Dec 10 2017

મીટીંગનો અહેવાલ

Published by at 8:50 pm under બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૯મી બેઠકનો અહેવાલ

 

શ્રી. નવીન બેન્કર-

 

૧૮મી નવેમ્બરે બપોરે ૨ થી ૫ દરમ્યાન. સુગરલેન્ડના માલ્ટેજ રોડ પરના કોમ્યુનિટી સેન્ટર ખાતે, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૯મી બેઠક યોજવામાં આવી હતી.

 

સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. સતિષ પરીખે, ચાલુ માસમાં, બે સભ્યો-શ્રી.અશોક પટેલ અને શ્રીમતિ નીતાબેન મહેતાના દુઃખદ અવસાન અંગે માહિતી આપી અને તેમને અંજલિ આપતા બે શબ્દો કહ્યા. શરૂઆતના પ્રથમ દૌરમાં,અન્ય સભ્યોએ સદગતને અંજલિ આપી હતી. શ્રી. વિનોદ પટેલે , હસમુખભાઇ દોશીએ તથા શ્રી. હેમંત ગજરાવાળાએ, સ્વ. અશોકભાઇ સાથેના સંસ્મરણો વાગોળ્યા. તો જ્યોતિબેન વ્યાસે સ્વ. નીતાબેન સાથેના સંસ્મરણો ભાવુકતાપુર્વક યાદ કર્યા. પ્રવિણાબેન કડકિયાએ પણ બન્ને ને અંજલિ આપી હતી. નીતાબેનના નાના ભાઈ શ્રી. ગિરીશ પંડ્યાએ પણ તેમના સદગત બહેન અંગે બે શબ્દો કહ્યા હતા.  બન્ને દિવંગત ના સુપુત્રોએ તેમના સદગત વડીલો માટે અંજલિ આપનારા અને બે શબ્દો કહેનારા તથા ઉપસ્થિત રહેનારા સભ્યોનો આભાર માન્યો હતો.

 

કાર્યક્રમના બીજા દૌરમાં, સંસ્થાના કેટલાક આગેવાન સર્જકો- શ્રી. ચીમનભાઇ પટેલ, શ્રી. પ્રદીપ બ્રહ્મભટ્ટ,  વગેરે એ પોતાની કૃતિઓ રજુ કરી હતી. હસમુખરાય પટેલે દીવાળી અને દેવદેવાળીનું મહાત્મ્ય કહ્યું હતુ, શ્રી. સતિષ પરીખે દીનેશ પાંચાલનું કાવ્ય ‘કાયમ દિવાળી’ વાંચ્યું હતું. પીઢ લેખક ધીરૂભાઇ શાહે મોહન અને મોહનદાસ ગાંધી વિશે વક્તવ્ય આપ્યું હતું.

 

કાર્યક્રમના ત્રીજા દૌરમાં,મહાત્મા ગાંધી છવાઇ ગયા હતા . ડોક્ટર કમલેશ લુલા, શ્રી અતુલ કોઠારી અને શ્રી. નિખીલ મહેતાએ આ દૌરમાં મહાત્મા ગાંધીજીની દાંડીકુચ, અસહકાર આંદોલન, મીઠાનો સત્યાગ્રહ , મહાત્મા ગાંધી મ્યુઝીયમ, ગાંધીજી પર અસર કરનારા ચાર ગુરૂઓ અને ગાંધીએ જેમના પર અસર કરી હતી એવા વિશ્વના મહાન પુરૂષોની વાતો રજુ કરી હતી.

 

જરા વધુ વિગતવાર વાત કરીએ તો-

 

ડોક્ટર કમલેશ લુલાએ અતુલભાઈ કોઠારીએ ગુજરાતીમાં ડબ કરેલી દાંડીકુચ ડીવીડી નું વિમોચન કર્યું હતું.અને શ્રી. મૈથિલીશરણ ગુપ્તાનું એક કાવ્ય રજુ કર્યું હતું. શ્રી. બરકત ચારણિયાએ ડીવીડી અંગે આછી રૂપરેખા આપી હતી. પીબીએસ દ્વારા બનાવાયેલી, દાંડીકુચ અંગેની એક ડીવીડીના અંશો સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

 

 હ્યુસ્ટનના ગાંધી તરીકે ઓળખાતા શ્રી. અતુલ કોઠારી નામના સજ્જને, મહાત્મા ગાંધીના સ્પીરીચ્યુઆલિટી, રાજકારણ, અસહકાર અને અહિંસાની ચળવળમાં આપેલ ફાળા અંગે વિદ્વત્તાપુર્ણ વક્તવ્ય રજૂ કર્યું હતુ. હ્યુસ્ટનમાં બંધાઇ રહેલા મહાત્મા ગાંધી મ્યુઝીયમ અને તેમાં રહેલા મલ્ટી મીડીયા લાયબ્રેરી અંગે વિગતવાર માહિતી આપી હતી.

 

શ્રી. નિખીલ મહેતાએ બ્રિટીશ રાજમાં ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ અને દાંડીકુચ અંગે રસપ્રદ માહિતી આપી. ગાંધીજી પર અસર કરનારી ચાર મહાન વિભૂતિઓ- ભગવાન શ્રી. કૃષ્ણ, શ્રીમદ રાજચંદ્રજી, ગોપાલકૃષ્ણ ગોખલે, અને લીઓ ટોલ્સ્ટોય-અંગે વાતો કરી. ગાંધીજીની અહિંસાથી પ્રભાવિત થયેલા , દુનિયાના માંધાતાઓ- માર્ટીનલ્યુથર કીંગ, નેલ્સન માંડેલા જોહન એફ. કેનેડી-ને પણ યાદ કરી લીધા.

 

 નખશીખ સજ્જન અને કૃષ્ણ અને ગાંધીના અનુયાયી એવા વિદ્વાન શ્રી. નિખીલ મહેતાએ ઉમાશંકર જોશીનું જાણીતું ગુજરાતી કાવ્ય ‘મારૂં જીવન તે મારી વાણી’ તેમના મધુર અને ભાવવાહી સ્વરે ગાઈને શ્રોતાઓને ભાવવિભોર કરી મુક્યા હતા.

 

અંતમાં, રાબેતા મુજબ, આભારવિધિ અલ્પાહાર અને ગ્રુપફોટોસેશન બાદ સૌ વિખરાયા હતા.

 

અહેવાલ લેખન- શ્રી. નવીન બેન્કર.

 

અહેવાલ લેખક મીટીંગની શરૂઆતની ત્રીસ મીનીટ જ હાજર હતા એટલે તેમને આપવામાં આવેલી માહિતીને આધારે જ. આ અહેવાલ લખાયો હોવાથી તેમાં હકિકતદોષો રહી જવાની શક્યતાઓ છે જ. તો દરગુજર કરશો.

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.