Mar 09 2008

માર્ચ ૨૦૦૮ ની બેઠકનો અહેવાલ- ફતેહઅલી ચતુર-પ્રશાંત મુન્શા

Published by at 9:44 pm under બેઠકનો અહેવાલ

માર્ચની પહેલી તારીખે યોજાયેલી ગુજરાતી સાહિત્યસરિતાની ૭૨ મી બેઠક નુ આયોજન શાંગ્રિલા આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં ત્રણ પ્રસંગોમાં બે લલિત કળાઓનો અદભુત સંગમ યોજાયો હતો. ભારતમાં જન્મેલા અને અમેરિકામાં વસેલા ચિત્રકારોના ચિત્રોનુ પ્રદર્શન ( કે જેમા આપણા ચિત્રકાર મિત્ર અને સભ્ય વિનોદ પટેલનાં પણ ચિત્રો રજુ થયા હતા) અને હ્યુસ્ટન ની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક અને કવિઓની કવિતાનો રસાસ્વદ સાથે શેર અન્તાક્ષરી ભાગ-૨ માં ૫૭ જેટલા જાણીતા અને માનવંતા ગઝલકારોનાં શેરોની રમઝટ.

રંગબેરંગી રંગોના સાનિધ્યમા પ્રશાન્તભાઈએ સભાની શરુઆત સહુ મહેમાનો ને આવકારી ને કરી, અને પ્રકાશભાઈ મજમુદારને પ્રાર્થના માટે આવકાર્યા. પ્રકાશભાઈએ કવિ નાનાલાલ ની પ્રાર્થના “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા” ભાવવાહી સ્વરે ગાઈને સભાનુ મંગળાચરણ કર્યું. સર્વ વક્તા અને શ્રોતાઓએ પણ સુર પુરાવ્યો.

ત્યારબાદ પ્રશાન્તભાઈએ દેવિકાબેનને આવકારી સભાનુ સંચાલન પદ ગ્રહણ કરવા વિનંતી કરી.

દેવિકાબેને કવિઓના નામ ની ચિઠ્ઠી બનાવી હતી અને જે પ્રમાણે નામ નીકળે એ પ્રમાણે કવિ પોતાની કૃતિ રજુ કરે એ પ્રથા રાખી હતી.બેઠક્નો વિષય હતો “નજર”

સૌ પ્રથમ હેમંતભાઈ ગજરાવાલા નો વારો આવ્યો. એમણે યુવાવસ્થાથી એમના જીવનમા મહત્વનો ભાગ ભજવનાર વ્યક્તિ ની નજર . “તારી નજરે યુવા મનને સપના દર્શાવ્યા થી માંડી ને ત્રીજા નેત્ર સુધીની વાત સરસ રીતે કાવ્યમા વણી લીધી. દેવિકાબેને સરસ પંક્તિઓ એ માટે રજુ કરી “મળી મળી ને પડી વિખુટી નજર તમારી મળી શકીના.” આગળ ધપતા દેવિકાબેને મનોજભાઈને કૃતિ રજુ કરવા આમંત્ર્યા. મનોજભાઈએ નજરને કર્તાનુ રુપ આપી લગતા વિશેષણોની વાત કરી.”નજર સારી, નજર ખરાબ, વગેરે ગઝલ રજુ કરી.

“નજર નજર મા ફરક પડે છે,
શોલા મળે ક બરફ મળે છે.”

દેવિકાબેને ગઝલને બિરદાવતા નજરના જુદાજુદા નજારાની વાત કરી. અને ડો વિવેક ટેલર ની કવિતા “ફાંસ”ની એક નજર “ભર બપોરે ભર મેળામા નજરુની વાગી ગઈ ફાંસ.” રજુ કરી ત્યારબાદ પ્રશાન્તભાઈનુ નામ નીકળતા એમણે આપણા બહુ જાણીતા કવિ કરસનદાસ માણેકનુ ખુબ જ જાણીતું કાવ્ય “તે દિન આંસુભીના રે હરિના લોચનિયા મે દીઠા” સંભળાવ્યુ સાથે દુનિયાની વિષમતા ની વાત કરી. આ પછી વિજયભાઈએ એમના ત્રીસ વર્ષના લગ્નજીવન પર લખાયેલું એમનુ કાવ્ય “પેલી સારસ બેલડી સરકે સંગસંગ” સુંદર રીતે રજુ કર્યુ. આ પછી ફતેહઅલીભાઈએ” જીંદગી” પર નાનકડું કાવ્ય

“જિંદગી એક કિતાબ હૈ, આકારમે દિલસી,
પવિત્ર ગીતા, કુરાન, બાઈબલ જૈસી”

રજુ કરી. પ્રકાશભાઈએ શુન્યપાલનપુરી ની ગઝલ “નજર મેળવીશું ને ખોવાઈ જાશુ” ભાવવાહી સ્વરે સહુને સંભળાવી. એનો પ્રત્યુત્તર આપતા દેવિકાબેને નજરુ મેળવવાની વાત પર ” નયનમાં જો કોઈની નજર ના હોત” ની વાત કરી મુરબ્બી ધીરુભાઈ શાહે ગાંધી નિર્વાણ દિન અને યુધ્ધના સૈનિકો પર પોતાની રચના રજુ કરી. સુમનભાઈ અજમેરીએ “પનિહારી” પર નુ ગીત રજુ કરી ગ્રામ્ય જીવનનુ દર્શન કરાવ્યુ અને “જવાની જ્વાળ થઈ જાશે” ગઝલ રજુ કરી. ત્યારબાદ આપણા સહુના જાણીતા વિશાલ મોણપરાએ “તને જોઈ જોઈ તો પણ તુ અજાણી” કાવ્ય ની પંક્તિઓ રજુ કરી.ચીમનભાઈએ

“કરે કથામા વાતો લોકો કારણો વગર
અને બગાડે સમય પોતાનો કારણો વગર”

સંભળાવી સહુને હાસ્ય તરબોળ કર્યા.

