Jun 30 2018

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૮૬નો અહેવાલ

Published by at 11:25 am under બેઠકનો અહેવાલ

હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ની બેઠકનો અહેવાલનવીન બેંકર

 ૨૩ જૂન ૨૦૧૮ ને શનિવારે બપોરે ૧ થી ૪ દરમ્યાનસુગરલેન્ડના કોમ્યુનિટી સેન્ટરમાંહ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૮૬ મી બેઠક યોજાઈ ગઈ.

 સરિતાના પ્રમુખ શ્રી. સતીશ પરીખે સભ્યોનું સ્વાગત કરતું આવકાર પ્રવચન કર્યું હતું. નયનાબેન શાહે  સરસ્વતીની પ્રાર્થના કર્યા બાદસંસ્થાના ખજાનચી શ્રી. મનસુખ વાઘેલાએમુંબઈથી પધારેલા લેખક શ્રી. ચંદ્રકાંતભાઈ સંઘવીનો પરિચય આપ્યો હતો અને તેમને માઈક સોંપી દીધું હતું. લગભગ પંદરેક મીનીટ સુધી શ્રી. સંઘવીએ પોતાના નવા પુસ્તક ઉભો દોરોઃ આડી સોયમાંથી કેટલાક હાસ્યલેખો વાંચી સંભળાવ્યા હતા.

ત્યારબાદ લોકલ સર્જકોએ પોતાની રચનાઓ સંભળાવી હતી. શ્રી. જનાર્દન શાસ્ત્રીએ સ્વરચિત કાવ્ય અભણ મા’ વાંચ્યું હતું. શૈલાબેન મુન્શાએ મિકા’ નામના પોતાની શાળાના દિવ્યાંગ બાળક અંગેના સંસ્મરણો કહી સંભળાવ્યા હતા. પ્રવિણાબેન કડકિયાડોક્ટર ઇન્દુબેન શાહે પોતાના પિતા અંગેના સંસ્મરણો રજુ કરીને શ્રોતાઓને ભાવવિભોર બનાવી મૂક્યાં તાં.. ઇન્દુબેનેસંસ્થાના જૈફ સભ્ય  અને હાસ્યલેખક ચીમન પટેલનું એક કાવ્ય વાંચી સંભળાવ્યું હતુ. આ કાવ્ય શ્રી. પટેલેસંસ્થાના એક સભ્ય શ્રીમતિ રક્ષાબેન વિઠ્ઠલભાઈ પટેલના અમૃતમહોત્સવ પ્રસંગે ૧૬મી જુને રજુ કરેલ હતું. શ્રી. મનસુખ વાઘેલાએગેરહાજર રહેલા સભ્ય શ્રી. વિજય શાહની તેમના પિતાના સંસ્મરણો અંગેની એક રચના વાંચી સંભળાવી હતી. પ્રશાંત મુન્શાએ અન્ય કવિની રચના વાંચી સંભળાવી હતી.

 શ્રી. પ્રદીપ બ્રહ્મભટ્ટ નામના એક સર્જકેસંસ્થાના પ્રેસિડેન્ટ અને ટ્રેઝરરની પ્રશસ્તિ કરતા બે કાવ્યો રજુ કરીનેફ્રેમમાં મઢાવીનેતેમને મીટીંગમાં અર્પણ કર્યા હતા.

દેવિકાબેન ધ્રુવે જીન્દગીની સફર અંગેનું સ્વરચિત કાવ્ય રજુ કર્યું હતુંતીશ પરીખે પણ એક કૃતિ રજુ કરી હતી.

કાર્યક્રમના બીજા દૌરમાં એક નાનકડી હાસ્યએકાંકી સ્કીટનું વાંચન કરવામાં આવ્યું હતું. આપણા સ્વ. હાસ્યલેખક શ્રી. વિનોદ ભટ્ટના અવસાન પછી તેમને શોકાંજલિ આપતો એક લેખ શ્રી. રમેશ તન્નાએ પોઝીટીવ મીડીયા પર લખેલો તેના પરથી દેવિકાબેન અને રાહુલ ધ્રુવે નાટ્યરૂપાંતર કર્યું હતું. પાત્રવરણી આ પ્રમાણે કરવામાં આવી હતી. વિનોદ ભટ્ટ તરીકે ડોક્ટર રમેશ શાહ. યમરાજાની પત્ની યમીના પાત્રમાં શ્રીમતિ શૈલા મુન્શાચિત્રગુપ્તની પત્ની ચિત્રા તરીકે ડોક્ટર ઇન્દુબેન શાહતારક મહેતા તરીકે શ્રી. પ્રશાંત મુન્શાઅને જ્યોતિન્દ્ર દવે તથા બકુલ ત્રિપાઠીની બેવડી ભુમિકામાં શ્રી. નવીન બેન્કર હતા. એકાંકીના સૂત્રધાર તરીકે દેવિકાબેન ધ્રુવે નાટકના ત્રણે દ્રશ્યોની પાર્શ્વભૂમિકા સમજાવી હતી. 

