Dec 22 2016

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૯મી બેઠકનો અહેવાલ- -નવીન બેન્કર-

Published by at 3:38 pm under બેઠકનો અહેવાલ

p1100226

 હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ષ ૨૦૧૬ની આખરી બેઠક (નં.૧૬૯) ,
૧૮ ડીસેમ્બર ને રવિવારની બપોરે
, Community Center,  Eldridge Park, Sugarland ના સભાગૃહમાં યોજવામાં આવી હતી.

આ વખતે, પ્રથમ બે કલાક સાહિત્યસર્જન અંગે અને પછીના બે કલાક જનરલ બોડી મીટીંગ માટે ફાળવવામાં આવેલ હતા.

બરાબર બપોરના એક વાગ્યે, છોલે-પુરી, પુલાવ અને મોહનથાળ જેવી સ્વાદિષ્ટ વાનગીઓનું ભોજન લીધા બાદ, સંસ્થાના પ્રમુખ શ્રીમતિ ડોક્ટર ઈન્દુબેન શાહે હાજર રહેલા સૌ સભ્યોનું આવકાર પ્રવચન કર્યું અને ભાવનાબેન દેસાઈએ સરસ્વતી વંદનાથી શરૂઆત કરી.

સંસ્થાના એક બુઝુર્ગ સભ્ય અને કવિશ્રી. ગિરીશભાઇ દેસાઇનું , ૮૬ વર્ષની વયે દુઃખદ અવસાન થયા અંગે સૌ સભ્યોએ પ્રથમ બે મિનિટનું મૌન  પાળ્યું હતું.

ત્યારપછી ગુ.સા.સ.ના નવા, આકર્ષક અને સાહિત્યસભર બેનર હેઠળ સભાનો પ્રારંભ થયો.

p1100132

ચીમનભાઈ પટેલે, ‘એવી ખબર થોડી જ હોયએ શિર્ષક હેઠળ એક હઝલ સંભળાવી. ભાવનાબેન દેસાઈએ,  પોતે જ સ્વરાંકન કરેલ, સંસ્થાના જ એક સભ્ય કવયિત્રી દેવિકા ધ્રુવની કવિતા પૂરવનો જાદૂગર”  મધુર કંઠે ગાઈ સંભળાવી.

દેવિકા ધ્રુવે, મોનોઈમેજ કાવ્યપ્રકારનાં ઉદભવ, તેના ક્રમિક ઈતિહાસ અને આ કાવ્યપ્રકાર અંગે ટૂંકમાં ખૂબ સરસ વાતો કરી. સાથે સાથે, શ્રી મધુ કોઠારી અને પ્રીતમ લખલાણીના મોનોઈમેજ કાવ્યો ઉદાહરણ તરીકે રજૂ કર્યા.વિજયભાઇ શાહે એક સ્વરચિત ટૂંકી વાર્તા વાંચી સંભળાવી અને સ્વ. ગિરીશ દેસાઈ સાથેના પોતાના સંસ્મરણો કહ્યા.મુકુંદભાઈ ગાંધીએ પ્રેમઅંગેની કેટલીક હાસ્યપ્રેરક વ્યાખ્યાઓ અને ટૂચકા રજૂ કરીને શ્રોતાઓને હસાવ્યા.  

પ્રેમ એટલે આવીજાથી આઘી જાસુધીની સફર.
પ્રેમ એટલે  ‘તારા જેવી કોઇ  નથી’  થી તારા જેવી સેંકડો જોઇ છેસુધીની સફર.
પ્રેમ એટલે માની જાથી લઈને  ‘તેલ પીવા જાસુધીની સફર.
પ્રેમ એટલે આમ આવોથી આઘા જાવસુધીની સફરઅનેએવું તો કંઇક…..

 ‘ગુજરાત ગૌરવના  તંત્રી શ્રી.નુરૂદ્દીન દરેડિયાએ , શકુર સરવૈયા લિખિત એક કાવ્ય રજૂ કર્યું હતું. શૈલા મુન્શાએ, ‘વીતેલી ક્ષણોજીવનસંધ્યા..કોરી કિતાબ.. ઝૂરાપો.. વગેરે વિષયક હાઈકુ વાંચી સંભળાવ્યા. શ્રી. સુરેશ બક્ષીએ રાબેતા મુજબ કેટલાંક મુકતકોની લ્હાણ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા તો ફતેહ અલી ચતુરે, પ્રેમ અને ઈર્ષ્યા વિશેની  શૂન્ય પાલનપુરીની એક ગઝલ રજૂ કરી હતી. શ્રી. કિરીટ ભક્તાએ પણ પોતાની એક કૃતિ રજૂ કરી હતી. શ્રી. પ્રશાંત મુન્શાએ, સ્વ, ગિરીશ દેસાઇના કાવ્યસંગ્રહ મારી મનોગંગામાંથી  એક રચના સંભળાવી હતી.

