Apr 06 2017

સાહિત્ય સરિતા મીટીંગ ૧૭૧-૧૭૨ અહેવાલ

Published by at 5:36 pm under બેઠકનો અહેવાલ

 

 

                  સાહિત્ય સરિતા બેઠક # ૧૭૧- ૧૭૨                                                        અહેવાલ
                                     ડો ઇન્દુબહેન શાહ

 

 

અનિવાર્ય કારણસર ફેબ્રુઆરી મહિનાની બેઠક રદ કરાયેલ તેથી ૧૮ માર્ચના બપોરે ત્રણ વાગે  બેઉ માસની સંયુક્ત બેઠક આપણી સંસ્થાના સર્વ સભ્યોને અનુકુળ માલતેજ રોડ પર આવેલ સુગરલેન્ડ કોમ્યુનિટિ સેન્ટરમાં રાખવામાં આવેલ .સૌ પ્રથમ ન્યુ જર્સિથી આવેલ મહેમાન નયનાબેને તેમના મધુર સ્વરમાં સરસ્વતી વંદના કરી. પ્રમુખ સતિશભાઇએ સૌ સભ્યોનું અને ન્યુ જર્સિથી આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું, સભાનો દોર સૂત્રધાર મનસુખભાઇને સોંપ્યો. મનસુખભાઇએ જવાબદારી સ્વીકારતા જણાવ્યું હું ફક્ત વક્તાઓના નામ બોલીશ, આપ સૌ તેમને તાળીઓથી વધાવશો, મારી ક્ષતિ બદલ મને ઘરનો માની માફ કરશો. સૌ સભ્યોએ મનસુખભાઇને તાળીઓથી પ્રોત્સાહિત કર્યા.

આજે વકતા વધારે હોવાથી બે નામ બોલવામાં આવતા જેથી બીજી વ્યક્તિ પોતાની કૃતિ સાથે તૈયાર રહે. સૌ પ્રથમ વડીલ શ્રી ધીરુભાઇએ વેલેન્ટાઇન ડે પર અને વસંત ઋતુ પર  પોતાના કાવ્યો રજુ કર્યા. ત્યારબાદ સુરેશભાઇ બક્ષીએ મુક્તક રજુ કર્યા. ન્યુ જર્સિથી આવેલ હંસાબેન શાહે   “હ્યુસ્ટન દોડીને આવી કાવ્ય સંભળાવ્યું” પોતાના કાવ્ય સંગ્રહ “સ્પંદન “વિશે વાત કરી .નવિનભાઇ બેન્કરે શાંતિભાઇ ગરોળીવાળા અને તેમના પત્નિ શાંતાબેન અમદાવાદમાં પોતાના ઘરમાં પડી ગયા તે સમયના બન્ને વચ્ચે થયેલ વાર્તા લાપની રમુજી વાત કરી. તેમાં નોંધવા જેવી વાત કબજા સિવડાવવાના સંપેતરાની હતી શાંતિભાઇએ આ વખતે ના પાડૅલ છતા ભોળા સરળ સ્વભાવના શાંતાબેને  સંપેતરા લીધા તેનું કનફેસન (કબુલાત) પોતે પડી ગયા અને હવે બચવાના નથી માનીને કર્યું, તેની વાત પર સૌને હસાવ્યા. વિજયભાઇ શાહે સ્ટૉરી મિરરની માહિતી આપી, અને ડો ભરત શાહ ભારતથી આવેલ તેમના પુસ્તકો સા.સના સભ્યો માટે પ્રમુખને આપ્યા.  સા .સ ના જાણીતા ગાયક પ્રકાશભાઇએ શોભિત દેસાઇની ગઝલ “છોકરી મારી સાથે બેઠી હતી ,એની સાથે મુલાકાત પહેલી હતી” સંભળાવી. શૈલાબેન મુન્શાએ

“જડતી નથી”
“ ઉલેચવા અંધાર કોઇ છાબ જડતી નથી”
ને પામવા ઊજાશ કોઇ રાહ મળતી નથી” પોતાની રચના રજુ કરી. હવે ડો ઇન્દુબેન શાહ આવ્યા તેમણે વેલેન્ટાઇન દિવસ, અને વસંત ઋતુ પર લખેલ હાઇકુ રજુ કર્યા,

જોજનો દૂર
જુદાયથી ન તુટે
તે છે સંબંધ

દીલના તારે
બંધાઇ ગયેલ એ
છે મજબુત

વસંત ઋતુ પર

નાનુ વિહંગ
બેઠું ડાળે,ટહૂકે
આવી વસંત

 

ભાવનાબેને  તેમના મધુર કંઠમાં પોતે સ્વરબધ્ધ કરેલ કવિયિત્રી દેવિકાબેનનું ગીત
“શત દલ પંખ ખીલત પંકજ પર” ગાયું, સૌએ તેમનું સુગમ સંગીત માણ્યું.
પ્રવિણાબેન ડૉસા-ડોસી પર કાવ્ય બોલ્યા, નીરાબેન વસંત અને હોળી પર બોલ્યા. ચમન ભાઇએ ઇ મેલ પર આવેલ આદિલ મનસુરીના શેર “કોઇ રણને ઠૉકર તો મારી જુઓ, છે સંભવ કે મીઠું ઝરણું નીકળે”વાંચી તેના પરથી,

