Nov
25
2022
https://www.akilanews.com/Nri_news/Detail/29-11-2022/22760 ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮નું આયોજન તા.૨૦ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ બપોરે ૨.૦૦ થી ૪.૦૦ દરમ્યાન લૉસ્ટ ક્રીક પાર્ક,સુગરલેન્ડ ટેક્સાસ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુંબઈથી આવેલા ગઝલકાર શ્રી સુરેશભાઈ ઝવેરી મુખ્ય મહેમાન હતા. સંસ્થાની પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત શ્રીમતી છાયાબહેને પ્રાર્થનાથી કરી. ત્યારબાદ પ્રમુખશ્રી ભારતીબહેને સહુ સભ્યોનુ સ્વાગત કર્યું. સાથે […]
Aug
27
2022
બેઠક નં. ૨૩૫નો અહેવાલ ઓગષ્ટ ૨૦૨૨ ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક નં. ૨૩૫ નો અહેવાલ તા. ૨૦મી ઓગસ્ટ ૨૦૨૨ સ્થળ : JVB Preksha Meditation Center 14102 Schillar Road, Houston TX 77082 મુખ્ય મહેમાન : શ્રી અશરફ ડબ્બાવાલા, શ્રીમતી મધુબેન ડબ્બાવાલા અને શ્રી જય વસાવડા વિષય – ઃ ચીઅર્સ જિંદગી IMG-20220806-WA0030.jpg 216 KB […]
Jun
22
2022
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૩ નો અહેવાલ જૂન ૧૨, ૨૦૨૨ના રોજ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૩નો એક સુંદર કાર્યક્રમ, ISSO સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો. આ વખતે મુખ્ય મહેમાન તરીકે ભારતથી પધારેલ કવિ, સંગીતકાર તથા ગાયક શ્રી હરીશભાઈ જોશી હતા. બપોરના ૧ વાગે સંસ્થાના હાલના પ્રમુખ શ્રીમતી ભારતીબહેને બધાનું સ્વાગત કર્યું. ઉપપ્રમુખ શ્રીમતી […]
Jun
09
2022
મે,૨૦૨૨: બેઠક ક્રમાંક ૨૩૨ નો અહેવાલ તારીખ ૨૨ મે ના રોજ ગુ.સા.સ.ની બેઠક ‘લોસ્ટ ક્રીક પાર્ક‘ સુગરલેન્ડ, ટેક્સાસ ખાતે યોજાઈ હતી. શરૂઆતમાં ચાનાસ્તા અને મિલન બાદ પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે સર્વેનું સ્વાગત કરીને જરૂરી સૂચનો આપીને સમૂહપ્રાર્થના સાથે બેઠકની શરૂઆત કરી હતી. સભાનુ સંચાલક પદ સંભાળતા ભારતીબહેને વારાફરતી દરેક સભ્યને પોતાની કૃતિ રજૂ કરવા આમંત્રિત કર્યાં હતા. માતૃદિન, આપણું પ્યારું ગુજરાત અથવા મે મહિનામાં જન્મ કે મૃત્યુ પામ્યા હોય તેવા કવિ કે લેખકની કૃતિ એ આ વખતની બેઠકનો વિષય હતો. સૌ પ્રથમ ફતેહઅલીભાઈએ માતૃદિન નિમિત્તે “મુઝે ભી એક રવિવાર ચાહિએ” ની રજૂઆત કરીને બધાને ખુશ કરી દીધાં. ભરતભાઈએ (પ્રેસિડેન્ટ ઓફ સીનિયર સિટીઝન્સ) ગુજરાતની ગૌરવશાળી ધરતી અને તેના વિવિધ સાહિત્યકારોની વાત કરીને સુંદર માહિતી આપતાં, ગુજરાતને હિન્દુસ્તાનના જમણા હાથની ઉપમા આપી હતી. દક્ષાબેન બક્ષીએ “વસંતના વૈભવ” વિશે સુંદર રીતે રજૂઆત કરી હતી. મોનિકા પટેલે માતૃદિન ઉપર આધારિત, લેખક પ્રવિણ ભૂતાના ૪–૫ વાક્યો રજૂ કર્યાં હતાં. પ્રકાશભાઈ મજમુદારે તેમના સૂરીલા અવાજમાં “ગુણવંતી ગુજરાત” ગીત સંભળાવી સર્વેને ખુશ કરી દીધા હતાં. મોનિકા પટેલે કોરસ ગીત આપ્યું હતું અને વિજયભાઈ શાહે તેમની આગવી છટામાં તબલાનું લયબદ્ધ સંગીત આપ્યું હતું. પ્રવીણાબહેન અને નીરાબહેન શાહના અવાજમાં ગવાયેલું બુઢાપાના સંદર્ભનું તેમજ “નયનોએ કૃષ્ણ નિરખ્યાં” ગીત પોતાના સેલફોન દ્વારા સંભળાવ્યું હતું. જનાર્દનભાઈ શાસ્ત્રીએ તેમની પોતાની રચના “ધરતી પરનું સ્વર્ગ મા તારા ચરણોમાં” રજૂ કરીને સૌને ભાવવિભોર કરી દીધા હતાં. ત્યારબાદ પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે “લોહીની સગાઈ” કૃતિનું પોતાની આગવી શૈલીમાં વર્ણન કર્યું કે જે અખિલ ભારતીય સ્પર્ધામાં સ્થાન પામેલી છે અને