ભારતીબેન મજમુદારે  બે અવસાન ના સમાચાર અને બે પૌત્રીના જન્મ અંગેના સમાચાર આપ્યા હતા. હ્યુસ્ટનના મૂકેશ ગણાતા શ્રી. પ્રકાશ મજમુદારે મૂકેશનું એક સદાબહાર ગુજરાતી ગીત આપણ સૌએ, હરતાં ફરતાં પિંજરા, ઉપર બનાવ્યો મોર રૂડો ને એમાં ભર્યા નર્યા ચીંથરા રે….’ રજૂ કરીને શ્રોતાઓની વાહ વાહ મેળવી હતી. શ્રી. મનસુખ વાઘેલાએ  વોટ્સ અપ પર આવેલ એક હિન્દી વાતનું ગુજરાતી ભાષાંતર વાંચી સંભળાવ્યું હતું. તો પ્રમુખ શ્રીમતિ ઇન્દુબેન શાહે  ચિત્ર પરથી રચેલ એક ફોટોકુ રજૂ કર્યું હતું. સંસ્થાના સેક્રેટરી કમ ખજાનચી એવા શ્રી. સતિશ પરીખે જીવન નીકળતું જાય છેજેવા શબ્દો વાળું એક કાવ્ય વાંચ્યું હતું. અને સ્વ. ગિરીશ દેસાઈ સાથેના પોતાના સંસ્મરણો કહ્યા હતા.

શ્રી. મુકુંદ ગાંધીએ, કલાકુંજ સંસ્થાના ઉપક્રમે અગિયારમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર એક, નૃત્ય અને સંગીતના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.

કાર્યક્રમના બીજા દૌરમાં, ‘જનરલ બોડી મીટીંગ અને ૨૦૧૭ના વર્ષ માટેની કમિટી નીમવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું. સેક્રેટરી અને હિસાબનીશ એવા સતિશ પરીખે ૨૦૧૬ના વર્ષના નાણાંકિય હિસાબોના લેખાજોખા સમજાવ્યા.  પ્રમુખ શ્રીમતિ ઈન્દુબેન શાહે ૨૦૧૬ ના વર્ષ દરમ્યાન પોતાની કમિટી દ્વારા સંપન્ન થયેલા કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. ૨૦૧૬ ના વર્ષ દરમ્યાન હ્યુસ્ટન સાહિત્ય સરિતામાં ખ્યાતનામ સર્જકો નીલમ દોશી, પન્ના નાયક, ભાગ્યેશ ઝા, બળવંત જાની તથા અનિલ ચાવડા પધાર્યા હતા તે સમગ્ર બાબતોને આવરી લેતો વાર્ષિક અહેવાલ  સૌની જાણકારી માટે સરસ રીતે રજૂ કર્યો હતો.

સતિશભાઈએ વર્ષ દરમ્યાન વિવિધક્ષેત્રે સાથ આપનાર સૌ સભ્યો અને ખાસ તો આજની બેઠકમાં સહાયભૂત થનાર સૌ મિત્રોનો આભાર માન્યો હતો.
કાર્યક્રમના અંતમાં, સર્વાનુમતે ૨૦૧૭ ના વર્ષ માટે નીચે પ્રમાણે કમિટીની રચના કરવામાં આવી.

p1100224

(૧)  શ્રી. સતિશ પરીખપ્રમુખ

(૨) શ્રી. નિતીન વ્યાસ, ઉપપ્રમુખ

(૩)  શ્રી. મનસુખ વાઘેલા, ખજાનચી/હિસાબનીશ

(૪)  શ્રી. અશોક પટેલ, સલાહકાર.

એકંદરે હ્યુસ્ટન માટે અસાધારણ ઠંડીના આ દિવસે પણ ઘણાં સાહિત્યરસિકોએ હાજરી આપી બેઠકને સુંદર રીતે માણી હતી.સામૂહિક ફોટો લીધા બાદ સૌ વિખરાયા હતા.

અસ્તુ.
નવીન બેંકર

 

 

One response so far

One Response to “હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૯મી બેઠકનો અહેવાલ- -નવીન બેન્કર-”

  1. Pradip Brahmbhatton 26 Dec 2016 at 1:01 am

    Shri Navinbhai with all GSS Members,
    Right now I am In Anand from November to February so I can not attend
    the GSS meeting.Due to the Yahoo is blocked in India so I can not open my email too.
    I will meet you all GSS Members in March.
    Thank You with Jay Jalaram

    From Pradip Brahmbhatt
    .December26,2016 Anand.

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.