Feb 18 2018

ગુ સા સ મીટીંગ # ૧૮૨નો અહેવાલ

Published by at 7:40 pm under બેઠકનો અહેવાલ

                    ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક ક્રમાંક ૧૮૨ નો અહેવાલ.

                                             

 

બેઠકનું  આયોજન 12 મી ફેબ્રુઆરીનાં રોજ ઇમ્પિરિઅલ પાર્ક નાં હોલમાં  સુગર લેન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.ખરાબ હવામાનમાં પણ લગભગ પચ્ચીસેક જેટલા સભ્યો એ હાજરી આપી હતી.

બેઠક નો પ્રારંભ,

“હે શારદે મા હે, હે શારદે મા હે

અજ્ઞાનતા સે હમે તારદે મા …..”

શ્રીમતી ભાવનાબેન દેસાઈ ના સુમધૂર કઠે ગવાયેલી પ્રાર્થના થી થયો..

આયોજકો ની વિનંતીને માન આપી સમગ્ર બેઠક નાં  સૂત્રધાર નો દોર તેમણે જ સંભાળ્યો

 તાજેતરમાં  આપણે ગુમાવેલા સાક્ષરો સર્વ શ્રી નિરંજન ભગત,, જલન માત્રી, શંભુપ્રસાદ જોશી, ઉજમશીભાઈ અને ઉર્દુ શાયર મહમદ અલી ને યાદ કરી અંજલિ રૂપે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું,

શ્રીમતી દેવિકાબેન ધ્રુવે પ્રથમતો દિવંગત સાહિત્યકારો વિષે પરિચય આપ્યો, તેમાંના જેઓ ને તે રૂબરૂ મળેલા તે ક્ષણો યાદ કરી, અને ત્યારબાદ તે મહાનુભાવોની કૃતિઓ નાં થોડા અંશો તેમની યાદમાં  શ્રધ્ધાંજલી રૂપે રજુ કર્યાં.

ભાવનાબેને શ્રી નિરંજન ભગતની  એક સરસ ઓડીઓ કલીપ સંભળાવી,

 અનામી સર્જકો નાં હાઈકુ:

 બેઠક ના આગળનાં દોર માં હાઈકુ લખવાની કળા અને તેની નજાકત વિષે દેવિકાબેને સુંદર માહિતી આપી.  સાથે  ડો.ઇન્દુબેન શાહ અને શૈલાબેન મુન્શા એ આવેલી કૃતિઓ રજુ કરી:   થોડાં હાઈકુ નમૂના રૂપે:

 

મંદિરે જાય

શ્રધ્ધાને જગાડવા

બુદ્ધિને મૂકી।

 

બેલ  વાગ્યો

ખોલશે અંદરથી;

ઘરતો સૂનું। …

 

સુની એ કોખે

પાંગર્યું જીવન ને,

આવી વસંત।

 

ભીડ વચાળે

ઘેરે છે એકલતા,

જીવન ભર

 આપણે અગાઉ પણ હાઇકુ સ્પર્ધા  યોજેલી, તે યાદ કરતાં  દેવિકાબેને શ્રી યોસેફ મેકવાન જેવા સાક્ષર ને યાદ કર્યા। તેમણે  આવા કાવ્યો રચવાની કલા વિષે દ્રષ્ટાંત સાથે માર્ગ દર્શન આપેલું।

 શ્રી પ્રવિણાબેન કડકિયાએ ગાંધીજી ને પત્ર અને બીજી તેમની કૃતિઓ રજુ કરી,

 શ્રી વિજયભાઈ શાહ આજે પોતાની આગવી પ્રણાલી મુજબ ગુજરાતી સાહિત્ય ને લગતા સમાચારો, લેખના સ્પર્ધા અને આગામી મેળાવડાના વિષે માહિતી લઈને આવ્યા હતા, વાર્તા  સ્પર્ધાનાં આયોજન વિષે માહિતી આપી, ત્યારબાદ પોતાની એક ટૂંકી વાર્તા, “અષાઢની મેઘલી રાત્રે” ની રજૂઆત કરી.