તેમણે આ કૃતિના લેખક ઈશ્વર પેટલીકરનો પરિચય આપ્યો હતો. તેમણે અમુક વાતો એવી કરી કે જેની આપણને કદાચ ખબર પણ નહોતી. સેક્રેટરી શ્રી પ્રફુલ્લભાઈ ગાંધીએ “કોમ્પ્યુટર પર મારે અને એને મળવાનું થયું” કવિતા સંભળાવીને થોડું હાસ્યનું મોજું વહેતું કર્યું. ભાવનાબહેન દેસાઈએ ભગવતીકુમાર શર્માની રચના “હરિવર ઊતરી આવ્યાં” પોતાના સુમધુર અવાજમા સંભળાવીને બધાંને ખુશ કરી દીધા. ચારુબહેન વ્યાસે માતૃદિન અંગે વાત કરી જેમાં એવો ભાવ છતો થતો હતો કે માતાપિતાએ પણ દીકરાને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. નૂરુદ્દીનભાઈ દરેડીયાએ માતૃદિન વિશે ટૂંકું પ્રવચન આપતાં જણાવ્યું કે માતાની દુઆ બાળક માટે સૌથી ચડિયાતી છે, બાળક માટે માતા જ સર્વસ્વ છે. હેમંતભાઈ ગજરાવાલાએ જયશિખરીના ખમીરની વાત કરી તેમજ કવિ સુંદરમની કવિતા “કોણ” સંભળાવી. સભાના અંતે પ્રમુખશ્રીએ આજના ભોજન અને ચાપાણી માટે શ્રી.દિનેશભાઇ અને હેમંતીબહેનનો આભાર માન્યો. […]
Apr
25
2022
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન બેઠક નં.૨૩૧ઃ અહેવાલઃ શૈલા મુન્શા તા. ૨૩ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકનું આયોજન ઝુમ પર કરવામાં આવ્યું હતું. કોરોનાનો ભય હળવો થતાં આ વર્ષની શરૂઆતથી બેઠકનું આયોજન હોલમાં જ કરવામાં આવતું હતું, પણ આ બેઠકમાં મુખ્ય મહેમાન કવિ શ્રી અનિલભાઈ ચાવડા શિકાગોથી જોડાવાના હોવાથી આ બેઠકનું આયોજન ઝુમ પર કરવામાં […]
Apr
02
2022
ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક ક્રમાંક ૨૩૦ નો અહેવાલ : શ્રી નિખિલ મહેતા (ટાઈપીંગ સહાયઃ પ્રકાશ મજમુદાર) તા. માર્ચ ૨૭, ૨૦૨૨ના રોજ, સુગર લેન્ડ, ટેક્સાસના લોસ્ટ ક્રીક પાર્કના હૉલમાં સાહિત્ય સરિતાની ૨૩૦મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે ૪૦ -૪૫ જેટલા સભ્યોની હાજરી રહી હતી. પ્રારંભમાં ચા–પાણી અને મિલન પછી બરાબર ૨ઃ૧૫ વાગ્યે પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે બધાનું સ્વાગત કરી સભાની શરૂઆત કરી. સૌ […]
Mar
08
2022
ગુ.સા.સની બેઠક ક્રમાંક ૨૨૯નો અહેવાલઃ જ્યોતિબહેન વ્યાસ તા. ૨૭મી ફેબ્રુઆરીના રોજ, હ્યુસ્ટનના Lost Creek Park પાર્કના હોલમાં સાહિત્ય સરિતાની ૨૨૯મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં મિલન અને અલ્પાહાર પછી બરાબર બે વાગ્યે પ્રમુખશ્રી ભારતીબહેન મજમુદારે બધાનું સ્વાગત કરી સભાની શરૂઆત કરી. સૌ પ્રથમ શ્રીમતી સુચેતાબહેન શાહે સરસ્વતીની પ્રાર્થના કરી. ત્યારબાદ, શ્રી નિખિલભાઈના પિતાશ્રી નટવરભાઈના […]
Jan
23
2022
ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૨૮મી બેઠકનો અહેવાલ. તારીખ – ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૨ સ્થળ – Lost Creek Park, Sugar Land, TX લગભગ બે વર્ષ સુધી ઘરમાં બેસીને Zoom પર બેઠકો કર્યા પછી ૨૨૮મી બેઠક ખુલ્લા પાર્કમાં કરવાનો નિર્ણય લીધો. કોવિડનો કોપ અને શનિવારે 40° ડિગ્રી ટેમ્પરેચરની આગાહી હોવા છતાં સભ્યોનો ઉત્સાહ અનેરો હતો. ફક્ત 60 સભ્યોની […]
Jan
09
2022
વર્ષની અંતિમ બેઠક ૨૬ મી ડીસેમ્બર ૨૦૨૧ અને રવિવારના રોજ મળી હતી. આમ આપણી વાર્ષિક સાધારણ સભા ઝુમ પર મળી હતી. પ્રમુખ શ્રીમતી ચારુબહેન વ્યાસે સૌને આવકાર આપ્યો હતો. શ્રી નિખીલભાઈ મહેતા એ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ પ્રમુખ શ્રીમતી ચારુબહેન વ્યાસે અહેવાલ રજૂ કયૉ હતો. તેમણે આખા વર્ષ દરમિયાન આયોજાયેલા કાર્યક્રમોનું વિહંગાવલોકન પ્રસ્તુત કર્યું. સાથે […]