Mar 03 2012

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક ૧૧૯– શૈલા મુન્શા

Published by at 7:52 pm under બેઠકનો અહેવાલ

 

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક ૧૧૯શૈલા મુન્શા

તસ્વીરો –જયંત પટેલ

                       

ગુજરાતી સાહિત્ય સરિતા ૧૧૯મી બેઠક ના યજમાન હતા મુરબ્બી શ્રી ધીરુભાઈ અને એમનુ કુટુંબ. તા ૨૫ ફેબ્રુઆરી બપોર ના બેઠકનો આરંભ દીનેશભાઈ મહેમાનગતિ થી થયો. ગરમ સમોસા ભજિયા ને ચા ને ન્યાય આપી સભાની શરૂઆત થઈ. આ વખતના કો-ઓર્ડીનેટર સતીશભાઈએ સભાનો આરંભ કર્યો. સહુનુ સ્વાગત કરતાં ટુંકમા કાર્યક્રમની માહિતી આપી સુકાન શ્રીમતી શૈલાબેન મુન્શા ના હાથમા સોંપ્યુ જે સભાના સંચાલક હતા.

નીખીલ મહેતાની બુલંદ સ્વરની પ્રાર્થના

સભાની શરૂઆત નીખીલભાઈ એ એમના ભાવવાહી અવાજે સુંદર પ્રાર્થના ગાઈને કરી. ત્યારબાદ સરિતા ના કાર્યનિષ્ઠ સભ્ય શ્રી કાંતિભાઈ જેમનુ ટુંક સમય પહેલા અવસાન થયું હતું એમને શ્રધ્ધાજંલિ અર્પવા બે મીનિટ નુ મૌન પાળવા મા આવ્યું.

સભા સંચાલક સુ.શ્રી શૈલાબેન મુન્શા, ગુ. સા, સ, સંચાલક શ્રીસતીશ પરીખ અને સહ સંચાલક શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ

પોતાની રચના રજુ કરવા સંચાલકે સહુ પ્રથમ દેવિકાબેન ને આમંત્ર્યા.

દેવિકાબેન ધ્રુવ 

વસંત ના વધામણા પર “ક્યારેક તો બસ એમ થાય વાસંતી વાયરામા” એ કાવ્ય દેવિકાબેન ધ્રુવે રજુ કર્યું.

સાહિત્ય સરિતા મા એક નવા કવિ નુ આગમન થયું. ગૌરાંગભાઇ નાયક જેઓ  કાર્યથી ઇજનેર છે પણ માતૃભાષા પ્રત્યે અજબ પ્રેમ છે  જુવાન પેઢી ની ભાષા પ્રત્યેની લાગણી અને અંગ્રેજી માધ્યમ મા ભણતર છતાં ગુજરાતી મા કાવ્ય રચના એ બતાવે છે કે ભાષા ક્યારેય મરતી નથી. ગૌરાંગભાઈ એ “નવો પ્રેમ” અને “ઘસાતું બાળપણ” બે રચના રજુ કરી, જેમા ઘસાતું બચપણ જે પહેલાના જમાના મા નાનકડી કન્યા પરણી ને સાસરે જાય અને એની મનોવેદના નુ વર્ણન એવું સુંદર હતું કે સમગ્ર શ્રોતાજન ની આંખોમા ભીનાશ દેખાઈ આવી.

 પ્રકાશ મજમુદાર

પ્રકાશભાઈ મજુમદારે રમેશ ગુપ્તાની રચના “માહતાબ સમો મધુરો” જે મુકેશ ના સ્વરમા ગવાયેલી છે તે એમના મધુર સ્વરમા રજુ કરી

.

શ્રી ધીરુભાઈ શાહે વસંત ઋતુ વિશે માહિતી આપી. “બધી ઋતુમા વસંત શ્રેષ્ઠ છે.” હ્યુસ્ટન ના ચાર કવિ ની કવિતાઓ   ગુજરાત દર્પણે “કાવ્ય સંચય” નામનુ પુસ્તક બહાર પાડ્યું છે એમા છપાઈ છે તે વાત જાહેર કરી આનંદ વ્યક્ત કર્યો.

ડો ઈંદુબેન શાહે “ફાગણ આવ્યો વસંતના એલાન થયા” કાવ્ય રજુ કર્યું

નરેન્દ્રભાઈ વેદે સભા સંચાલક વિશે એક લેખ વાંચ્યો

ચીમનભાઈ પટેલે ૧૯૬૪ મા રચેલું એમનુ કાવ્ય “ખુદને ખોઈ બેઠી છું” રજુ કર્યું.

