Sep 12 2018

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક#૧૮૮ અહેવાલ

Published by at 2:56 pm under બેઠકનો અહેવાલ

સાહિત્ય સરિતાની ૧૮૮ મી બેઠકનો અહેવાલ       નવીન બેંકર 

૨૫ ઓગસ્ટ ૨૦૧૮ને શનિવારે બપોરે ૨ થી ૫ દરમ્યાન, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, ૧૮૮ મી બેઠક,  સુગરલેન્ડના કોમ્યુનિટી હોલ-ઇમ્પિરીયલ રીક્રીએશન સેન્ટર ખાતે યોજાઈ ગઈ.સવારે સિનિયર સિટીઝન્સની મીટીંગ અને રાત્રે જન્માષ્ટમીના ગ્રાન્ડ પ્રોગ્રામને કારણે, સાહિત્ય રસિકોની હાજરી પાંખી રહી હતી. લગભગ ૨૫ સભ્યો જ હાજર રહ્યા હતા.

 શરૂઆતમાં શ્રીમતિ તનમનબેન પંડ્યાએ ભજનથી શરૂઆત કરી હતી.

  હાસ્યલેખક શ્રી. હરનિશ જાનીના અવસાન અંગે સભ્યોએ બે મીનીટનું મૌન પાળ્યું હતું અને વિવિધ વક્તાઓએ સદગતને શ્રધ્ધાંજલિઓ આપી હતી.સંસ્થાના પીઢ સભ્ય શ્રી. મુકુંદભાઈ ગાંધીએ, હરનિશભાઇના પુસ્તકો ‘સુશીલા’ અને ‘સુધન’ માંથી કેટલાક અવતરણો વાંચી સંભળાવ્યા હતા. ગઝલકાર શ્રી. સુરેશ બક્ષી સાહેબે હરનિશભાઇના છેલ્લા પુસ્તક ‘તિરછી નજરે અમેરિકા’ માંથી થોડાક અવતરણો વાંચી સંભળાવ્યા હતા. ઘણાં બધાં વક્તાઓએ શ્રી. જાનીસાહેબ સાથેના સંસ્મરણો  વાગોળ્યા હતા. સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. સતિશભાઈ પરીખે હરનીશભાઇ અને તેમના પત્ની હંસાબેન હ્યુસ્ટન આવેલા ત્યારે, તેમની સાથે ‘નાસા’ની મુલાકાત લીધી હતી અને પોતાના નિવાસસ્થાને બટાકાપૌંઆની લિજ્જત માણી હતી એની યાદો ભાવવિભોર બનીને કહી સંભળાવી હતી. કવયિત્રી દેવિકાબેન ધ્રુવે, હરનિશભાઇ સાથેની પોતાની ફ્લોરીડા ખાતેની મુલાકાતની યાદો તાજી કરી હતી. પ્રવિણાબેન કડકિઆ, દિપકભાઈ ભટ્ટ, ગિરીશભાઇ પંડ્યા,મનસુખ વાઘેલા વગેરે એ પણ હરનિશભાઇ અંગે વાતો કરી હતી. અને તેમને શ્રધ્ધાંજલિ આપી હતી. સંસ્થાના પ્રમુખે હરનિશભાઇના ફ્યુનરલ પ્રસંગે સંસ્થા તરફથી ફુલો મોકલાવ્યા હતા એની જાહેરાત કરી હતી.

 કાર્યક્રમના બીજા દૌરમાં, પંદરમી સપ્ટેમ્બરે હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે ભારતના બે મહાન કવિઓ-શ્રી. અનિલ ચાવડા અને શ્રી. મુકેશ જોશી- નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેની પ્રોત્સાહક જનક માહિતી  દેવિકાબેન ધ્રુવે આપી.

 સુરેશ બક્ષી અને ચંદ્રકાંત સંઘવીએ પોતાની કૃતિઓ રજુ કરી હતી.

 શ્રી. દિપકભાઇ ભટ્ટે, ૩૦ સપ્ટેમ્બરે યોજાનાર મહાત્મા ગાંધી લાયબ્રેરીના કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

 કાર્યક્રમના અંતમાં શ્રી. મનસુખભાઇ વાઘેલાએ આભારવિધિ કરી હતી, શ્રી. નિતીન વ્યાસે ગ્રુપફોટો પાડ્યો હતો અને ચાહ-બિસ્કીટના નાસ્તા સાથે બધા છુટા પડ્યા હતા.

નવિન બેંકર

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.