પોતાનો શેર રજુ કર્યો

“કોઇ મંદિરોને વાત કરી તો જુઓ, છે શક્ય કે ખાવાનું બંધ થાય”

ભારતીબેને બરફની ફેકટરીમાં વેલેન્ટાઇન  ડે ના દિવસે  એક વર્કર લોક ઇન થઈ ગયેલ તેની ફેકટરીના ચોકીદારને  કેવી રીતે જાણ થઈ, રાત્રે તે વર્કર બહાર આવ્યા નથી તેની નોંધ ચોકીદારે લીધી, કારણ તે વર્કર  બહાર નીકળે ત્યારે હંમેશા ચોકીદારની સાથે પ્રેમથી વાત કરે તેના ખબર અંતર પૂછે, આજે કોઇએ તેવા ભાવ દાખવ્યો  નહી , તેથી ચોકીદાર ફેકટરીના ડૉર પાસે આવ્યો ત્યારે તેણૅ અંદર બત્તી જોય, તે દરવાજો ખોલી અંદર ગયો તો જોયું પેલા ભાઇ અંદર ધ્રુજતા, ધ્રુજતા હેલ્પ, હેલ્પની બૂ,મો પાડતા હતા. ચોકીદારને જોઇને ખુશ થયા. વાતનો ભાવાર્થ એ કે નાની વ્યક્તિને પ્રેમ આપશો, તેને હંમેશ યાદ રહેશે.

નૂરદીન દરેડિયાએ  મિરાબાઇ અને સંત કબીરના પરમાત્મા પ્રત્યેના પ્રેમ ભજનો વિશે વાત કરી.

કવિયિત્રી દેવિકાબેને આ વર્ષે  કવિતાના પ્રકાર વિશે માહિતી આપવાનું શરૂ કરેલ છે ,જેથી સા. સના સભ્યો કાવ્ય સમજી શકે અને પોતે લખે ત્યારે કાવ્ય પ્રકારને ધ્યાનમાં રાખી લખે. આગળની બે મિટીંગમાં બે કાવ્ય પ્રકાર “મોનો ઇમેજ “ અને સોનેટ  વિશે આપણને માહિતગાર કર્યા, આ મિટીંગમાં ગીત વિશે માહિતી આપી, “ગીત જે ગાઈ શકાય તે , તેમાં મુખ્ય આવશ્યકતા લયની હોય છે, લય એટલે એક સરખા આવર્તન.  ગીતનું બંધારણ, ગીતમાં ધ્રુવપંક્તિ કેન્દ્ર હોય છૅ, અંતરા અને પૂરક પંક્તિઓ પણ હોય છે, આ બધાની વચ્ચે સતત રણકતો લય અને નાદધ્વનિ હોય. ધ્રુવપંક્તિ ગીતનું કેન્દ્ર છે. ગીતની પ્રત્યેક કડીને, અંતરાને, આ મુખ્ય પંક્તિ સાથે અનુસંધાન રાખવું જ પડે છે. અંતમાં તેમણે જણાવ્યું ધ્રુવપંક્તિ ગીતનું હ્રદય, બાકીની પંક્તિઓ એની કાયા અને લય તો તેનો શ્વાસ છે.”

પ્રશાંતભાઇએ વસંત ઋતુ પર વી શાંતારામની નવરંગ ફીલ્મને યાદ કરી. અને નટવર મેહતાના ઇશ્ક પરના શેર સંભળાવ્યા. વિનોદભાઇએ ઇન્ટરનેસનલ ઇન્ડીપેન્ડેન્ટ ફિલ્મ ફેસ્ટીવલ વિશે વાત કરી, પોતે એક ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા છે, ફિલ્મનું સિલેક્સન લેમન હવર ગ્લાસથી થાય છે,ઘણી એન્ટરી દુનિયાના ઘણા દેશોમાંથી આવે છે, વગેરે માહીતી આપી.

અશોકભાઇએ અમેરિકન ૮૫ વર્ષના ડોસી જેના ત્રીજા લગ્ન હતા  અને  ૯૦ વર્ષના ડોસા જેના આ ચોથા લગ્ન હતા  ઍ કપલની વેલેન્ટાઈન ડેની ઉજવણી ની વાત કરી.

સતિશભાઇએ શ્રી હશમુખભાઇનો નાસ્તો સ્પોન્સર કરવા બદલ આભાર માન્યો.

છેલ્લે હશમુખભાઇ દોશી તરફથી ઈડલી, સાંભર તથા વડા ચટની અને ગુલાબ જાંબુનો ભારી નાસ્તો કરી સૌ છુટા પડ્યા.

આમ આ વખતની મિટીંગ બે વિષયોની વિવિધતા ભરી રસપ્રદ રહી.

 

 

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.