Jan 31 2024

૨૫૧મી બેઠકઃ ડિસેમ્બરઃ ૨૦૨૩ની આખરી બેઠક

Published by at 9:00 pm under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૫૧મી બેઠક ડિસેમ્બર,૧૭ ને રવિવારના રોજ સુગરલેન્ડના લોસ્ટ ક્રીક પાર્કના હોલમાં રાખવામાં આવી હતી.
૨૦૨૩ના વર્ષની આ Annual  General Body Meeting એટલે કે, છેલ્લી બેઠક હતી.
આનંદની વાત છે કે, ઘણી મોટી સંખ્યામાં સભ્યો હાજર હતા.


સંસ્થાની પ્રણાલિકા મુજબ શરૂઆતમાં મીનાબહેને પ્રાર્થના કરી અને તે પછી પ્રમુખશ્રીએ સૌ સભ્યોનું સ્વાગત કર્યું.
ત્યારબાદ તેમણે ૧૨ મહિનાની પ્રવૃત્તિઓનો ટૂંકમાં સાર આપ્યો. ખજાનચી શ્રી પ્રફુલભાઈએ ૨૦૨૨ અને ૨૦૨૩ના વર્ષોનો  હિસાબ વિસ્તારથી રજૂ કર્યો અને તેની વધુ કોપીઓ તૈયાર કરી લાવ્યા હતા જેથી  સૌ સભ્યો જોઈ શકે.

ભારતીબહેને જણાવ્યું કે ૨૦૨૨ની શરૂઆત કરતા અંતમાં બેલેન્સ વધારે હતું અને ૨૦૨૩માં પણ શરૂઆત કરતાં અંતમાં બેલેન્સ વધારે હતું. એટલે કે, ગુજરાતી સાહિત્ય સરિતાનું ભંડોળ બહુ જ ઓછું વાપરીને દર મહિનાનો ખર્ચ લગભગ ડોનેશનમાંથી મળેલા પૈસામાંથી જ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ ભારતીબહેને  કમિટીના સૌ સભ્યોનો તથા બાકીના બધા સભ્યો અને સદા સહાયક ભાઈ-બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો. તેમણે એ પણ જણાવ્યું કે, ત્રણ વર્ષની એમની કારકિર્દી ( એક વર્ષ  ચારુબહેન વ્યાસ સાથે ઉપપ્રમુખ તરીકે અને બે વર્ષ પ્રમુખ તરીકેની ) દરમ્યાન સૌના સાથ અને સહકારને કારણે જ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી શક્યાં. વધુમાં તેમણે દેવિકા ધ્રુવનો પણ ખાસ આભાર માન્યો કે જેમણે હંમેશાં શુદ્ધ ગુજરાતી લખવામાં માર્ગદર્શન આપ્યું છે અને અહેવાલ મઠારવામાં મદદ કરી છે.


તેમણે જણાવ્યું કે સૌ સભ્યો તેમના હિસાબે સાહિત્ય-રસિકો છો, ભલે તમે ગીત ગઝલો કે લેખ લખતા ના હોય પણ તેમની હાજરી જ, તેઓ સાહિત્યમાં રસ ધરાવે છે એનું પ્રમાણ છે.એ પછી તેઓ પ્રમુખપદના હોદ્દા પરથી નિવૃત થઈ રહ્યાં હોવાને કારણે ૨૦૨૪ની નવી કમિટીની વાત કરી અને શ્રી નિખિલ મહેતાને  નવી કમિટીની ઓળખાણ કરાવવા જણાવ્યું.
નિખિલભાઈએ ૨૦૨૪ના જાન્યુઆરીથી અમલમાં આવી રહેલી નવી કમિટીની ઓળખાણ કરાવી અને એમના વિષે થોડી ઘણી માહિતી પણ આપી.

નવા વર્ષની કમિટી નીચે પ્રમાણે નક્કી થઈ.

નિખિલભાઈ મહેતા – પ્રમુખ
રિદ્ધિબેન દેસાઈ –  ઉપપ્રમુખ
નરેન્દ્રભાઈ વેદ     – સેક્રેટરી / ખજાનચી
હસમુખભાઈ દોશી – સલાહકાર

ભારતીબહેને નવી કમિટીનું સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા અને ૨૦૨૪ના નવા વર્ષ માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવી. વળી જણાવ્યું કે નિખિલભાઈ અને બધા કમિટીના સભ્યોની પસંદગી યોગ્ય થઈ છે. બધા ખૂબ અનુભવી છે એટલે ગુજરાતી સાહિત્ય સરિતાનું સુકાન યોગ્ય હાથમાં છે.
પછી સમૂહ-ફોટો અને ચા નાસ્તાને માન આપી સહુએ વિદાય લીધી.
આમ આખી બેઠક ખૂબ સુંદર રહી.

ભારતી મજમુદાર

 

 

2 responses so far

2 Responses to “૨૫૧મી બેઠકઃ ડિસેમ્બરઃ ૨૦૨૩ની આખરી બેઠક”

  1. devikadhruvaon 04 Feb 2024 at 12:42 pm

    ટૂંકો છતાં માહિતીસભર સરસ અહેવાલ.

    ભારતીબહેન, આ જ રીતે લખતાં રહો. વધુમાં વધુ સભ્યો આપણી આ સાઈટનો ઉપયોગ કરી લેખનકલાને વિકસાવતા રહે એ જ શુભેચ્છા.

    તમે ત્રણ વર્ષ સસ્મિતવદને સાહિત્યની સારી સેવા કરી જે નોંધનીય છે અને રહેશે.

  2. ભારતી મજમુદારon 12 Feb 2024 at 8:39 pm

    આભાર દેવિકાબેન. તમારા માર્ગદર્શન અને સર્વ સભ્યોના સાથ સહકાર વગર એ શક્ય ન હતું.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.