2018 માં સાન ફ્રાન્સિસકો અને ફ્લોરિડા માં યોજાનાર ગુજરાતી સાહિત્ય ને લગતા કાર્યક્રમોમાં સભ્યોને ભાગલેવા ઉત્સાહિત કર્યા।

 

પછીનાં દોર માં  ડો. રમેશભાઈ શાહે  શ્રી નિરંજન ભગત ની સુંદર કવિતા, “92 વર્ષે હું તો ફક્ત ફરવાજ આવ્યો છું” ની રજુઆત કરી. તથા wha’ts up વિષે શ્રીમતી નીલમબેન દોશી ના “ફૂલછાબ” માં આવેલ લેખ વિષે માહિતી આપી.

 

શ્રી ફતેઅલી  ચતુર એક સરસ નાટ્યકાર અને એવાજ સક્ષમ વક્તા, આજે તેઓ મૂળ ઉજ્જૈન નાં હિન્દી લેખક પદ્મશ્રી શરદ જોષી નાં સાહિત્યની વાત કરી, તેમાં પણ ભૂતકાળ ની પ્રેમિકાને પ્રેમ પત્ર લેખ નો ખાસ ઉલ્લેખ કર્યો। બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી જોષી એક સફળ વાર્તાકાર, નાટ્યકાર, નિબંધ લેખક ઉપરાંત ચલચિત્ર નાં સંવાદ અને TV સિરિયલો લખવામાં પણ માહિર હતા.

 

હ્યુસ્ટન થી નિયમિત પ્રગટ થતા  એક માત્ર ગુજરાતી માસિક “ગુજરાત ગૌરવ” નાં તંત્રી શ્રી નુરરુદ્દીન દરેડિયા એ ફેબ્રુઆરી નાં ઇસ્યુ છપાયેલા લેખો, કવિતાઓ વિષે માહિતી આપી,

 

ઉદબોધક કહો કે સૂત્રધાર અથવાતો Master of Ceremony ની યાદી માં શ્રીમતી ભાવનાબેન દેસાઈ નું નામ યાદ રાખવું ઘટે, આજની બેઠક માં તેમનું કાર્ય ઘણું પ્રશંસા પાત્ર રહ્યું છે.

 

સમય નાં આભાવ બધાને નડ્યો, બપોરે 3 વાગવાને બદલે લગભગ 20 મિનિટ મોડી  બેઠક શરૂ  થઇ, અને બરાબર 5 વાગે હોલ ખાલી કરવા માટે તાકીદ કરવામાં આવી, આને લીધે બધાજ વ્યકતાઓને પુરેપુરો સમય ફાળવી શકાયો નહિ તેની સખેદ નોંધ લીધી છે.

 

આગામી બેઠક તારીખ 18 મી માર્ચ અને રવિવારે આયોજિત કરવામાં આવીછે। વિશ્વપ્રવાસી અને સાહિત્યકાર તરીખે સન્માનિત  શ્રીમતી પ્રિતીબેન સેન ગુપ્તા આપણા આમંત્રણ ને માનઆપી ને આ બેઠકમાં  હાજરી આપશે અને પોતાનું વકતવ્ય રજુ કરશે।

 

તારીખ 18 માર્ચ ના કાર્યક્રમ અંગે તૈયારી અને સર્વે સભ્યો નાં સહકાર ની આશા સાથે:

 

ગુજરાતી સાહિત્ય સરિતા તરફથી 

લિખિતંગ, 

નીતિન વ્યાસ 

One response so far

One Response to “ગુ સા સ મીટીંગ # ૧૮૨નો અહેવાલ”

  1. Charu Vyason 22 Feb 2018 at 10:00 am

    Recorded notes: To the point, short and sweet write-up

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.