્રસંગોમાં બે લલિત કળાઓનો અદભુત સંગમ યોજાયો હતો. ભારતમાં જન્મેલા અને અમેરિકામાં વસેલા ચિત્રકારોના ચિત્રોનુ પ્રદર્શન ( કે જેમા આપણા ચિત્રકાર મિત્ર અને સભ્ય વિનોદ પટેલનાં પણ ચિત્રો રજુ થયા હતા) અને હ્યુસ્ટન ની ગુજરાતી સાહિત્ય […]
Feb 13 2008
ગુજરાતી સાહિત્ય સરિતાની ફેબ્રુઆરી બેઠક
ગુજરાતી સાહિત્ય સરિતાની ફેબ્રુઆરી બેઠકનુ આયોજન ચીમનભાઈ ને ત્યાં યોજાયું હતું. ચીમનભાઈએ સભાનુ સંચાલન પણ સંભાળ્યુ હતું ચીમનભાઈ અને નિયંતિકા બેનનો બે બાબત માટે ખાસ આભાર માનવાનો. એક તો બેઠક નુ આયોજન એમના ઘરે રાખવા બદલ, અને બીજું ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટનુ પાંચ વર્ષનુ લવાજમ જે ૯૫ ડોલર થાય છે તે સ્વેચ્છા એ એમણે પોતે […]
Dec 12 2007
કવિ ઇન્દ્ર શાહ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક માં
2007નાં વર્ષની છેલ્લી બેઠક આ વખતે શ્રી કિરણ અને નીરા શાહને ત્યાં પહેલા શનીવારને પહેલી ડીસેમ્બરે બપોરે 3.00 વાગે યોજાઇ સમયસર શરુ થયેલી બેઠકમાં મહેમાન કવિ ઇન્દ્ર શાહ અને મીના શાહ સાથે ઓસ્ટીનથી શકુંતલા દેસાઇ, ડો.નીલીમા અને નીખીલ મહેતા પધાર્યા હતા. દરેક બેઠકની જેમ આ બેથક્માં પણ સંખ્યા 40 જેટલી હતી.નીરાબહેને સૌનું સ્વાગત કર્યુ. દીપક્ભાઇ […]