 

શ્રી. વિનોદ ભટ્ટને લેવાતેમના ધર્મયુગ કોલોનીના નિવાસસ્થાનેયમરાજાની પત્ની યમીપાડી પર બેસીને આવે છે અને તેમને લઈને સ્વર્ગલોકમાં જાય છેત્યાં વિનોદભાઈને અન્ય હાસ્યલેખકો જ્યોતિન્દ્ર દવેબકુલ ત્રિપાઠી તથા તારક મહેતા મળે છેતેમની સાથે રમુજી વાર્તાલાપ થાય છે તથા અંતમાંવિનોદભાઈની બન્ને પત્નીઓ- કૈલાસબેન અને નલિનીબેન- પણ મળે છે એવી વાતને વણી લેતી આ કૃતિમાંઅન્ય ગુજરાતી હાસ્યલેખકો મધુસુદન પારેખઅશોક દવેશાહબુદ્દીન રાઠોડજગદીશ ત્રિવેદીરતિલાલ બોરીસાગર તથા હરનીશ જાનીને ય યાદ કરી લેવામાં આવેલા. સાવરકુંડલાની હોસ્પિટલ અને બાબા રામદેવના શવાસન અને કપાલભાતીના ઉલ્લેખોએ શ્રોતાઓને ખુબ હસાવ્યા હતા. ગુણવંત શાહદિવ્યભાસ્કર મોદીસાહેબ અને મનમોહનસિંહના રેફરન્સ ટાંકીને રુપાંતરકારે કમાલ કરી છે.  સાહિત્ય એકેડમી અને સાહિત્ય પરિષદના ઉલ્લેખોએ પણ સારૂં એવું મનોરંજન પુરૂ પાડ્યું હતું. વોટ્સઅપ અને ફેઇસબુકના ઉલ્લેખો અને સ્વર્ગનું ચિત્રણ-સુંદર અપ્સરાઓઅને વૃક્ષ નીચે બેઠેલા જ્યોતિન્દ્ર દવે તથા બકુલ ત્રિપાઠી તેમ જઝાડની ડાળી પર લગાડેલા હિંચકા પર ઝુલી રહેલા તારક મહેતાનું ચિત્ર શ્રોતાઓ સમક્ષ આબેહુબ ચિત્રિત કરીને રૂપાંતરકારોએ પ્રશંસાની ખંડણી મેળવી લીધી હતી.

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની આ લેખિકા દેવિકા ધ્રુવે પોતાના કાવ્યસંગ્રહો, સંકલન અને બ્લોગ પરની પત્રશ્રેણી‘ પર હાથ અજમાવ્યા બાદ હવે નાટ્યલેખન અને નાટ્યરૂપાંતર દ્વારા સાહિત્યક્ષેત્રે હરણફાળ ભરી છે.

ત્રણ કલાકની આ બેઠકના અંતે સૌ સભ્યો અને શ્રોતાઓ ચાહ-બિસ્કીટનો નાસ્તો લઈનેશ્રી. જયંત પટેલ દ્વારા લેવાયેલ ગ્રુપ ફોટા બાદ વિખરાયા હતા.

 આજની બેઠકમાં, ઘણા સમય પછી ફરી પાછો એક નવીન પ્રયોગ થયો જેને સૌએ વધાવી લીધો.

 અહેવાલ- શ્રી નવીન બેંકર

ફોટો સૌજન્ય- શ્રી. જયંત પટેલ         

One response so far

One Response to “ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક #૧૮૬નો અહેવાલ”

  1. શૈલા મુન્શાon 01 Jul 2018 at 10:09 am

    માપસરનો અને બધું આવરી લેતો રિપોર્ટ લખવામાં નવિનભાઈની હથોટી છે.

Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help