જ્યારે રસિક મેઘાણીએ નાના બે શેર અને એક ગઝલ ગાઈને રજુ કરી.

“પલક પલક પાંખડી ના ગુલાબ જેવા નયન તમારા,
છે કાળી કાળી લટોની સાથે વદન ની શોભા નયન તમારા.”

દેવિકાબેને શબ્દારંભે અક્ષર એક” નો નવતર પ્રયોગ રજુ કર્યો અને “ન” અક્ષર પરથી શબ્દ શરુ થાય એમ આખુ કાવ્ય રચ્યું.

“નીલમ નામે નાર નવેલી,
નાજુક નમણી નખશિખ નિરાળી”

નમણાશ થી રજુ કર્યુ. શૈલાબેને “દ્રષ્ટિ” કાવ્ય જે હળવાશ થી શરુ થઈને દ્રષ્ટિ ની ગહનતા પર સહુને લઈ ગયુ એ રજુ કર્યું. છેવટે અશોકભાઈ પટેલે નાના બે મુક્તક રજુ કર્યા.

આ રીતે દેવિકાબેને સભાના કાવ્યમય પ્રથમ દોરની સમયસર પુર્ણાહુતી કરી વિજયભાઈને શેર અન્તાક્ષરી ની બાગડોર સોંપી.આ અન્તાક્ષરીના એક પક્ષમાં દેવિકાબેન્ ધ્રુવ , શૈલાબેન્ મુન્શા રસિક્ભાઈ મેઘાણી અને ચિમનભાઈ પટેલ અને બીજા પક્ષમાં મનોજભાઈ મહેતા, અશોક્ભાઈ પટેલ્, સુરેશભાઈ બક્ષી તથા ગીતાબેન ભટ્ટૅ ભાગ લીધો હતો.

આપ સર્વેને જણાવતા અમને આનાંદ થાય છે કે આ કાર્યક્રમ VIDEO માં અહીં ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટ પર મુકાયો છે. જેનો જીવંત અનુભવ આપ સૌ માણી શકશો.

શ્રી વિનોદ પટેલ ના સુચનથી હાજર રહેલા તમામ કવિ મિત્રોએ ત્યાં દિવાલો પર મુકાયેલ ચિત્રો પર પોતાની બે થી ચાર પંકતિના શીઘ્ર મુક્તકો રજુ કર્યાં જેનો વિગતવાર અહેવાલ આપ અહીં માણો. આ વિષયે ગુજરાત ટાઈમ્સે લીધેલી નોંધ જુઓ

ફત્તેહ અલીભાઈએ સૌનો અભાર માનીને સભાની પુર્ણાહુતી કરી.

ફત્તેહ અલી-પ્રશાંત મુન્શા

ગુજરાતી ગઝલ અંતાક્ષરીનો વિડિયો અહીં ઊપલબ્ધ છે.

6 responses so far

6 Responses to “માર્ચ ૨૦૦૮ ની બેઠકનો અહેવાલ- ફતેહઅલી ચતુર-પ્રશાંત મુન્શા”

  1. rasikmeghanion 09 Mar 2008 at 11:55 pm

    મારા શેરની પ્રથમ પંકતિ આ પ્રમાણે છે.

    “પલક પલક પાંખડીના જેવી, ગુલાબ જેવા નયન તમારા” જેનું વજન આ પ્રમાણે છેઃ
    “લગા લગાગા લગા લગાગા લગા લગાગા લગા લગાગા” કોઈને આ વિષે જાણવં હોય તો મરો સંપર્ક સાંધી શકે છે
    -‘રસિક’ મેઘાણી

  2. Uttam Gajjaron 12 Mar 2008 at 2:59 pm

    વીદેશે વસી, માતૃભાષામાં આટલો સજીવ રસ લેનાર સૌ ભાષા–કલા પ્રેમીઓને ખુબ અભીનંદન.. પ્રવૃત્તી અને પ્રગતી જારી રાખજો..
    ..ઉત્તમ અને મધુ..સુરત.. uttamgajjar@hotmail.com

  3. DR. CHANDRAVADAN MISTRYon 12 Mar 2008 at 11:11 pm

    ALL OF YOU AT HOUSTON ARE DOING GREAT FOR GUJARATI SAHITYA..KEEP IT UP….

  4. DR. CHANDRAVADAN MISTRYon 12 Mar 2008 at 11:15 pm

    ……AND ALL OF YOU ARE INVITED TO VISIT MY WEBSITE AT>>>>>>>
    http://www.chandrapukar.wordpress.com ….PLEASE VISIT &POST YOUR COMMENTS

  5. Deepak Bhatton 13 Mar 2008 at 11:11 pm

    Very good Bethak report and please do not forget to watch video. GSS congratulations. Thanks.

  6. manoj mehtaon 18 Mar 2008 at 1:09 am

    મિત્રો,
    આ અહેવાલનું આલેખન ખરેખર સુંદર રીતે કરવામાં આવ્યું છે, તે જોઇ ને આન્ંદ થાય છે. એનું સમાપન પણ સુંદર થયું છે, તે બદલ સર્વેના યોગદાન ને બિરદાવું છું. – મનોજ મહેતા ( ‘મનુજ’ હ્યુસ્તોનવી )

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.