વિજયભાઈ શાહે ગુજરાતી સાહિત્ય સરિતા ને બહુમાન આપતાં જણાવ્યું કે સરિતા સાથે જોડાયા બાદ એમની લેખન પ્રવૃતિને વેગ મળ્યો છે, અને વય વધતાં પ્રેમ કરવાનો પ્રકાર બદલાય વિશે એક કાવ્ય રજુ કર્યું.

પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટ જે હમણા જોઈન્ટ કો-ઓર્ડીનેટર પણ છે એમણે “શાંતિ નો સહવાસ મળે જીવનમા, ને દેહ ઉજ્વળ થાય” એ કાવ્ય રજુ કર્યું.

સુરેશભાઈ બક્ષીએ “છીદ્ર વાળું વહાણ છે તો છે” એ સરસ નાનકડું મુક્તક રજુ કર્યું.

સતીશભાઈ પરીખે “વેલેન્ટાઈન ડે” પર મ્રુગાંગ શાહની ગઝલ “તારા માટે લેવા નીકળ્યો ગુલાબ તો જોઈ મોટી લાઈન” એ રજુ કરી.

 

દરેડિયા સાહેબ જે “ગુજરાત ગૌરવ” નામનુ મેગેઝિન બહાર પાડે છે અને સાહિત્ય સરિતા ના કવિ અને લેખક મિત્રો ની કૃતિ પણ એમા રજુ કરે છે, એમણે કમલેશ સોનાવાલા ની વસંત પરની કવિતા “વીતી ગયો છે દિન બધો, છતાં અજવાસ બાકી છે” રજુ કરી.

મનોજ મહેતા એ પોતાની ગઝલ “હવે તો” જેના શબ્દો છે “સમજવા કરૂં હાડમારી, સમજ મા ના આવે આ મારી તો” રજુ કરી.

શૈલાબેન મુન્શા એ કવિ મેઘબિંદુ નુ કાવ્ય ” ફાગણ નો ફાગ અને ટહુકા નો સાદ પછી મલક્યા વિના તે કેમ રહીએ” રજુ કર્યું

 

ડો કમલેશ લુલ્લાએ શ્રી ધીરૂભાઈનુ બહુમાન કરતાં ડો નરસી પટેલ નુ પુસ્તક “pinch yourself and touch someone” અર્પણ કર્યું

અશોકભાઈ પટેલે પ્રેમ વિશે વાત કરતાં” પ્રેમનુ પુષ્પ ખીલવા માટે કોઈ મોસમની જરૂર નથી” ની રજુઆત કરી.

પ્રશાંત મુન્શાએ સરસ મુક્તકો રજુ કર્યા.” ક્ષણવાર આંખો ના ઈશારા બધું કહી જાય છે.”

વિશાલ મોણપરા જેણે “પ્રમુખ પેડ” બનાવી સહુ સાહિત્ય પ્રેમી ને ગુજરાતી મા સરળ રીતે ટાઈપ કરી શકવાની સગવડ કરી આપી એમણે બે પંક્તિ રજુ કરી”મારો અભાવ મોરની માફક ટહુકશે, ઘેરાશે વાદળ ને હું યાદ આવી

જઈશ”

ગુજરાતી સાહિત્ય સરિતાનાં વયસ્ક(૯૨) કવિ અને લેખક  શ્રી ધીરુભાઇ નું સન્માન પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ અને સતી્શભાઇ પરીખ દ્વારા

ગુજરાતી સાહિત્ય સરિતાનાં સૌથી નાના અને યુવા પેઢીનાં અગ્રણી શ્રી વિશાલ મોણપરાનું સન્માન વડીલ ધીરુભાઇ શાહ દ્વારા

સાહિત્ય સરિતા તરફ થી વિશાલ મોણ પરા અને શ્રી ધીરૂભાઈ શાહ નુ સન્માન પત્ર આપી એમની સિધ્ધીઓ બદલ બહુમાન કરવામા આવ્યું.

ફરી પાછો સભાનો દોર સંચાલકે કો-ઓર્ડીનેટર ના હાથમા સોંપ્યો. સર્વે નો આભાર અને ખાસ કરી ને યજમાન કુટુંબનો આભાર જેમણે આવા સુંદર બેન્ક્વેટ હોલમા સભાનુ આયોજન કર્યું અને નાસ્તાથી માંડી જમણ સુધી ની આગતા સ્વાગતા કરી.

અંતમા દિનેશભાઈ શાહ(ધીરૂભાઈ ના પુત્ર) અને એમના કુટુંબી જનો તરફથી યોજાયેલ ભોજન નો આનંદ માણી સહુ છુટા પડ્યા. અસ્તુ.

અહેવાલ લેખિકા શૈલાબેન મુન્શા. તા. ૦૩/૦૩/૨૦૧૨.

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.